બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / માલદીવના દરિયાકિનારે ડોલી ચાયવાલાએ વિદેશીઓને મોજ પડાવી દીધી, યુવતીઓએ સેલ્ફી લેવા કરી પડાપડી, જુઓ Video
Last Updated: 03:00 PM, 17 June 2024
સોશિયલ મીડિયા પર છવાયેલા રહેતા ડોલી ચાવાળાને હવે કોઈ ઓળખની જરૂર નથી. મોટાભાગે તેના વીડિયો વાયરલ થતા રહે છે. ક્યારેક લક્ઝરી કારમાં ફરતા તો ક્યારેક વિદેશોમાં ફરતા. ડોલી નાગપુરમાં પોતાની ચાની લારી લગાવે છે પરંતુ હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તે માલદીવમાં સમુદ્ર કિનારે પોતાની ચાલી લારી સાથે જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT
ડોલીએ સમુદ્ર કિનારે લગાવી ચાની લારી
ADVERTISEMENT
જણાવી દઈએ કે ડોલી પોતાના અનોખા અંદાજમાં ચા બનાવવાને લઈને ચર્ચામાં રહે છે. તે હવે આ અંદાજમાં માલદીવમાં સમુદ્ર કિનારે ચા બનાવી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ડોલીએ સમુદ્ર કિનારે પોતાની ટપરી લગાવી છે. જેના પર તે ચા બનાવી રહ્યા છે.
પાછળ અદ્ભૂત નજારો જોવા મળી રહ્યો છે. ડોલી ચાયવાળાને સમુદ્ર કિનારે ચા બનાવતા જોઈ ત્યાં ફરવા આવેલા વિદેશી પર્યટક તેમનો વીડિયો બનાવી રહ્યા છે. ચા બનાવ્યા બાદ ડોલીએ તે વિદેશી પર્યટકોને પોતાના હાથની બનેલી ચા પિવડાવી અને તેમની સાથે ફોટો ક્લિક કરાવ્યો.
વધુ વાંચો: હોમ લોનની EMIથી છો પરેશાન? તો અપનાવો આ ટિપ્સ, મળશે જલ્દી-જલ્દી છૂટકારો
વીડિયો પર લોકો કરી રહ્યા છે કમેન્ટ
આ વાયરલ વીડિયોને ડોલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. વીડિયોને ડોઢ કરોડ લોકોએ જોયો અને 23 લાખથી વધારે લોકોએ લાઈક કર્યો છે. વીડિયો પર તમામ લોકોએ કમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું- મોદીના બાદ એક આ ચાવાળાની બોલબાલા છે. બીજા એ યુઝરે લખ્યુ, વિચારી રહ્યો છું કે ચાની ટપરી પર રિઝ્યુમ આપી દઉ. ડોલી ભાઈની આગળ કોઈ કંઈ બોલી શકે છે શું?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.