બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / Congress suspended Surat Candidate Nilesh Kumbhani for 6 years

દગાબાજ રે... / સુરતમાં ખેલ કરનાર નિલેશ કુંભાણી પર કોંગ્રેસની મોટી કાર્યવાહી, પક્ષમાંથી આટલા વર્ષ માટે હકાલપટ્ટી

Vidhata

Last Updated: 01:55 PM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસે નિલેશ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. લોકસભાની ચૂંટણી માટે તેમનું ફોર્મ રદ્દ થયું એ પછી કોંગ્રેસે આ કાર્યવાહી કરી છે.

સુરત: સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોંગ્રેસે નિલેશ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. લોકસભાની ચૂંટણી માટે તેમનું ફોર્મ રદ્દ થયું એ પછી કોંગ્રેસે આ કાર્યવાહી કરી છે. શિસ્ત સમિતિની બેઠકમાં નિલેશ કુંભાણીને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સામે વિરોધ વધી રહ્યો છે, જેમનું નામાંકન રદ્દ થયા બાદ AAP કાર્યકરોએ 'વોન્ટેડ' જાહેર કર્યા છે. કુંભાણી હાલ ગુમ છે અને બનાવટી અને છેતરપિંડીના આરોપોનો સામનો કરી રહ્યા છે, જો કે પોલીસે FIR નોંધવાનો ઇનકાર કર્યો છે. જણાવી દઈએ કે ફોર્મ રદ થયા પછી નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને તેમના ભાજપમાં જોડાવાની ચર્ચાઓ થઈ રહી છે. જયારે કુંભાણીનાં ભાજપમાં જોડાવાની ચર્ચાઓ ચાલી રહી છે ત્યાં બીજી તરફ રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ કોંગ્રેસના નિલેશ કુંભાણીના ભાજપમાં જોડવાની શક્યતાઓને સંપૂર્ણપણે નકારી કાઢી હતી અને કહ્યું હતું કે નિલેશ કુંભાણી ભાજપમાં નહીં જોડાય, નિલેશ કુંભાણી કોંગ્રેસમાં જ છે અને કોંગ્રેસમાં જ રહેશે. 

રવિવારે કુંભાણીનું ફોર્મ ત્યારે રદ કરી દેવામાં આવ્યું હતું જયારે તેમના ત્રણ સમર્થકોએ એફિડેવિટ દાખલ કરી હતી કે તેઓએ ઉમેદવારી ફોર્મ પર સહી કરી નથી. આ પછી કુંભાણી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને તેમના પરિવાર કે પક્ષના સભ્યોના સંપર્કમાં પણ નથી. તેમના પરિવારના સભ્યો બુધવારે ઘરે પરત ફર્યા અને મીડિયાકર્મીઓને જણાવ્યું કે કુંભાણી તેમના સંપર્કમાં નથી. પરિવારના સભ્યોએ દાવો કર્યો હતો કે તેઓ પાર્ટીના નેતાઓ સાથે આ મુદ્દે ચર્ચા કરવા અમદાવાદ ગયા હતા.

શહેરના કોંગ્રેસ નેતૃત્વએ દાવો કર્યો હતો કે કુંભાણી તેમના સંપર્કમાં નથી અને તેમના ઇરાદા વિશે કોઈ સંદેશ મોકલ્યો નથી. પાર્ટીએ અગાઉ કુંભાણીને ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની યોજના બનાવી હતી પરંતુ તે અંડરગ્રાઉન્ડ હોવાને કારણે આ યોજના કામ કરી શકી ન હતી. અગાઉ જયારે નિલેશ કુંભાણીની ભાજપમાં જોડાવાની ચર્ચાઓ વચ્ચે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો ત્યારે તેમના ઘરે તાળું જોવા મળ્યું હતું. 

આ અંગે નિલેશ કુંભાણીની પત્નીએ કહ્યું કે મારા પતિ સાથે રાજકારણ રમાયું છે. મારા પતિએ સમાજની સેવા કરી છે. દોષનો ટોપલો મારા પતિ ઉપર ઢોળી દેવાયો. મારા પતિ ચાર દિવસથી ઘરે નથી આવ્યા. હાઈકોર્ટે જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. અમારી સાથે શું થયું તેનો પણ અમને ખ્યાલ નથી. 

વધુ વાંચો: AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા જોડાશે ભાજપમાં, પત્રિકા થઈ ફરતી

જયારે બીજી તરફ કુંભાણી પર વેચાઈ ગયાના આક્ષેપ લાગી રહ્યા છે. AAPના પૂર્વ કોર્પોરેટર નેતા દિનેશ કાછડિયાએ મોટો આરોપ લગાવતા કહ્યું કે, નિલેશ કુંભાણીને ફોર્મ રદ થયું નથી પરંતુ રદ કરાવવામાં આવ્યું છે. ભાજપે નિલેશ કુંભાણી અને ત્રણેય ટેકેદારો અને ડમી ઉમેદવારને ખરીદી લીધા છે. આ માટે તેમને 15 કરોડ રૂપિયાની રકમ ચૂકવાઈ છે અને નિલેશ કુંભાણી હાલ ગોવામાં જલસા કરી રહ્યા છે. 7મે એ દેશભરમાં લોકો મતાધિકારનો ઉપયોગ કરતા હશે અને સુરતીઓ માત્ર ટીવી પર જોતા રહેશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ