બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / રોકાણકારો જલ્દી કરો! ખુલી ગયું શેરબજાર, છુટ્ટીના દિવસે જ મળ્યો રૂપિયા કમાવવાનો શાનદાર મોકો

શેર માર્કેટ / રોકાણકારો જલ્દી કરો! ખુલી ગયું શેરબજાર, છુટ્ટીના દિવસે જ મળ્યો રૂપિયા કમાવવાનો શાનદાર મોકો

Last Updated: 10:11 AM, 18 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે રજાના દિવસે પણ શેરબજાર ચાલુ રહેશે અને બે સત્રમાં વિશેષ ટ્રેડિંગ સેશનનું આયોજન કરવામાં આવશે. આ પહેલા 2 માર્ચ શનિવારના રોજ ખાસ ટ્રેડિંગ સેશનનું પણ આયોજન કર્યું હતું.

આમ તો શનિવાર અને રવિવારે શેરબજાર બંધ રહે છે પરંતુ આજે શનિવારે એટલે કે રજાના દિવસે પણ બજારમાં વેપાર ચાલુ રહેશે. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માં વિશેષ ટ્રેડિંગ સેશનનું આયોજન કરવામાં આવશે.

STOCK-MARKET-FINAL.original

બે સત્રમાં વિશેષ ટ્રેડિંગ સેશનનું આયોજન

પ્રથમ સત્ર સવારે 9.15 થી 10 સુધી રહેશે. બીજું સત્ર 11.30 થી 12.30 વાગ્યા સુધી રહેશે. જણાવી દઈએ કે બંને એક્સચેન્જોએ 2 માર્ચ શનિવારના રોજ ખાસ ટ્રેડિંગ સેશનનું પણ આયોજન કર્યું હતું અને 20 જાન્યુઆરીએ પણ આ જ હેતુ માટે ખાસ ટ્રેડિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. 22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના ઉદ્ઘાટનને કારણે, 20 જાન્યુઆરીએ સંપૂર્ણ ટ્રેડિંગ સત્ર રાખવામાં આવ્યું હતું અને તેના બદલામાં 22 જાન્યુઆરીએ શેર બજારો બંધ રહ્યા હતા.

આજના આ વિશેષ ટ્રેડિંગ સેશન પાછળનું કારણ શું છે?

હવે પ્રશ્ન એ છે કે આજના આ વિશેષ ટ્રેડિંગ સેશન પાછળનું કારણ શું છે? તો આજે ડિઝાસ્ટર રિકવરી સાઈટનું ટેસ્ટિંગ થવા જઈ રહ્યું છે. તેથી બજાર ખુલ્લું રહેશે. આ ટેસ્ટિંગ NSE દ્વારા ઇક્વિટી અને ઇક્વિટી ડેરિવેટિવ્ઝમાં કરવામાં આવશે. આ સમય દરમિયાન, ડિઝાસ્ટર રિકવરી સાઇટ પર સ્વિચ-ઓવર કરવામાં આવશે. કટોકટી દરમિયાન પ્રાથમિક 'ડેટા સેન્ટર' ઉપલબ્ધ ન હોય તો ટેક્નોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કામગીરીને પુનઃસ્થાપિત કરવા માટે 'ડિઝાસ્ટર રિકવરી સાઈટ'નો ઉપયોગ કરવામાં આવે છે. કોઈપણ કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે આ કરવામાં આવી રહ્યું છે.

business-share-market

પરિપત્રમાં શું જણાવ્યું છે?

સ્ટોક એક્સચેન્જોએ અલગ-અલગ પરિપત્રમાં જણાવ્યું હતું કે, "એક્સચેન્જ 18 મે, 2024 ના રોજ શનિવારના રોજ સ્ટોક અને ઇક્વિટી ફ્યુચર્સ-ઓપ્શન્સ સેગમેન્ટમાં ટ્રેડિંગ દરમિયાન પ્રાથમિક સાઇટથી ડિઝાસ્ટર રિકવરી સાઇટ પર 'સ્વિચ' કરવા માટે એક ખાસ 'લાઇવ' ટ્રેડરની સ્થાપના કરશે."

વધુ વાંચો: જો તમારી પાસે આ કંપનીના 100 શેર હશે તો થઈ જશે 400, એક વર્ષમાં આપ્યું 400 ટકાથી વધારે રિટર્ન

પ્રથમ સત્ર માટે પ્રી-ઓપન સત્ર સવારે 9.00 વાગ્યે શરૂ થશે અને સવારે 9.08 વાગ્યે બંધ થશે. બીજા સત્ર માટે, પ્રી-ઓપન સેશનની શરૂઆતનો સમય સવારે 11.15 વાગ્યાનો અને બંધ થવાનો સમય સવારે 11.23 વાગ્યાનો રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

Share Market Today Stock Market Today Share Market
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ