બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / સુપર 8માં ટીમ ઇન્ડિયાની કોની સામે થશે ટક્કર? થઇ ગયું કન્ફર્મ, નોટ કરી લો આ શેડ્યૂલ
Last Updated: 10:48 PM, 14 June 2024
હાલમાં ચાલી રહેલા ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં છે. ભારતીય ક્રિકેટ ટીમે સતત ત્રણ મેચ જીતીને T20 વર્લ્ડ કપ 2024 ના સુપર-8માં પોતાનું સ્થાન બનાવી લીધું છે. લીગ તબક્કામાં ભારતે તેની છેલ્લી લીગ મેચ શનિવારે કેનેડા સામે રમવાની છે. પરંતુ સુપર-8માં ક્વોલિફાય થયા બાદ ચાહકો સમક્ષ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આગામી રાઉન્ડમાં ટીમ ઈન્ડિયાનો સામનો કઈ ટીમ સાથે થશે. ભારતીય ટીમને સુપર-8માં ત્રણ મેચ રમવાની છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ભારતીય ટીમને સુપર-8માં પોતાની પ્રથમ મેચ 20 જૂને અફઘાનિસ્તાન સામે રમવાની છે. અફઘાનિસ્તાન સામેની આ મેચ વેસ્ટ ઈન્ડિઝના બાર્બાડોસના કિંગ્સટન ઓવલ મેદાન પર રમાશે. આ પછી ભારતીય ટીમ તેની બીજી મેચ 22 જૂને એન્ટિગુઆના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં રમશે. ભારતીય ટીમ આ મેચ કઈ ટીમ સામે રમશે તે હજુ જાહેર થયું નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે બાંગ્લાદેશ અને નેધરલેન્ડમાંથી એક ટીમ હોઈ શકે છે. ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માં 24 જૂને ઓસ્ટ્રેલિયા સામે તેની સૌથી મોટી મેચ રમવાની છે. આ મેચ સેન્ટ લુસિયામાં રમાશે.
વધુ વાંચો : T20 વર્લ્ડ કપ: ખેલાડીના બેટની કેટલી કિંમત? બોલના ભાવ સાંભળી ઉડી જશે હોશ
ભારતની તમામ મેચો રાત્રે 8 વાગ્યાથી રમાશે. સુપર-8માં જે ટીમ ત્રણમાંથી બે મેચ જીતશે તે સેમિફાઇનલમાં પહોંચશે. પરંતુ નેટ રન રેટનો મુદ્દો અટવાઈ શકે છે. ટૂર્નામેન્ટની નવમી આવૃત્તિમાં 24 જૂન સુધી સુપર-8 મેચો રમાશે અને ત્યારબાદ 26 અને 27 જૂને ફાઈનલ રમાશે. આ પછી ફાઈનલ મેચ 29 જૂન, શનિવારે બાર્બાડોસમાં યોજાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.