બ્રેકિંગ ન્યુઝ

logo
logo

#IPL2024Final: ફાઈનલ મેચમાં SRHએ જીત્યો ટોસ, KKR સામે પહેલા કરશે બેટિંગ

logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

VTV / મનોરંજન / બોલિવૂડ / '...ત્યારે બસ દુખ થાય છે', પોતે મજાકનું પાત્ર બનતા કરણ જોહરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લીધી આડે હાથ

બોલિવુડ / '...ત્યારે બસ દુખ થાય છે', પોતે મજાકનું પાત્ર બનતા કરણ જોહરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લીધી આડે હાથ

Last Updated: 09:41 AM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'કોફી વિથ કરણ' શો ઘણો ફેમસ છે જેમાં ઘણા સ્ટાર્સ ભાગ લે છે, લોકો તેમના કોમેડી શોમાં આ શોની નકલ કરતા જોવા મળે છે. હાલમાં જ કરણ જોહરે કહ્યું કે આવું બધુ જોઈને એમને ગુસ્સો નહીં પરંતુ દુઃખ થાય છે.

કરણ જોહર બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના જાણીતા નિર્દેશક અને ટેલિવિઝન પર્સનાલિટી છે. સાથે જ ફિલ્મમેકર કરણ જોહર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે અને તેઓ સોશિયલ મીડિયા પર પણ ઘણા એક્ટિવ છે. એવામાં કરણ જોહર ફરી એકવાર એમની પોસ્ટથી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે.

ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી

જાણીતું છે કે કરણનો શો 'કોફી વિથ કરણ' ઘણો ફેમસ છે જેમાં ઘણા સ્ટાર્સ ભાગ લે છે. હવે સ્થિતિ એવી છે કે લોકો તેમના કોમેડી શોમાં કરણ જોહર અને તેના શોની નકલ કરતા જોવા મળે છે. હાલમાં જ કરણ જોહરે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે જેમાં એમને કહ્યું કે આવું બધુ જોઈને એમને ગુસ્સો નથી આવતો પરંતુ દુઃખ થાય છે.

karan story

કરણ જોહરે તેની ઈન્સ્ટા સ્ટોરીમાં લખ્યું કે, 'હું મારી માતા સાથે ટીવી જોઈ રહ્યો હતો, જ્યારે એક સારી ચેનલ પર રિયાલિટી કોમેડી શોનો પ્રોમો આવી રહ્યો હતો. આ કોમેડી પ્રોમોમાં મારી ખૂબ જ ખરાબ નકલ કરવામાં આવી છે... હું ટ્રોલર્સ, જે લોકો પોતાનો ચહેરો અથવા નામ છુપાવીને આવું કરે છે અથવા જેઓ ઈન્ડસ્ટ્રીની બહાર છે તેમની પાસેથી આની અપેક્ષા રાખી શકું છું. પરંતુ જ્યારે તે લોકો જે ઇન્ડસ્ટ્રીના તેઓ મજાક ઉડાવે છે એ પણ તેની જે 25 વર્ષથી વધુ સમયથી આ ઇન્ડસ્ટ્રીનો ભાગ છે. આ તે બતાવે છે કે આપણે આ સમયમાં કેવી રીતે જીવી રહ્યા છીએ. આ જોઈને મને ગુસ્સો નથી આવતો પણ ઘણું દુઃખ થાય છે.'

કરણ જોહરની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને નેટીઝન્સ એ અનુમાન લગાવવામાં વ્યસ્ત છે કે ફિલ્મ નિર્માતા કયા કોમેડિયનને નિશાન બનાવી રહ્યા છે. જો કે ઘણા કહી રહ્યા છે કે આ પોસ્ટ એક કોમેડી શોની છે જેમાં કોમેડિયન કેતને કરણના શોને 'ટોફી વિથ ચુરણ' કહીને તેની મજાક ઉડાવી હતી.

વધુ વાંચો : 'સિંઘમ અગેન'માં જોવા મળશે દીપિકા અને કરીનાનો જલવો, બેબોએ બન્નેના રોલ પર કર્યો ખુલાસો

જો કરણ જોહરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ફિલ્મમેકરની છેલ્લી ફિલ્મ 'યોદ્ધા' હતી. જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, રાશિ ખન્ના અને દિશા પટણી મહત્વના રોલમાં જોવા મળ્યા હતા. પરંતુ મોટા બજેટની યોદ્ધા ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નહતી.

સંકળાયેલા મુદ્દાઓ

Bollwood News Karan Johar Koffee with Karan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ