બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / સાઉથ આફ્રિકા સામેની પહેલી વનડેમાં ભારતીય મહિલા ટીમની 143 રનથી શાનદાર જીત

ક્રિકેટ / સાઉથ આફ્રિકા સામેની પહેલી વનડેમાં ભારતીય મહિલા ટીમની 143 રનથી શાનદાર જીત

Last Updated: 09:51 PM, 16 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cricket News: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે બેંગલુરુમાં પ્રથમ ODI મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાઈ હતી. જેમાં ભારતીય મહિલા ટીમે આ મેચ 143 રને જીતી લીધી છે

ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચે ODI શ્રેણી રમાઈ રહી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે બેંગલુરુમાં પ્રથમ ODI મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાઈ હતી. જેમાં ભારતીય મહિલા ટીમે આ મેચ 143 રને જીતી લીધી હતી. આ મેચમાં જીત સાથે ટીમ ઈન્ડિયા આ શ્રેણીમાં 1-0થી આગળ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાની જીતમાં ભારતની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના અને ટોપ ઓલરાઉન્ડર દીપ્તિ શર્માની ભૂમિકા સૌથી મહત્વની રહી હતી. આ સિવાય ઓડીઆઈમાં ડેબ્યૂ કરી રહેલી આશા શોભનાએ પણ આ મેચમાં શાનદાર બોલિંગ કરી છે.

કેવી રહી મેચ?

દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં સ્મૃતિ મંધાનાએ શાનદાર સદી ફટકારી હતી અને દીપ્તિ શર્મા ઓલરાઉન્ડરમાં ચમકી હતી. ભારતે ઘરઆંગણે ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. મંધાનાએ 127 બોલમાં 117 રન બનાવીને બે વર્ષ પછી તેના આંતરરાષ્ટ્રીય સદીના દુષ્કાળનો અંત લાવ્યો છે. ભારતે પ્રથમ બેટિંગ કરીને 265/8નો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. ડેબ્યૂ કરતી સ્પિનર ​​આશા શોભનાએ ચાર અને દીપ્તિએ દસ રનમાં બે વિકેટ ઝડપીને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમને જીતવા માટે 266 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

PROMOTIONAL 7

વાંચવા જેવું: વર્ષ 2013 બાદ ફરી ટીમ ઈન્ડિયા જીતશે T20 વર્લ્ડ કપનો ખિતાબ! સમજો જીતનું સમીકરણ

​​આશા શોભનાનો ODI ડેબ્યૂ

ભારતના 266 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ 37.4 ઓવરમાં 122 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત રનના માર્જિનથી ભારતની બીજી સૌથી મોટી જીત બની અને ઘરની ધરતી પર સૌથી મોટી જીત પણ ગણાવી શકાય. ટોસ જીત્યા હતો. ભારતે લેગ સ્પિનર ​​આશા શોભનાને ODI ડેબ્યૂ કરાવ્યું છે, તેણે માત્ર 21 રનમાં ચાર વિકેટ લીધી હતી. આ મેચમાં તેની શાનદાર બેટિંગ અને સદી માટે સ્મૃતિ મંધાનાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી

સંકળાયેલા મુદ્દાઓ

Cricket News India Women Team 1st odi Criket
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ