બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / શેર માર્કેટમાં પૈસા લગાવ્યાં તો ડૂબ્યાં સમજો, આ રાશિના જાતકોએ સાચવવું, મંગળના નક્ષત્ર પરિવર્તનથી ફાયદો કોને?
Last Updated: 12:58 PM, 17 June 2024
વૈદિક જ્યોતિષ અનુસાર નવગ્રહોમાં મંગળ ગ્રહને બધા ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે. જે વૃશ્ચિક અને મેષ રાશિના સ્વામી છે. મંગળ ગ્રહને સાહસ, પરાક્રમ, ઉર્જા અને શક્તિના કારક માનવામાં આવે છે. જ્યારે પણ ગ્રહોના સેનાપતિ રાશિ કે નક્ષત્ર પરિવર્તન કરે છે તો તેનો શુભ અને અશુભ બન્ને પ્રભાવ બધી રાશિઓના જીવન પર પડે છે.
ADVERTISEMENT
જૂન મહિનામાં એક વખત ફરીથીી મંગળનું નક્ષત્ર પરિવર્તન થવાનું છે. હિંદૂ પંચાંગ અનુસાર 19 જૂન 2024એ મંગળ ગ્રહ ભરણી નક્ષત્રમાં પ્રવેશ કરવાનો છે. આજથી બે દિવસ બાદ બુધવારે બપોરે 3.13 વાગ્યે મંગળ દેવ ભરણી નક્ષત્રમાં ગોચર કરશે. આવો જાણીએ કે મંગળના નક્ષત્ર પરિવર્તનનો નકારાત્મ પ્રભાવ કઈ રાશિના જાતકો પર સૌથી વધારે થવાની સંભાવના છે.
ADVERTISEMENT
વૃષભ
મંગળના નક્ષત્ર પરિવર્તનથી સૌથી વધારે મુશ્કેલી વૃષભ રાશિના લોકોને થઈ શકે છે. વેપારીઓને ધન હાનિ થઈ શકે છે. બિઝનેસમાં થઈ રહેલા સતત નુકસાનના કારણે પૈસાની કમીનો સામનો કરવો પડી શકે છે. શેર માર્કેટમાં લાગેલા પૈસા ડૂબી શકે છે. તેનાથી આર્થિક સ્થિતિ પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે.
મિથુન રાશિ
દાંપત્ય જીવનમાં મુશ્કેલી આવી શકે છે. જુની બીમારીનો દુખાવો ફરી થઈ શકે છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં અસફળતા મળી શકે છે. નોકરીયાકને આ સમય સમજી વિચારીને જોબ છોડવાનો નિર્ણય લેવો જોઈએ. આજના એક ખોટા નિર્ણયના કારણે ભવિષ્યમાં પૈસાની કમીનો સામનો કરવો પડી શકે છે.
કર્ક
જે લોકો લાંબા સમયથી પાર્ટનરશિપમાં કામ કરી રહ્યા છે તેમની સાથે ફ્રોડ થઈ શકે છે. ટૂંક સમયમાં જ તમારી પાર્ટનરશિપ તૂટી શકે છે. આ સમય કારને ધીમે અને આરામથી ચલાવો નહીં તે એક્સીડે્ટ થઈ શકે છે. જોબ બદવા માટે આ સમય અનુકુળ નથી.
ધન
કપડા સાથે જોડાયેલા વેપારીઓને મોટુ નુકસાન થઈ શકે છે. વિદ્યાર્થીઓને પોતાની મહેનત અનુસાર પરિણામ નહીં મળે. તેનાથી મન ઉદાસ રહી શકે છે. શિક્ષણ કાર્ય સાથે જોડાયેલા લોકોને આર્થિક નુકસાન થઈ શકે છે. જે બિઝનેસમેનનો સંબંધ વિદેશ વેપાર સાથે છે તેમને નુકસાન થઈ શકે છે. રિયલ એસ્ટેટમાં રોકાણના નુકસાન થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.