બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / Technology / ટેક અને ઓટો / Twitterનું નામો નિશાન મીટયું! આખરે બદલાઈ ગયું ટ્વિટરનું ડોમેન નેમ, હવે x.com પર ખુલશે પ્લેટફોર્મ
Last Updated: 05:25 PM, 17 May 2024
ટ્વિટરનું ડોમેન નામ આખરે બદલાઈ ગયું છે, હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફક્ત x.com પર જ ખુલશે. આજે સવાર સુધી Twitter.com ખુલતું હતું, પરંતુ બપોરે તે આપોઆપ x.com બની ગયું. આ રીતે 2022 માં એલોન મસ્ક દ્વારા ખરીદેલું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. ઘણી સુવિધાઓ પહેલાથી જ બદલાઈ ગઈ હતી, માત્ર એક ડોમેનનું નામ બાકી હતું, તે પણ હવે બદલાઈ ગયું છે. કંપનીના માલિક એલોન મસ્કે પોતે આ અંગે લોકોને માહિતી આપી છે. તેણે X પર લખ્યું કે હવે તમામ કોર સિસ્ટમ્સ x.com પર છે.
ADVERTISEMENT
બીજી માહિતી એ છે કે હવે X ના લોગિન પેજના નીચે એક સંદેશ દેખાઈ રહ્યો છે જેમાં લખ્યું છે, 'અમે તમને જણાવીએ છીએ કે અમે અમારું URL બદલી રહ્યા છીએ, પરંતુ તમારી ગોપનીયતા અને ડેટા સુરક્ષા સેટિંગ્સ એ જ રહેશે.'
ADVERTISEMENT
નોંધનીય છે કે એલન મસ્કે ઓક્ટોબર 2022માં માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર ખરીદ્યું હતું. તેણે તેને ખરીદવા માટે 44 અબજ ડોલર આપ્યા હતા. જ્યારથી એલન મસ્કે ટ્વિટરનો કબજો સંભાળ્યો છે, ત્યારથી પ્લેટફોર્મમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે.
All core systems are now on https://t.co/bOUOek5Cvy pic.twitter.com/cwWu3h2vzr
— Elon Musk (@elonmusk) May 17, 2024
કેવા ફેરફારો થયા
અગાઉ બ્લુ ટિક મફતમાં ઉપલબ્ધ હતી, પરંતુ એલોન મસ્કએ તેને પેડ કરી હતી. જો તમે લેપટોપ અથવા કોમ્પ્યુટર યુઝર છો તો તમને દર મહિને રૂ. 650માં બ્લુ સબસ્ક્રિપ્શન મળશે. મોબાઈલ માટે સબસ્ક્રિપ્શન ચાર્જ 900 રૂપિયા છે. અગાઉ સબ્સ્ક્રિપ્શન વિના વપરાશકર્તાઓ ટ્વીટને એડિટ કરી શકતા હતા, પરંતુ હવે તેઓ કરી શકતા નથી.
આ પણ વાંચોઃ ગૂગલે કરી Android 15ની ઘોષણા: 6 ફીચર્સ એવા જે બદલી નાંખશે પૂરી દુનિયા
પોસ્ટની અક્ષર મર્યાદા પહેલા 280 હતી, જે વધારીને 25,000 કરવામાં આવી છે. મતલબ કે હવે તમે આના પર લેખ પણ લખી શકો છો. હવે પોસ્ટ વાંચવા પર પણ મર્યાદા લાદવામાં આવી છે. એક સામાન્ય વપરાશકર્તા એક દિવસમાં માત્ર એક હજાર પોસ્ટ જોઈ શકે છે. પેઇડ સબસ્ક્રિપ્શન લેનારા લોકો એક દિવસમાં 10 હજાર પોસ્ટ વાંચી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ટ્રકનો પણ અકસ્માત / અમદાવાદ પ્લેન ક્રેશનો કાટમાળ લઇ જઇ રહેલા ટ્રકનો પણ અકસ્માત
ADVERTISEMENT