બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

VTV / સ્પોર્ટસ / ટેનિસ રમતી વખતે પહેરવામાં આવતા સ્કર્ટનો પણ છે એક લાંબો ઈતિહાસ, જાણો તેના વિશે

સ્પોર્ટ્સ / ટેનિસ રમતી વખતે પહેરવામાં આવતા સ્કર્ટનો પણ છે એક લાંબો ઈતિહાસ, જાણો તેના વિશે

Last Updated: 09:55 AM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tennis Skirts: ટેનિસ સ્કર્ટનો ઈતિહાસ ખૂબ જ જુનો અને રસપ્રદ છે. આ ફક્ત એક સાધારણ કપડુ નથી. પરંતુ આ સામાજીક પરિવર્તન છે. મહિલાઓના અધિકારો અને રમતમાં ફેશનની ભુમિકાનો મહત્વનો ભાગ પણ છે.

ટેનિસની મહિલા ખેલાડીઓ હંમેશા માટે પોતાના કપડાને લઈને ચર્ચામાં રહે છે. ટેનિસ કોર્ટ પર દોડી-દોડીને રમતી મહિલા ખેલાડીઓ અને તેમના સ્ટાઈલિશ સ્કર્ટ આજે સામાન્ય છે. પરંતુ ટેનિસ સ્કર્ટની લંબાઈને લઈને હંમેશા ચર્ચા થતી રહે છે.

tenis-1

શું છે ટેનિસ સ્કર્ટનો ઈતિહાસ

વર્ષ 1884માં જ્યારે વિંબલડનના ઓલ-ઈંગ્લેન્ડ ક્લબમાં પહેલી મહિલા ચેમ્પિયનશિપ થઈ હતી. તેમાં રમનાર બે ખેલાડી બહેનો મોડ વોટસન અને લિલિયન વોટસન તે જમાનાના ફેશન અનુસાર ડ્રેસ પહેરીને આવ્યા હતા. આ પહેલી વખત હતું જ્યારે કોઈ ટૂર્નામેન્ટમાં બહેનો આમને-સામને હતી.

લિલિયન અને મોડ બન્ને ટેનિસ કોર્ટ પર લાંબા અને ભારે કોર્સેટ વાળા સ્કર્ટ અને ટોપિયોમાં ખૂબ જ ક્લાસિક અંદાજમાં જોવા મળી હતી. તે સમયે મહિલાઓ માટે આજ પહેરવેશ સામાન્ય હતો તે સ્કર્ટ ટેનિસ રમવા માટે આરામદાયક ન હતો.

tenis-2

આવા ભારે સ્કર્ટથી છુટકારો મેળવવા માટે ખેલાડીઓએ જાતે જ પહેલ કરવાની શરૂ કરી દીધી. મે સટનના 1905માં વિંબલડનમાં રમાતા એક નવા પ્રકારના ડ્રેસની શરૂઆત કરી. તેનો બ્લાઉઝ અને સ્કર્ટ થોડા ઢીલા હતા. જેનાથી તેમને રમતી વખતે હલવામાં મુશ્કેલી ન થાય. પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ હતી કે આ સ્કર્ટ એટલો નાનો હતો કે તેના પગ દેખાતા હતા.

આ જોઈને અધિકારીઓએ મે સટનના ડ્રેસ પર વાંધો ઉઠાવ્યો અને તેમને રમવાથી રોકવામાં આવ્યા. અધિકારીઓનું કહેવું છે કે પહેલા મે સટન પોતાના સ્કર્ટને તે લંબાઈ સુધી નીચે કરી શકે જેને તે યોગ્ય માનતા હતા.

પછી ટેનિસ સ્કર્ટ આટલો નાનો કેવી રીતે થઈ ગયો?

તે સમય ટેનિસને અમીર લોકો માટે મળવાનું માધ્યમ માનવામાં આવતું હતું. માટે ડ્રેસ અને સ્ટાઈલને આરામ અને રમવાની આઝાદીથી વધારે મહત્વ આપવામાં આવતું હતું. 1900ની શરૂઆતમાં મહિલાઓ ટેનિસ રમતી વખતે હાઈ-કોલર વાળો ડ્રેસ, લાંબા સ્કર્ટ, સ્ટોકિંગ્સ અને લાંબી સ્વીવ્સવાળા ટોપ પહેરતી હતી. આ બધા કપડા તેમને ટેનિસ કોર્ટ પર કમ્ફર્ટેબલ ન હતો. આ કપડા તેમના જમાનાની લોન પાર્ટીઓ અને બહાર જવા માટે પહેરવામાં આવતા લોન ડ્રેસો જેવા હતા.

tenis-3

વધુ વાંચો: આવનાર 376 દિવસ આ રાશિના લોકો માટે હશે વરદાન સમાન, રાહુની ઉલ્ટી ચાલ કરશે કમાલ

પરંતુ ફ્રેંચ ટેનિસની દિગ્ગજ ખેલાડી સુજેન લેંગલેને ફેશનની દુનિયામાં ધૂમ મચાવી દીધી. તેમણે ટેનિસ ફેશનમાં એક ક્રાંતિ લાવી દીધી. 1919માં વિંબલડનની મહિલા ચેમ્પિયનશિયમાં લેંગલેન કંઈક અલગ જ અંદાજમાં જોવા મળી. ઘૂંટણ સુધીનો સ્કર્ટ પહેરીને તેમણે ત્યાં હાજર દરેકને ચોંકાવી દીધા. જોકે ત્યારે વિવાદ થયો હતો. પરંતુ પોતાના સ્ટાઈલ અને પર્સનાલિટીના કારણે તે એક મોટી સેલિબ્રિટી બની ગઈ.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ