બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આ 3 રાશિના જાતકોને હવે જલસા પડી જશે, 1 વર્ષ બાદ મિથુન રાશિમાં સર્જાશે 'શુક્રાદિત્ય રાજયોગ'

જ્યોતિષ શાસ્ત્ર / આ 3 રાશિના જાતકોને હવે જલસા પડી જશે, 1 વર્ષ બાદ મિથુન રાશિમાં સર્જાશે 'શુક્રાદિત્ય રાજયોગ'

Last Updated: 11:36 AM, 17 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shukraditya Rajyog: મિથુન રાશિમાં શુક્ર અને સૂર્યની યુતિથી શુક્રાદિત્ય રાજયોગનું નિર્માણ થયું છે. એવામાં આ 3 રાશિઓને બમ્પર લાભ મળવાનો છે.

ગ્રહોના રાજા સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. એવામાં તેમને એક રાશિમાં આવવામાં એક વર્ષનો સમય લાગે છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગ્રહોના રાજાના રાશિ પરિવર્તનની અસર દરેક રાશિના જાતકોના જીવનમાં કોઈને કોઈ રીતે જરૂર થાય છે.

1200_1200 Ad 1

એવામાં સૂર્ય જૂન મહિનાની 15 તારીખે બુધની રાશિ મિથુનમાં પ્રવેશ કરી ચુક્યા છે. જ્યાં પહેલાથી જ બુધ અને શુક્ર ગ્રહ બિરાજમાન છે. એવામાં સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય અને શુક્ર અને સૂર્યની યુતિથી શુક્રાદિત્ય યોગનું નિર્માણ થઈ રહ્યું છે.

શુક્રાદિત્ય યોગ

એક વર્ષ બાદ મિથુન રાશિમાં શુક્રાદિત્ય યોગ બનવાથી અમુક રાશિના જાતકોને ખાસ લાભ મળી શકે છે. રોકાયેલા કામ પુરા થવાની સાથે જ ધન-ધાન્યમાં વધારો થશે. આવો જાણીએ શુક્રાદિત્ય યોગ બનવાથી 16 જુલાઈ સુધી કઈ રાશિઓને મળશે બમ્પર લાભ.

KANYA-6

કન્યા

આ રાશિના લોકોને અચાનક લાભ થઈ શકે છે. લાંબા સમયથી રોકાયેલા કામ પુરા થઈ શકે છે. કરિયરમાં અમુક કારણોથી નોકરી બદલાઈ શકે છે. પરંતુ તેમાં તમને લાભ જ લાભ થશે. પદોન્નતિની સાથે સારી સેલેરી મળી શકે છે. ભાગ્યનો પુરો સાથ મળશે. કોર્ટ-કચેરીના મામલામાં પણ સફળતા મળી શકે છે. જીવનમાં સંતુષ્ટિ પણ મળી શકે છે. તેની સાથે જ જમીનથી જોડાયેલા કાર્યોમાં સફળતા મળી શકે છે.

kumbh

કુંભ

શુક્ર અને સૂર્યની યુતિથી બનેલો શુક્રાદિત્ય યોગ આ રાશિના જાતકો માટે ખૂબ જ લાભકારી સાબિત થઈ શકે છે. નોકરી કરનાર જાતકોને અમુક યાત્રાઓ કરવી પડી શકે છે. પરંતુ આ યાત્રાઓથી તમને લાભ મળશે. નોકરીમાં નવા અવસર પણ પ્રાપ્ત થઈ શકે છે. એવામાં તમે દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે ધન લાભ કમાઈ શકો છો. સ્વાસ્થ્યને લઈને થોડુ સતર્ક રહો.

Sinh

સિંહ

આ રાશિના જાતક સુખ-સુવિધાઓથી પરિપૂર્ણ રહેશે. સમાજમાં માન-સન્માનમાં વધારો થશે. પરિવારની સાથે સારો સમય પસાર કરશો. કોર્ટ-કચેરીના મામલામાં છુટકારો મળી શકે છે. નોકરીયાત લોકો માટે પણ આ સમય સારો સાબિત થઈ શકે છે.

વધુ વાંચો: ઘર બનાવતી વખતે આ બાબતોને ખાસ ધ્યાનમાં રાખજો, તો થઇ શકશે લાખોની બચત

તમારા દ્વારા કરવામાં આવેલા કામની સરાહના કરવામાં આવશે. તેની સાથે જ પદોન્નતિની સાથે સાથે ઘણી મોટી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. બિઝનેસ કરનારને પણ કોઈ મોટી ડીલ મળી શકે છે. ધન લાભની સંપૂર્ણ આશંકા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Jyotish Shastra જ્યોતિષ શાસ્ત્ર શુક્રાદિત્ય રાજયોગ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ