બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સોના-ચાંદીમાં મોટી ઉથલપાથલ, ભાવમાં ધરખમ ઘટાડો, લેવાનું વિચારતા હોય તો જાણો લેટેસ્ટ રેટ

ગોલ્ડ રેટ / સોના-ચાંદીમાં મોટી ઉથલપાથલ, ભાવમાં ધરખમ ઘટાડો, લેવાનું વિચારતા હોય તો જાણો લેટેસ્ટ રેટ

Last Updated: 11:09 PM, 25 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ સપ્તાહે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. દિલ્હી બુલિયન માર્કેટની વાત કરીએ તો શુક્રવારે સોનાની હાજર કિંમત સતત ત્રીજા દિવસે ઘટી હતી.

સોનું ખરીદવાનું વિચારી રહેલા લોકો માટે હાલ સારા સમાચાર સામે આવ્યા છે. આ સપ્તાહે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. દિલ્હી બુલિયન માર્કેટની વાત કરીએ તો શુક્રવારે સોનાની હાજર કિંમત સતત ત્રીજા દિવસે ઘટી હતી. સોનાનો ભાવ રૂ. 900 ઘટીને રૂ. 72,650 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. આ પહેલા ગુરુવારે સોનું 1050 રૂપિયા ઘટ્યું હતું. જ્યારે બુધવારે રૂ.50નો નજીવો ઘટાડો નોંધાયો હતો. તો બીજી તરફ શુક્રવારે ચાંદીના ભાવ રૂ. 500 ઘટીને રૂ. 92,100 પ્રતિ કિલો પર બંધ થયા હતા.

GOLD-PRICE-FINAL

સોનામાં રૂ.2500 નો ઘટાડો

MCX એક્સચેન્જ પર 5 જૂન, 2024ના રોજ ડિલિવરી માટેનું સોનું 17 મે, શુક્રવારના રોજ 73,711 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આ સોનું 24 મે, શુક્રવારે 71,256 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આ રીતે આ અઠવાડિયે સોનાના ભાવમાં 2455 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થયો છે. MCX એક્સચેન્જ પર શુક્રવારના રોજ 91,024 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. આ ચાંદી 24 મે, શુક્રવારના રોજ 90,548 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. આ રીતે આ સપ્તાહે ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 476 રૂપિયાનો ઘટાડો થયો છે.

વધુ વાંચો : નાણાં મંત્રાલયે ખર્ચ ફુગાવો સૂચકાંક CII કર્યો નક્કી, ITRમાં મળશે આવા લાભ

વૈશ્વિક બજારમાં સોનાના ભાવ વધ્યા

શુક્રવારે વૈશ્વિક બજારમાં સોનાના હાજર ભાવ વધારા સાથે બંધ થયા અને કોમેક્સ પર સોનું ઘટાડા સાથે બંધ થયું. કોમેક્સ પર સોનું 0.12 ટકા અથવા $2.80 ઘટીને $2356.90 પ્રતિ ઔંસ પર બંધ થયું. સોનાની હાજર કિંમત 0.20 ટકા અથવા $4.56 ના વધારા સાથે $2333.83 પ્રતિ ઔંસ પર બંધ થઈ. વૈશ્વિક બજારમાં કોમેક્સ પર ચાંદી શુક્રવારે 0.14 ટકા અથવા 0.04 ડોલરના વધારા સાથે 30.50 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થઈ હતી. તે જ સમયે, ચાંદીનો હાજર ભાવ 0.43 ટકા અથવા 0.13 ડોલરના વધારા સાથે 30.26 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થયો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Silver Gold Price price of gold
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ