બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'હવે ચૂપ થઇને માત્ર ફિલ્મો કર', ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ ન મળતા સ્વરા ભાસ્કરને ઉભરો ઠાલવવો ભારે પડ્યો

મનોરંજન / 'હવે ચૂપ થઇને માત્ર ફિલ્મો કર', ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ ન મળતા સ્વરા ભાસ્કરને ઉભરો ઠાલવવો ભારે પડ્યો

Last Updated: 12:03 PM, 17 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વરા ભાસ્કર રાજકીય કે સામાજિક મુદ્દાઓ ખુલ્લેઆમ નિવેદનો આપવા અને કટાક્ષ કરવા માટે જાણીતી છે. એવામાં સવારનું કહેવું છે કે આ આદત કદાચ તેની કારકિર્દીમાં સૌથી મોટો અવરોધ બની ગઈ છે અને આ કારણે ઘણી ફિલ્મોમાં કામ કરવાની તકો ગુમાવવી પડે છે.

સ્વરા ભાસ્કર ક્યારેય કોઈ પણ બાબતમાં તેનો મંતવ્ય રાખવા પર કે કટાક્ષ કરવા પર નથી અચકાતી, અને તેના આ જ નેચરને કારણે તે હંમેશા હેડલાઇન્સમાં રહે છે. રાજકારણ અને સામાજિક મુદ્દાઓ હોય કે ઇન્ડસ્ટ્રીની કોઈ વાત સ્વરા તેના કટાક્ષ માટે જાણીતી છે. એવામાં તાજેતરમાં અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો આ કારણે તેને ફિલ્મોમાં કામ કરવાની ઘણી તકો ગુમાવવી પડે છે.

અભિનેત્રી સ્વરા ભાસ્કરે 'તનુ વેડ્સ મનુ', 'રાંઝના' અને 'અનારકલી ઓફ આરા' જેવી ફિલ્મોમાં શાનદાર કામ કર્યું છે અને આ ફિલ્મોમાં તેના કામના ખૂબ વખાણ પણ થયા છે. આમ છતાં અભિનેત્રી ભાગ્યે જ મેઈન સ્ટ્રીમ ફિલ્મોમાં જોવા મળે છે. આ વિશે અભિનેત્રીનું કહેવું છે કે તેમના રાજકીય વિચારો અને સ્પષ્ટ મંતવ્યોને કારણે જ તેને કામ નથી મળી રહ્યું.

વિવાદાસ્પદ અભિનેત્રીનો ટેગ

સ્વરા ભાસ્કરે આ મુદ્દા વિશે વાત કરતાં કહ્યું હતું કે, “મને એક વિવાદાસ્પદ અભિનેત્રી તરીકે ટેગ કરવામાં આવી છે. ડિરેક્ટર્સ, પ્રોડ્યુસર અને ડિસ્ટ્રિબ્યુટર તમારા વિશે ખરાબ બોલવા લાગે છે અને ઈન્ડસ્ટ્રીમાં તમારી એક ઇમેજ બનાવવામાં આવે છે. એવું નથી કે આ વાત મને ખટકતી નથી, એમ છતાં હું હજુ અહીં ટકી છું. પરંતુ મને ખોટું એ લાગે છે કે મને જે સૌથી વધુ ગમે છે - અભિનય, એ કરવા માટે મને પૂરતી તકો નથી મળતી.'

Website Ad 3 1200_628

આગળ સ્વરાએ કહ્યું, 'હું એવું બતાવવા માંગતી નથી કે હું પરેશાન છું. મેં આ રસ્તો પસંદ કર્યો. મેં નક્કી કર્યું કે હું અવાજ ઉઠાવીશ અને મુદ્દાઓ પર મારો અભિપ્રાય વ્યક્ત કરીશ. હું મૌન રહેવાનું પણ પસંદ કરી શકું છું પણ મારે એ કરવું નથી. લોકો સાથેની વાતચીત પ્રમાણે મારો અભિપ્રાય બદલાતો નથી. હું દરેક સાથે સમાન છું. જો હું મારી વાત ખૂલીને નહીં કહું તો હું ગૂંગળામણથી મરી ગઈ હોત.'

વધુ વાંચો: સલમાન ખાનને ફરી જાનથી મારી નાખવાની ધમકી, સોશ્યલ મીડિયા પર ધમકી આપનારો ઝડપાયો

અંતે સ્વરા ભાસ્કરે કહ્યું કે તેની છેલ્લી ફિલ્મની સ્ક્રીનિંગ પછી પતિ ફહાદ અહેમદે કહ્યું હતું કે, 'મારે મારા મંતવ્યો અને દરેક મુદ્દાઓ પે અવાજ ઉઠાવવાનું બંધ કરવું જોઈએ, હું આમ કરીશ તો જ મને વધુ ફિલ્મો મળશે.' સાથે જ છેલ્લી ફિલ્મ વિશે વાત કરતાં અભિનેત્રીએ કહ્યું, "તે ફિલ્મ બહુ સારી ન ચાલી, પરંતુ મેં ખૂબ મહેનત કરી હતી.'

સંકળાયેલા મુદ્દાઓ

Swara Bhaskar and Fahad Ahmed Controversial Statements Swara Bhaskar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ