બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:20 AM, 15 June 2024
ચાણક્ય કૂટનિતિજ્ઞ અને યોગ્ય સલાહકાર પણ હતા. તેમને દરેક ક્ષેત્રમાં પોતાના વિચાર રજૂ કર્યા છે. જેમાં ધર્મ, રાજનીતિ, સમાજ, પરિવાર સહિતના વિષય સામેલ છે. જો તેમના વિચાર પર ચાલવામાં આવે તો જીવન સફળ થઈ શકે છે. જો તમારે સફળ થવું હોય તો ચાણક્યનીતિ અનુસાર 6 બાબતો એવી છે જેને હંમેશા છૂપાવીને રાખવી જોઈએ.
ADVERTISEMENT
સિદ્ધ ઔષધિ
સિદ્ધ કરવામાં આવેલી ઔષધિથી જ્યારે લોકો વ્યવસાય ઊભો કરવાનું વિચારે છે ત્યારે તેનું મહત્ત્વ ઓછું થઈ જાય છે. જો તમે કોઈ દવાનું સેવન કરો છો તો તેને પણ ગોપનીય રાખવું. એવી પણ માન્યતા છે કે જો તમે દારૂ પીવો છો તો તેની પણ ગોપનીયતા રાખવી. લોકોને તમારા દારૂ પીવાની જાણ થઈ જાય છે ત્યારથી તમારું પતન શરૂ થઈ જાય છે.
ADVERTISEMENT
ધર્મ
તમે જે ધર્મને માનતા હોય તેના વિશે કોઈને જણાવવું ના જોઈએ. તમારે એનું પાલન જ કરવું જોઈએ. કેમ કે ધર્મ વ્યક્તિગત બાબત છે તેને ગુપ્ત રાખવો જોઈએ. જેમ દાન ગુપ્ત રીતે કરવાનો મહિમા છે કેમ કે લોકોને જણાવીને કરેલા દાનનું પુણ્ય મળતું નથી. પોતાની પત્નીને પણ તમારા દાનની વાત ન જણાવવી જોઈએ.
ઘરની ખામીઓ
દરેક ઘર પરિવારમાં કોઈને કોઈ ખામી હોય છે. જો તમે તમારા ઘરની ખામી બીજાને જણાવતા ફરશો તો તેનાથી તમારી બદનામી થશે અને સાથે લોકો તેનો ફાયદો પણ લઈ શકે છે. આથી તમારા ઘરની ખામી હંમેશા છુપાવીને રાખો. જો તમે તમારા કોઈ મિત્રને આ વાત જણાવો છો તો પરિવારના સભ્યોમાં મનદુઃખ થઈ શકે છે. સાથે તમારા ઘરના રાજ ધીમે ધીમે લોકો જાણતા થઈ શકે છે. ઘરની ખામી બીજાને કહેવાથી તમારી કમજોરી પ્રદર્શિત થાય છે.
દાંપત્ય સુખ
તમારા દાંપત્ય જીવન અને પરિવારની વાતો હંમેશા ગોપનીય રાખો. દાંપત્ય જીવનની વાતો હંમેશા પતિ પત્ની વચ્ચે જ રહેવી જોઇએ. પતિ પત્ની વચ્ચેની વાત બીજાને કહેવાથી એ સાબિત થાય છે કે તમે અસભ્ય અને વિશ્વાસઘાતી છો.
સાંભળેલી વાતો
જો તમે કોઈના વિશે ખરાબ વાત સાંભળી હોય તો તે વાત કોઈને ન કહો. આમ કરવાથી તમારી પ્રતિષ્ઠા પર ડાઘ લાગી શકે છે.
વધુ વાંચો: ભૂલથી પણ શનિવારે આ 5 ચીજો ન ખરીદતા, નહીંતર ફાયદો નહીં, નુકસાન ભોગવવું પડશે
ભૂલથી જમેલું ભોજન
જો તમે ભૂલથી કોઈ એવી ખાવાની વસ્તુ ખાધી હોય જે તમારા સમાજમાં પ્રતિબંધિત હોય તો તેને પણ ગોપનીય રાખવું જોઈએ. નહીં તો તમારી પ્રતિષ્ઠા ઓછી થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.