બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:38 PM, 17 June 2024
Bird Flu : આપણે બધાએ કોરોના મહામારીનો સમય તો જોયો જ છે. જોકે હવે આવી જ એક મહામારી ફેલાવાને લઈ મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એટલે કે CDC ના ભૂતપૂર્વ ડિરેક્ટર રોબર્ટ રેડફિલ્ડે આગાહી કરી છે કે, આગામી રોગચાળો (મહામારી) બર્ડ ફ્લૂને કારણે થઈ શકે છે અને તે માત્ર સમયની વાત છે. રેડફિલ્ડ એક ન્યૂઝ ચેનલ સાથે બર્ડ ફ્લૂ સંબંધિત બાબતો પર ચર્ચા કરી રહ્યા હતા. અમેરિકામાં ગાયોના ટોળામાં આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
ADVERTISEMENT
આ મહામારીનો મૃત્યુદર કોવિડ કરતાં પણ વધુ હશે ?
ADVERTISEMENT
CDC ના ભૂતપૂર્વ ડિરેક્ટર રોબર્ટ રેડફિલ્ડે કહ્યું કે, સવાલ એ નથી કે આવું થશે કે નહીં, સવાલ એ છે કે આ મહામારી ક્યારે આવશે ? તેમણે એમ પણ કહ્યું હતું કે, જો બર્ડ ફ્લૂ મનુષ્યમાં પ્રવેશે તો મૃત્યુદર કોવિડ-19 કરતા ઘણો વધારે હશે. રેડફિલ્ડે જણાવ્યું હતું કે, કોવિડ-19 માટે મૃત્યુદર 0.6 ટકા હતો જ્યારે બર્ડ ફ્લૂ માટે મૃત્યુદર 25 થી 50 ટકાની વચ્ચે હશે. યુએસ અધિકારીઓએ બર્ડ ફ્લૂ વાયરસથી સંક્રમિત થવાનો ત્રીજો માનવ કેસ નોંધ્યો હતો અંગે માહિતી આપવામાં આવી હતી. વિશ્વભરના તબીબોએ અત્યાર સુધીમાં 15 મનુષ્યોને બર્ડ ફ્લૂ સ્ટ્રેન H5N1થી ચેપ લાગ્યો હોવાનું શોધી કાઢ્યું છે.
બર્ડ ફ્લૂ માણસથી માણસમાં કઈ રીતે ફેલાય છે ?
રેડફિલ્ડે કહ્યું કે, બર્ડ ફ્લૂ માણસથી માણસમાં ફેલાવા માટે પાંચ એમિનો એસિડ હાજર હોવા જોઈએ. તેમણે કહ્યું, એકવાર વાયરસ માનવ રીસેપ્ટર સાથે જોડવાની ક્ષમતા પ્રાપ્ત કરી લે છે અને પછી માણસથી માણસમાં જાય તો તમારે રોગચાળાનો સામનો કરવો પડશે. મને લાગે છે કે તે માત્ર સમયની બાબત છે.' રેડફિલ્ડે કહ્યું કે, તે ચિંતિત છે કારણ કે તે સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં પશુઓના ટોળાઓમાં ફેલાતો રહે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસે 50થી વધુ પ્રાણીઓની પ્રજાતિઓને ચેપ લગાવ્યો છે.
ગાયોને સંક્રમિત કરવા માટે જંગલી પક્ષીઓ જવાબદાર
અમેરિકન ખેડૂતોને પશુઓને ચિકન સ્ક્રેપ ખવડાવવાની છૂટ છે. જોકે યુરોપમાં તેના પર પ્રતિબંધ છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ બર્ડ ફ્લૂનું કારણ હોઈ શકે છે. જોકે ઘાસચારા ઉદ્યોગે આ દાવાને ફગાવી દીધો છે. અમેરિકી અધિકારીઓનું માનવું છે કે, ગાયોને સંક્રમિત કરવા માટે જંગલી પક્ષીઓ જવાબદાર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT