બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ગૌતમ ગંભીરના હેડ કોચ બનતા જ આ ચાર દિગ્ગજોની ટીમ ઈન્ડિયાથી વિદાય પાક્કી, BCCIએ માની લીધી આ 5 શરતો
Last Updated: 02:33 PM, 17 June 2024
ભારતીય મેંસ ક્રિકેટ ટીમના હેડ કોચના રૂપમાં પૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીરની નિયુક્તિ લગભગ પાક્કી થઈ ગઈ છે. હાલ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ ટી-20 વિશ્વ કપ બાદ ખતમ થઈ જશે. એવામાં સંભાવના છે કે જૂનના છેલ્લા અઠવાડિયામાં બીસીસીઆઈ ગંભીરની નિયુક્તિની ઓફિશ્યલ જાહેરત કરે.
ADVERTISEMENT
મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર ગૌતમ ગંભીર પોતાની શરતો પર હેડ કોચ બનવા માટે તૈયાર થયા છે. તેમણે BCCIની સામે અમુક ડિમાન્ડ મુકી જેને બોર્ડે સ્વીકારી તેના બાદ જ તેમણે હામી ભરી છે.
ADVERTISEMENT
ગૌતમ ગંભીરની 5 શરતો
ગંભીરની એન્ટ્રીથી આ 4 પ્લેટર્સની છુટ્ટી
42 વર્ષીય ગૌતમ ગંભીરની દેખરેખ, મેન્ટોરશિપમાં જ કોલકાતા નાઈટરાઈડર્સ 10 વર્ષ બાદ ત્રીજી વખત આઈપીએલ ટ્રોફી જીતી. હવે ગંભીર ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવા જઈ રહ્યા છે તો એટલું નક્કી છે કે ટીમમાં મોટા ફેરફાર થશે. આક્રામક વર્તન વાળી દિલ્હીના આ પૂર્વ ખેલાડીના આવ્યા બાદ આ ચાર ખેલાડીઓની છુટ્ટી થઈ શકે છે.
વિરાટ કોહલી
ત્રણેય ફોર્મેટમાં રેકોર્ડ બ્રેક રન બનાવનાર વિરાટ કોહલીએ ભારતને ઘણી મેચ જીતાડી છે. ગૌતમ ગંભીરનું માનવું છે કે હવે વિરાટને ફક્ત ટેસ્ટ અને વનડે ફોર્મેટ પર જ ફોકસ કરવું જોઈએ. ટી-20માં નવા ખેલાડીઓને મોકો મળવો જરૂરી છે.
રોહિત શર્મા
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ભારતના માટે 2007માં ડેબ્યૂ કર્યું હતું. વિરાટની કેપ્ટન્સી છોડ્યા બાદ તેમને કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. હાલ તે ત્રણેય ફોર્મેટમાં ભારતની આગેવાની કરી રહ્યા છે. પાછલા થોડા વર્ષોથી ટી20 ફોર્મેટમાં તેમનું પ્રદર્શન અપેક્ષા પ્રમાણે નથી. એવામાં ગંભીરના આવવાથી કદાચ રોહિત શર્મા હવે ત્રણેય ફોર્મેટ નહીં રમી શકે.
રવિંદ્ર જાડેજા
છેલ્લા ઘણા વર્ષોથી રવિંદ્ર જાડેજા વ્હાઈટ બોલ ફોર્મેટમાં ભારતીય ટીમમાં સારૂ પ્રદર્શન ન હોવા છતાં સિલેક્ટ થઈ રહ્યા છે. 2022 ટી20 વિશ્વ કપ, 2023 વન ડે વિશ્વ કપ, હાલનો ટી-20 વિશ્વ કપ પાછલી દરેક મોટી ટૂર્નામેન્ટમાં જાડેજાએ નિકાશ કર્યા છે. સ્પિનર ઓલરાઉન્ડર ફક્ત ટેસ્ટ જ સારી રમી શકે છે અને તે પણ સ્વદેશી પિચ પર, એવામાં ગૌતમ ગંભીરના કાર્યકાળમાં ફ્લોપ થઈ રહેલા જાડેજાનું કરિયર ખતમ થઈ શકે છે.
વધુ વાંચો: હોમ લોનની EMIથી છો પરેશાન? તો અપનાવો આ ટિપ્સ, મળશે જલ્દી-જલ્દી છૂટકારો
મોહમ્મદ શમી
છેલ્લુ નામ અમરોહા એક્સપ્રેસ મોહમ્મદ શમીનું છે. ભારતીય ફાસ્ટ બોલર માટે ગૌતમ ગંભીરની પાસે સ્પષ્ટ પ્લાન છે. ગંભીર શમીને ટેસ્ટમાં સતત રમાડવા માંગે છે. સાથે જ 2027 વનડે વિશ્વ કપ પણ તેમની રડારમાં છે. એવામાં હવે વર્કલોડ મેનેજમેન્ટના કારણે કદાચ મોહમ્મદ શમી તમને હવે ટી-20 ટીમથી બહાર થતા જોવા મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સ્પોર્ટ્સ / રસેલ, રિંકુ અને ઐયર... 50 કરોડ રૂપિયાના ખેલાડીઓ, પણ પ્રદર્શન ઝીરો! જાણો KKRના આ ખેલાડીઓ વિશે
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.