બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:06 PM, 16 June 2024
આજકાલ પોલીમરી (બહુમુખી) સંબંધો પણ ખૂબ જ વધી રહ્યા છે. પોલીમરી (Polyamory) એટલે એક સમયે એક કરતા વધુ વ્યક્તિઓ સાથે સંબંધ રાખવો અને તે પણ દરેકની સંમતિથી. આવી જ એક મહિલા હાલમાં ચર્ચામાં છે. જેનું નામ લીના હોવાનું કહેવાય છે. કોલંબિયાની રહેવાસી લીના વિશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે સાત લોકો સાથે બહુમુખી સંબંધમાં છે અને રસપ્રદ વાત એ છે કે તે તમામ વૃદ્ધ અને પેન્શનર છે. આવી સ્થિતિમાં લોકોએ મહિલા પર આર્થિક લાભ માટે વૃદ્ધ પુરુષોનો ફાયદો ઉઠાવવાનો આરોપ લગાવ્યો છે.
ADVERTISEMENT
બેરેનક્વિલા શહેરની રહેવાસી લીના તેની અનોખી લવ સ્ટોરી ઓનલાઈન વાયરલ થયા બાદ દેશભરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. ઓડિટી સેન્ટ્રલ નામની વેબસાઈટના અહેવાલ મુજબ લીના તેની ઉંમરના ઘણા લોકો સાથે રોમેન્ટિક સંબંધોમાં છે. પરંતુ પછીથી તેને સમજાયું કે જો તે વૃદ્ધો સાથે સંબંધ બાંધે છે. તો તેને કદાચ ભાવનાત્મક રૂપથી તેને ફાયદો મળી શકે છે અને આર્થિક રીતે પણ ફાયદો થઈ શકે છે.
7 વૃદ્ધો સાથે રિલેશનમાં છે મહિલા
ADVERTISEMENT
લીનાએ જણાવ્યું કે એક દિવસ તેને યાદ આવ્યું કે તેની પડોશમાં રહેતી મહિલાનો વૃદ્ધ પતિ હંમેશા તેની સાથે ફ્લર્ટ કરે છે. આવી સ્થિતિમાં તે સમજી ગઈ કે વડીલોની નજરમાં તે ખૂબ જ આકર્ષક છે અને તે વૃદ્ધ તેમની ઉંમરની મહિલા સાથે રહેવા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જશે. તેથી તેણે બગીચા તેમજ અન્ય સ્થળોએ સમય વિતાવવાનું શરૂ કર્યું જ્યાં એકલા વૃદ્ધ લોકો સામાન્ય રીતે ફરતા હોય છે અને હવે તે 7 વૃદ્ધ લોકો સાથે બહુસંબંધમાં છે. જેઓ તેને આર્થિક રીતે પણ મદદ કરે છે.
ADVERTISEMENT
તમામ ખર્ચો વૃદ્ધો ઉઠાવે છે
રિપોર્ટ અનુસાર લીનાના તમામ સાત વૃદ્ધ બોયફ્રેન્ડ એકબીજાને ઓળખે છે અને કથિત રીતે તેને એકબીજા સાથે શેર કરવા તૈયાર છે. તે બધા માત્ર લીનાનો ખર્ચ જ ઉઠાવતા નથી પણ ઘરની સફાઈ, કપડાં ધોવા અને રસોઈ વગેરેમાં પણ મદદ કરે છે. લીનાએ જણાવ્યું કે તે તમામ વડીલો સાથે રિલેશનમાં છે. એટલે કે તેમની સાથે શારીરિક સંબંધો પણ ધરાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.