બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / કેનેડામાં ડ્રાઈવિંગ કરવા માટે જરૂરી છે આ લાયસન્સ, જાણો તેને મેળવવા માટેની સંપૂર્ણ પ્રક્રિયા
Last Updated: 02:05 PM, 16 May 2024
આપણા દેશથી ઘણા લોકો ભણવા માટે કે નોકરી કરવા માટે કેનેડા જતા હોય છે. એક માહિતી અનુસાર, વર્ષ 2013થી 2023 વચ્ચે કેનેડામાં ભારતીયોની સંખ્યા 32,828થી 139,715 પર પહોંચી ગઈ છે, જે દસ વર્ષમાં 326%નો વધારો છે. ભારતીયો વિદેશ પહોંચીને પછી અભ્યાસ ચાલુ કરે છે અને સાથે જ નોકરી કરવા લાગે છે. તેમનો પહેલો ગોલ હોય છે કે એક કાર ખરીદી લે, એટલે ઘણું બધું કામ સરળ થઈ જાય. તેમનો ગોલ પૂરો પણ કરી નાખે છે અને કાર ખરીદી પણ લે છે. પણ હવે સવાલ આવે છે ડ્રાઈવિંગ લાયસન્સનો. ત્યારે આજે આપણે વાત કરીશું કેનેડામાં ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા વિશે.
ADVERTISEMENT
કેનેડામાં કાર ડ્રાઈવ કરવા માટે તમારી પાસે તમારા પ્રોવિન્સ પ્રમાણે સરકાર દ્વારા ઈશ્યૂ કરેલું ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જરૂરી છે. જયારે પણ તમે ડ્રાઈવ કરો ત્યારે તમારી પાસે આ ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જરૂરી છે. એ ડ્રાઈવિંગ લાયસન્સ સાથે તમે કેનેડામાં કશે પણ ડ્રાઈવ કરી શકો છો.
ADVERTISEMENT
જો તમારી પાસે તમારા દેશનું વેલિડ ડ્રાઈવિંગ લાયસન્સ હોય તો કેનેડા પહોંચ્યા પછી થોડા સમય માટે એ કદાચ વાપરી શકો છો. એ માટે વધુ વિગતો મેળવવા તમારા પ્રોવિન્સની સરકારી ઓફિસમાં જઈને ચેક કરી લેવું જરૂરી છે. જો તમે કેનેડામાં ફોરેન ડ્રાઈવર લાયસન્સ વાપરવાનો પ્લાન કરતા હોવ તો તમારે પોતાના દેશમાંથી ઇન્ટરનેશનલ ડ્રાઈવિંગ પરમિટ (IDP) લેવાની હોય છે.
હવે વાત કરીએ કેનેડામાં ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા વિશે તો એ તમે કેનેડામાં જે પ્રોવિન્સમાં રહેતા હોવ એ પ્રમાણે જુદી-જુદી હોય છે, જો કે પ્રક્રિયામાં વધારે ફેરફાર નથી હોતો. તેની જાણકારી તમારા પ્રોવિન્સની વેબસાઈટ પર મળી જાય છે. સાથે જ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા તમારા ડ્રાઈવિંગ બેકગ્રાઉન્ડ પર પણ આધાર રાખે છે. જેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:
એક વખત ડ્રાઈવિંગ લાયસન્સ મળી જાય પછી એને રિન્યૂ કરાવતા રહેવું પડે છે. એની એક્સપાયરી ડેટ પણ લાયસન્સ પર જ છાપવામાં આવી હોય છે. ડ્રાઈવિંગ લાયસન્સ, પરીક્ષા અને ડ્રાઈવિંગ લેસન વિશે વધુ વિગતો માટે તમારા વિસ્તાર કે પ્રોવિન્સના ટ્રાન્સપોર્ટેશન ડીપાર્ટમેન્ટની વેબસાઈટ પર ચેક કરી શકાય છે.
ડ્રાયવર્સ લાયસન્સ મેળવવું ઘણા લોકો માટે એક મહત્ત્વપૂર્ણ બાબત છે. જણાવી દઈએ કે કેનેડામાં ઑન્ટારિયોમાં ક્લાસ G લાયસન્સ એ સૌથી પ્રચલિત ડ્રાઇવિંગ લાયસન્સ છે, જે વ્યક્તિઓને ઓટોમોબાઇલ, વાન અને લાઇટ ટ્રક સહિત મોટાભાગનાં વાહનો ચલાવવા માટે સક્ષમ બનાવે છે. હવે ક્લાસ G લાયસન્સ મેળવવા માટે સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા વિશે વાત કરીએ -
સૌથી પહેલા વાત કરીએ ક્લાસ G લાયસન્સ વિશે તો એ ઑન્ટેરિયોનું પ્રમાણભૂત ડ્રાઇવિંગ લાઇસન્સ છે, જે વ્યક્તિઓને કાર, વાન અને નાની ટ્રક ચલાવવાની મંજૂરી આપે છે. તે દર્શાવે છે કે આ લાયસન્સ ધારક પાસે આ વાહનોને રસ્તા પર સુરક્ષિત રીતે ચલાવવા માટે જરૂરી નોલેજ, સ્કીલ્સ અને કેપેસીટી છે.
ક્લાસ G લાયસન્સના પ્રાથમિક ફાયદાઓ કયા છે?
ક્લાસ G લાયસન્સના પ્રકારો - ઑન્ટેરિયોમાં 3 પ્રકારના ક્લાસ G લાયસન્સ છે.
G1 લાયસન્સ: G1 લાઇસન્સ એ શીખનારની પરમિટ છે, જે વ્યક્તિઓને અમુક પ્રતિબંધો હેઠળ ડ્રાઇવિંગની પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપે છે.
G2 લાયસન્સ: G2 લાયસન્સ એક મધ્યવર્તી લાઇસન્સ છે જે વધુ ડ્રાઇવિંગ વિશેષાધિકારો આપે છે પરંતુ તેમ છતાં કેટલીક લિમિટેશન હોય છે. ઉદાહરણ તરીકે, 20 વર્ષથી ઓછી ઉંમરના G2 ડ્રાઇવરો અડધી રાતથી સવારે 5 વાગ્યાની વચ્ચે વાહન ચલાવી શકતા નથી.
પૂર્ણ G લાયસન્સ: પૂર્ણ G લાયસન્સ એ અંતિમ સ્ટેપ છે, જે કોઈ પણ લિમિટેશન વિના ડ્રાઇવિંગ કરવાની મંજૂરી આપે છે. આ લાયસન્સ ધારક કોઈપણ લિમિટેશન અથવા શરતો વિના કાર, વાન અને નાની ટ્રક ચલાવી શકે છે.
ક્લાસ G લાયસન્સ મેળવવા માટેની આવશ્યકતાઓ શું છે?
ઑન્ટારિયોમાં ક્લાસ G લાયસન્સ મેળવવા માટે, તમારે કેટલીક આવશ્યકતાઓને પૂરી કરવી આવશ્યક છે:
G1, G2 અને સંપૂર્ણ કેટેગરી G લાયસન્સ કેવી રીતે મેળવવું?
ક્લાસ G લાયસન્સ ઑન્ટારિયોમાં ડ્રાઇવિંગ માટે તમારી ટિકિટ!
ઑન્ટારિયોમાં ક્લાસ G લાયસન્સ મેળવવું એ એક સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા છે જેમાં વિશેષ આવશ્યકતાઓ અને ઘણા પગલાં સામેલ છે જે પૂર્ણ કરવા જરૂરી હોય છે. લેખિત કસોટીથી લઈને ડ્રાઈવિંગનો અનુભવ મેળવવા સુધી, દરેક સ્ટેપ તમને જવાબદાર ડ્રાઈવર બનવામાં મદદ કરે છે. તમે G1 થી સંપૂર્ણ G લાયસન્સ મેળવી શકો છો અને રસ્તાના નિયમોનું પાલન કરીને ઑન્ટારિયોમાં ડ્રાઇવિંગ કરી શકો છો.
સાથે જ અહીં તમને જણાવી દઈએ કે કેનેડામાં ઇન્શ્યોરન્સ વિના કાર ચલાવી ગેરકાનૂની છે. જો તમારી પોતાની કાર હોય, તો ઇન્શ્યોરન્સ લઈ લેવું. જો તમે કોઈ મિત્ર કે સંબંધીની કાર અવારનવાર ચલાવો છો તો ખાતરી કરો કે કાર ઇન્શ્યોરન્સ પ્લાનમાં તમારું નામ છે. કેનેડામાં ત્યાંના ડ્રાઈવિંગ નિયમોને ફોલો કરવા ખૂબ જ જરૂરી છે. એટલે જ તમે ડ્રાઈવ કરવાનું શરૂ કરો એ પહેલા તમે સમય લઈને તમારા પ્રોવિન્સ અથવા વિસ્તારના નિયમો સારી રીતે જાણી લેવા જોઈએ.
વધુ વાંચો: નોકરીમાંથી કાઢી મૂકેલ H1B વિઝા ધારકો માટે અમેરિકાના નવા દિશાનિર્દેશ, તો હવે અન્ય વિકલ્પ શું?
કેનેડામાં ડ્રાઈવિંગ કાયદાઓનું સખતપણે પાલન કરવામાં આવે છે, અહીં નિયમો તોડવા માટે મોટા દંડ ભરવા પડે છે. મહત્ત્વનું છે કે તમે શિયાળામાં ડ્રાઈવ કરો એ પહેલા સેફટી ઈશ્યૂની જાણકારી મેળવી લો. કેનેડાના મોટા ભાગમાં બરફ ડ્રાઈવિંગ સામે પડકાર છે, તો બરફવાળા રસ્તા પર ધીરે-ધીરે ડ્રાઈવ કરો. જો કારમાં વિન્ટર સ્પેશિયલ ટાયર લગાવશો તો ઘણું સારું, જે ઘણા પ્રોવિન્સમાં ફરજીયાત છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.