બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / VTV વિશેષ / વિશ્વ / Way To વિદેશ / વિદેશી ધરતી પર મળે છે વડોદરાના ફેમસ સેવ ઉસળનો સ્વાદ, આ ગુજરાતી કપલે કેનેડાવાસીઓને લગાડ્યું ઘેલું

આસ્વાદ / વિદેશી ધરતી પર મળે છે વડોદરાના ફેમસ સેવ ઉસળનો સ્વાદ, આ ગુજરાતી કપલે કેનેડાવાસીઓને લગાડ્યું ઘેલું

Vishal Dave

Last Updated: 09:16 PM, 15 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાત એવા ગુજરાતી કપલની જે વડોદરાના ફેમસ સેવ ઉસળને ગ્લોબલ વાનગી બનાવી ચૂક્યા છે. ગુજરાતથી વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓને આ કપલ સ્વાદ દ્વારા પોતાના વતન સાથે જોડી રાખે છે.

વિદેશમાં અભ્યાસ અર્થે જતા ભારતીય વિદ્યાર્થીઓ જો અહીંની કોઇ વસ્તુ સૌથી વધુ મીસ કરતા હોય તો તે છે અહીંની સ્વાદિષ્ટ વાનગીઓ..આમ તો વિદેશમાં ભારતીય વાનગીઓ પીરસનારી હોટલો-રેસ્ટોરન્ટ્સ ઘણી છે, પરંતુ તેમાં એ ઓરિજિનલ સ્વાદ નથી હોતો જે અહીંયા હોય છે..

ભારતીય સ્વાદની ખોટ પુરવાનો વિચાર

આ કસરને પુરી કરવાનો વિચાર 2018માં શ્રેયા જાની નામની મૂળ અમદાવાદની અને કેનેડામાં અભ્યાસ અર્થે ગયેલી યુવતી અને તેના પતિ વૃંદ પંડ્યાને આવ્યો.. ગુજરાતી કપલ હતું..ગુજરાતી વાનગીઓ બનાવવામાં ફાવટ પણ સારી હતી.. ખાસ કરીને વૃંદને અલગ-અલગ ગુજરાતી ડિશીસ બનાવવામાં મહારથ હાંસલ હતી..પતિ પત્નીએ લાંબા વિચાર બાદપસંદગીનો કળશ ઢોળ્યો વડોદરાની સૌથી ફેમસ વાનગી એવા સેવ ઉસળ ઉપર

CANADA MISSAL PAU

5 ડિશના ઓર્ડરથી 200 ડિશની સપ્લાય સુધીની સફર

આમ તો વૃંદ અને શ્રેયા કેનેડામાં નોકરી કરે છે. અને ભોજન બનાવવો તેમનો શોખ છે. સાથે જ થોડી ઘણી વધારાની આવકેય ખરી. પણ મજાની વાત એ છે કે વૃંદના હાથના બનેલા સેવ ઉસળ કેનેડામાં ધૂમ મચાવી રહ્યા છે. કેનેડાના ટોરોન્ટોમાં આ કપલે સૌથી પહેલો સેવ ઉસળની પાંચ ડિશનો ઓર્ડર એક વર્ષ પહેલા લીધો હતો... આજે એક વર્ષમાં આ કપલ દર સપ્તાહે 200થી વધુ ડીશીસ સપ્લાય કરે છે. વૃદં પંડ્યા સ્વાદિષ્ટ સેવ ઉસળ તૈયાર કરે છે, શ્રેયા તેનું સોશિયલ મીડિયા પર માર્કેટિંગ કરે છે, જેમાં જે તે દિવસે, જે તે સ્થળે તેમની ડિલિવરી વાન સેવ ઉસળ સાથે હાજર હશે તેવી જાહેરાત સાથે ઓનલાઇન ઓર્ડર મેળવવામાં આવે છે.. અને બાદમાં તેમના મિત્ર શીલ પટેલ આ ઓર્ડરની ડિલિવરી કરે છે.

એક તો ઘરથી દૂર વતનનો સ્વાદ આ સેવ ઉસળ દ્વારા મળે છે, સાથે જ ઘરનું નહીં તો એટલીસ્ટ પોતાના દેશનું ભોજન આરોગવાનો સંતોષ વૃંદ અને શ્રેયા આ બધાય ભારતીયોને પૂરો પાડે છે.

નાના-મોટા સેલિબ્રેશનમાં આમંત્રણ

શ્રેયા અને વૃંદ બન્ને ફુલ ટાઇમ જોબ કરે છે.. સેવ ઉસળનો તેમનો બિઝનેસન માત્ર વિકેન્ડનો બિઝનેસ છે.. પરંતુ તેમણે તેમના સ્વાદિષ્ટ સેવઉસળથી ત્યાં વસતા ભારતીયોને એટલું ઘેલું લગાડ્યું છે કે લોકો સેવઉસળ ખાવા માટે વિકેન્ડની રાહ જોઇને બેઠા હોય છે...લોકોને તેમના હાથના સેવઉસળનો સ્વાદ એટલો ગમ્યો છે કે હવે ત્યાં નાના-મોટા સેલિબ્રેશનમાં ત્યાં વસતા ભારતીયો તેમને લાઇવ સેવ ઉસળ બનાવવા માટે આમંત્રણ આપે છે.

શું છે ક્લાઉડ કિચન ?

ક્લાઉડ કિચન એક એવી જગ્યા છે જ્યાં તમને એક કિચન તેની સાથે જોડાયેલી તમામ સુવિધાઓ સાથે ભાડેથી પુરુ પાડવામાં આવે છે ત્યાં તમે ફૂડ બનાવી શકો છો બટ ત્યા વેચી કે પીરસી શકતા નથી .

આ પણ વાંચોઃ એક લાખ ડોલર સુધીનું વેતન! એ પણ અમેરિકામાં, જાણો એવાં કયા કોર્સ કરશો તો મળશે સારી જોબ?

શ્રેયા અને વૃંદ વિદેશમાં વસતા ભારતીયોને ટેસ્ટી ગુજરાતી વાનગી તો પુરી પાડે જ છે સાથે-સાથે ત્યાં વસતા ભારતીયોને કંઇક નવું કરવાની પ્રેરણા પણ પુરી પાડે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati food in Canada Sev Usal in Canada Gujarati in montreal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ