બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:20 PM, 15 June 2024
ગુજરાતમાં ચોમાસું આવી ગયું છે, ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પણ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી છ દિવસ સુધી વરસાદી માહોલની આગાહી કરી છે. ત્યારે હવે લોકો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. એવામાં અંબાલાલ પટેલે હવામાન અંગેની આગાહી કરતા જણાવ્યું છે કે આગામી છ દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ થશે.
ADVERTISEMENT
અંબાલાલ પટેલે આગામી 17થી 22 જૂન દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે પૂર્વ આફ્રિકાથી ભારત તરફ ભારે પવન ફૂંકાશે અને એની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. તેમણે જણાવ્યું કે ભારે પવન ફૂંકાવાને કારણે ઝાડની ડાળીઓ વળી જશે, મકાનના છાપરાં પણ ઉડી શકે છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે ચોમાસાના આગમન પછી હવે ચોમાસું ધીમું પડી ગયું છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા છે. પરંતુ આગામી છ દિવસોમાં ભારે પવન સાથે ભાવનગર, ખંભાત, કપડવંજ, તારાપુર, ગોધરાના ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. 18થી 22 જૂન સુધીમાં મધ્ય ગુજરાત, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, ઉત્તર સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે પવન ફૂંકાશે. પવનની ગતિ એટલી વધારે હશે કે કાચા મકાનના છાપરાં ઉડી જશે, ઝાડની ડાળીઓ વળી જશે, જમીન પર પડેલી વસ્તુઓ પણ ફંગોળાઈ શકે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: આગામી 6 દિવસ ગુજરાતના આ જિલ્લાઓ તૈયાર રહે, આવી ગઇ ધમધોકાર વરસાદની આગાહી
હાલ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. રાજ્યમાં 17 જૂનથી ચોમાસું સક્રિય થશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. 22 જુનથી 25 જૂન દરમિયાન સારો વરસાદ થવાની શક્યતા છે, જેથી ખેડૂતોએ ચિંતા કરવા જેવું નથી, એમ પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે. જણાવી દઈએ કે હવામાન વિભાગે આજે દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણમાં વરસાદની આગાહી કરી છે. સાથે જ અમરેલી, ભાવનગરમાં પણ વરસાદી માહોલ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.