બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'નાયક'ની થશે રિએન્ટ્રી! ફરીવાર અનિલ કપૂરનો સાથ આપવા આવી રહી છે રાની મુખર્જી, મેકર્સે આપી અપડેટ

મનોરંજન / 'નાયક'ની થશે રિએન્ટ્રી! ફરીવાર અનિલ કપૂરનો સાથ આપવા આવી રહી છે રાની મુખર્જી, મેકર્સે આપી અપડેટ

Last Updated: 10:31 AM, 18 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nayak Returns Rani Mukherjee Anil Kapoor: અનિલ કપૂરની ફિલ્મ 'નાયક'ની સીક્વલની લાંબા સમયથી દર્શકો રાહ જોઈ રહ્યા છે. જોકે હવે 23 વર્ષ બાદ આ ફિલ્મને લઈને ગુડ ન્યૂઝ સામે આવી છે. ખબર છે કે મેકર્સ ફિલ્મને એક વખત ફરી દર્શકો માટે લાવી રહ્યા છે. ફિલ્મમાં ફરીથી અનિલ કપૂર અને રાની મુખર્જીની જોડી જોવા મળશે.

વર્ષ 2001માં આવેલી અનિલ કપૂર-રાની મુખર્જીની ફિલ્મ 'નાયક' લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. આ ફિલ્મમાં અનિલ કપૂરની એક્ટિંગને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આ બન્ને ઉપરાંત ફિલ્મમાં અમરીશ પુરી અને પૂજા બત્રા પણ હતા. ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ હતી.

rani.jpg

ઘણા સમય પહેલા જ ખરીદ્યા હતા રાઈટ્સ

એક રિપોર્ટ અનુસાર નિર્માતા દીપક મુકુટે નાયકને લઈને અપડેટ આપ્યું છે. તેમણે કહ્યું છે કે ફિલ્મની સ્ટોરી જ્યાં પુરી થઈ હતી તેનો બીજો ભાગ ત્યાંથી જ શરૂ થશે. તેમણે લાંબા સમય પહેલા જ ફિલ્મના સીક્વલના રાઈટ્સ ખરીદી લીધા હતા.

anil-kapoor-2

વધુ વાંચો: બોલર્સ માટે માઠા સમાચાર: ફોર્મમાં પરત ફર્યો ભારતનો મેચ વિનર, જે T20 વર્લ્ડકપમાં મચાવશે તોફાન!

જો બધુ પ્લાનના હિસાબથી ચાલ્યું તો નાયક 2માં અનિલ અને રાની મુખર્જીની જોડી જોવા મળશે. બનેન્ના પાત્રને ધ્યાનમાં રાખીને જ સીક્વલની સ્ક્રિપ્ટ લખવામાં આવી રહી છે. અનિલ રાની એક વખત ફરી સીક્વલમાં સાથે જોવા મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Nayak Returns Rani Mukherjee રાની મુખર્જી Anil Kapoor અનિલ કપૂર નાયક રિટર્નસ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ