બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / એક લાખ ડોલર સુધીનું વેતન! એ પણ અમેરિકામાં, જાણો એવાં કયા કોર્સ કરશો તો મળશે સારી જોબ?
Last Updated: 11:14 AM, 15 May 2024
આપણા દેશમાંથી અમેરિકા ભણવા જતા વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે. જેમ કે બધાને જ ખબર હશે કે અમેરિકામાં ભણ્યા પછી નસીબના દરવાજા ખુલી જાય છે. સારા પગારવાળી નોકરી મળે છે. પરંતુ એવું નથી હોતું કે તમે કોઈ પણ કોર્સમાં અભ્યાસ કરીને મોટા પગારવાળી નોકરી મેળવી શકો છો. અમેરિકામાં અભ્યાસ કરવા જતા પહેલા એ જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે કે કોઈ પણ કોર્સમાં એડમિશન લેવું જોઈએ કે કાચી તે વધારે ડિમાન્ડમાં હોય એમાં એડમિશન લેવું જોઈએ. અમેરિકામાં અભ્યાસ કરવા જવો, એ માટે વિઝા, ટિકિટ, રહેવાની વ્યવસ્થા, કોલેજની ફી, આ બધું મળીને આ આખી પ્રક્રિયા પણ ખૂબ જ ખર્ચાળ હોય છે, તેથી બધા જ એવું વિચારે છે કે આટલો ખર્ચ કર્યા પછી નોકરી પણ સારા પગારવાળી મળે.
ADVERTISEMENT
જો કે એ વાતની કોઈ ગેરંટી નથી હોતી કે કોઇપણ કોલેજમાંથી કોઈ પણ ડિગ્રી લઈને નીકળો તો છ આંકડાનું વાર્ષિક પેકેજ મળી જ જશે. પરંતુ જો તમે વધુ વેતન મેળવવા માંગતા હો, તો તમે ચોક્કસ ક્ષેત્રોમાં જોઈ શકો છો જ્યાં ઘણી નોકરીઓ છે જે છ-આંકડાની આવક પ્રદાન કરે છે. આ ક્ષેત્રોમાં શરૂઆતથી જ પગાર સારો મળે છે. એટલે કે વર્ષે એક લાખ ડોલર સુધીનો પગાર મેળવી શકો છો. નેશનલ એસોસિયેશન ઓફ કોલેજિસ એન્ડ એમ્પ્લોયર્સ (NACE)એ અભ્યાસ હાથ ધર્યો હતો જેમાં હાલમાં જે ફિલ્ડ્સ ડિમાન્ડમાં છે એનો અભ્યાસ કર્યો. એ પછી NACEએ એવું તારણ કાઢ્યું કે કેટલીક ફિલ્ડમાં વાર્ષિક પગાર સારો છે અને કોલેજમાંથી નીકળીને તરત જ સારા પગાર સાથે નોકરી શરૂ કરી શકાય છે.
ADVERTISEMENT
NACEના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે બિઝનેસ અને ડિજિટલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કોર્સ પછી સારો પગાર મળી શકે છે. આપણા દેશમાં એવું વલણ જોવા મળે છે કે લોકો બિઝનેસ કોર્સમાં એડમિશન લેતા હોય છે, પણ હવે ડિજિટલ માર્કેટિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની પણ ડિમાન્ડ વધી છે. કોવિડ રોગચાળા પછી હવે મોટાભાગના બિઝનેસ ઓનલાઈન પ્રેઝન્સ પર વધુ ધ્યાન આપે છે, એટલા માટે જ ડિજિટલ માર્કેટિંગ એક્સપર્ટની ડિમાન્ડ વધી છે. ડિજિટલ માર્કેટિંગ એક્સપર્ટ SEO, સોશિયલ મીડિયા, કન્ટેન્ટ ક્રિયેશન પર ધ્યાન આપે છે, જેથી તેમને ઊંચા પગારવાળી નોકરી મળી શકે છે. ડિજિટલ માર્કેટિંગના એક્સપર્ટને આશરે 88 હજાર ડોલર સુધીનો વાર્ષિક પગાર મળી શકે છે.
જો બિઝનેસની સાથે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો અભ્યાસ પણ કરો તો સારો પગાર મળે છે. ડેટા એનાલિટિક્સની આવડત અને એન્જિનિયરિંગની ડિગ્રી લઈને એનાથી પણ વધુ સારો પગાર મળી શકે છે. જો એન્જિનિયરિંગમાં માસ્ટર્સ ડિગ્રી લીધી હોય અને ડેટા એનાલિટિક્સ પણ જાણતા હોવ તો શરૂઆતથી જ 98,000 ડોલરનો વાર્ષિક પગાર મળી શકે છે. કદાચ એટલે જ હવે ભારતીય વિદ્યાર્થીઓ ડેટા એનાલિટિક્સ અને એન્જિનિયરિંગનાં કોર્સ પર વધારે ધ્યાન આપે છે.
આ સિવાય કોમ્પ્યુટર સાયન્સ એક એવો મહત્ત્વનો કોર્સ છે કે જે હજુ પણ દાયકાઓ સુધી ભવિષ્યમાં ઘણી ડિમાન્ડમાં રહેશે. એટલે જ એમાં સારો નોકરી અને સારો પગાર પણ મળી જાય છે. સારી કારકિર્દી અને સારા પગાર માટે કોમ્પ્યુટર સાયન્સની ડિગ્રી ખૂબ જ કામ આવે છે. સારો કોડીંગ સ્કીલ્સ, પ્રોબ્લેમ સોલ્વિંગ કેપેસિટી, એમેઝેન વેબ સર્વિસની સમજણ, ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને તેના એપ્લિકેશનની જાણકારી હોય તો ટેક કંપનીમાં સારા પગાર પર નોકરી મળે છે. NACEના અહેવાલ પ્રમાણે કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર્સ કર્યું હોય તો શરૂઆતમાં જ 1,06,000 ડોલરનો વાર્ષિક પગાર મળી શકે છે. જો કે આટલા ઊંચા પગારે નોકરી મેળવવા માટે માત્ર ડિગ્રી નહીં પણ સ્કીલ્સ પણ એટલી જ જરૂરી છે.
વધુ વાંચો: US Visa: કેટલે પહોંચી ગ્રીન કાર્ડની ડેડલાઈન? જાહેર કરાયું જૂન મહિનાનું વિઝા બુલેટિન
અમેરિકામાં બીજા ઘણા એવા ક્ષેત્રો છે કે જે ઊંચા પગારે નોકરી આપે છે અને એમાં સતત વધારો થઈ રહ્યો છે. પરંતુ ડેટા એનાલિટિક્સ, ડેટા એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર સાયન્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડિજિટલ માર્કેટિંગ એવા કોર્સ છે કે જે ઘણા સમયથી ડિમાન્ડમાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.