બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / સાઉદી સહિત આ 6 દેશોનો કરી શકાશે પ્રવાસ, જાણો ખાડી દેશોની નવી વીઝા પોલિસી

NRI ન્યૂઝ / સાઉદી સહિત આ 6 દેશોનો કરી શકાશે પ્રવાસ, જાણો ખાડી દેશોની નવી વીઝા પોલિસી

Last Updated: 11:18 PM, 10 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાડી દેશોએ પ્રવાસન ક્ષેત્રને આગળ ધપાવવા નવી વીઝા પોલિસી લાગૂ કરી છે. જેમાં એક વીઝા બનાવી સાઉદી સહિત 6 ખાડીના દેશોમાં પ્રવાસ કરી શકાશે.

વિશ્વના દરેક દેશો પોતાના ટૂરિઝમ ક્ષેત્રને આગળ લઈ જવા અનેક પોલિસી બનાવી રહ્યા છે. વિશ્વભરના ટૂરિસ્ટોને પોતાના તરફ ખેંચવા વિવિધ સરકારો કાર્યરત હોય છે. લોકો પણ ફરવાના એટલા શોખીન હોય છે કે, વર્ષમાં એકા'દ ટ્રીપ તો દેશ વિદેશમાં લગાવી દેતાં હોય છે. અનેક લોકોને ખાડીના દેશોમાં પણ ફરવા જવાનુ ગમતું હોય છે. હવે જે લોકો ખાડીના દેશોમાં પ્રવાસ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે એક ખુશ ખબર આવી છે. ખાડીના દેશોએ બીજા દેશોના ટૂરિસ્ટો માટે નવી પોલિસી લાગૂ કરી છે. જેમાં 1 વીઝાથી ખાડીના 6 દેશમાં પ્રવાસ કરી શકાશે.

વીઝાથી 6 ખાડીના દેશોમાં ફરી શકાશે

ખાડીના 6 ઇસ્લામિક દેશોના સમૂહે ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલ (GCC) નામની એક ટૂરિસ્ટ પોલિસી લાગૂ કરી છે. જેમાં તમે 1 વીઝા લઈને સાઉદી અરબ, સંયુક્ત આરબ અમીરાત, બહરીન, કુવૈત, કતર અને ઓમાન એમ કુલ 6 દેશમાં એક મહિના સુધી ફરી શકશો. આ પોલિસી લાગૂ કરવા પાછળનો હેતુ પ્રવાસનને આગળ લઈ જવાનો છે. આ અંગે જાણકારી UAEના અર્થવ્યવસ્થા મંત્રી અબ્દુલ્લા બિન તૌક અલ મરીએ આપી હતી.

ગયા વર્ષે થઈ હતી મંત્રણા

આવી સિંગલ એન્ટ્રી વીઝા સિસ્ટમ પર ખાડીના દેશોએ ગયા વર્ષે ઓક્ટોબરમાં વાતચીત શરૂ કરી હતી.આ અંગે ઓમાનના ટૂરિઝમના મંત્રી સલેમ બિન મોહમ્મદ અલ મારુકે જાણકારી આપી હતી. તેમને કહ્યું હતું કે, આ વીઝા સિસ્ટમ માટે દરેક 6 દેશોનું ફીડબેક લેવામાં આવ્યું હતું.

પ્રવાસીઓની વધશે સંખ્યા

UAE સહિતના ખાડી દેશો પોતાના તરફ પર્યટકોને ખેંચવા માંગે છે. આનાથી હોટલ સેક્ટર આગળ વધે છે. હવે આ પોલિસી લાગૂ થતા GCC વીઝા દ્વારા ટૂરિસ્ટોની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં વધી શકે છે. UAEના અધિકારીઓનું અનુમાન છે કે, સિંગલ એન્ટ્રી વીઝા સિસ્ટમથી વર્ષ 2030 સુધી પ્રવાસીઓની સંખ્યા 12.87 કરોડ થઈ જશે.એના કારણે ખાડીના દેશોની અર્થવ્યવસ્થા મજબૂત થશે.

વધુ વાંચોઃ કેનેડામાં ભારતીય મૂળની ગોળી મારીને હત્યા, થોડી જ ક્ષણો પહેલા માંને કહ્યું હતું 'ગુડનાઇટ'

યૂરોપીય દેશોથી પ્રભાવિત છે પોલિસી

ખાડીના આ 6 દેશોની પ્રવાસની વીઝા પોલિસી યૂરોપની શેંગન વીઝા પોલિસી હેઠળ બનાવવામાં આવી છે. જેમાં તમે Schengen વીઝા કઢાવી 27 યૂરોપીય દેશોનો પ્રવાસ કરી શકો છો. આનાથી પ્રવાસીઓની સંખ્યા વધે છે. શેંગેન વીઝા કઢાવી શેંગેન ક્ષેત્રમાં ફરી શકો છો માટે તેને શેંગેન વીઝા નામ આપવામાં આવ્યું છે. Schengen વીઝાથી તમે 90 દિવસ સુધી યૂરોપમાં રહી શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

Saudi Arabia Single Visa Systems, Schengen Visa Single Visa Systems
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ