ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરતના સમાચાર / પાવાગઢમાં જૈન સમાજની મૂર્તિઓ ખંડિત થવા મામલે વિવાદનો અંત !, મૂર્તિઓ ફરી સ્થાપિત કરવા કામગીરી શરૂ
Last Updated: 04:27 PM, 17 June 2024
ADVERTISEMENT
પાવાગઢમાં જૈન મૂર્તિઓના વિવાદના જૈન સમાજમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. બીજા દિવસે પણ જૈન સમાજના લોકો એકઠા થયા હતા. ઠેર ઠેર આવેદન પત્ર આપી રોષ ઠાલવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતમાં કલેક્ટર કચેરીએ જૈન સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ ફરીથી મૂર્તિ પુન: સ્થાપિત કરવાની કામગીરી હાથ ધરાઈ છે.
ADVERTISEMENT
જૈન આચાર્યો અમે મહાત્માઓ ધરણાં પર ઉતર્યા
ADVERTISEMENT
જેમાં જૈન આચાર્યો અમે મહાત્માઓ ધરણાં પર ઉતર્યા હતો. જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી કલેક્ટર કચેરીથી નહીં ખસવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.. તો યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી થાય તેવી પણ માગ કરી રહ્યા છે.

ADVERTISEMENT
મૂર્તિઓ પુનઃ સ્થાપિત કરાશે
ADVERTISEMENT
યાત્રાધામ પાવાગઢ ખાતે જૈન મૂર્તિઓ ખંડિત થવા અને હટાવવાના મુદ્દે હવે હટાવેલી મૂર્તિઓ તાત્કાલિક પુનઃ સ્થાપિત કરવા કામગીરી હાથ ધરાઈ છે. સિમેન્ટ, કેમિકલ સહિતનું મટીરીયલ ખાસ કારીગરો સાથે પાવાગઢ ખાતે પહોંચાડવામાં આવ્યું છે. થોડી જ વાર માં મૂર્તિઓ પુનઃ સ્થાપિત કરાશે તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક અને વહીવટી તંત્રની નજર હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે.

ADVERTISEMENT
કુલ ચંદ્રવીજય આચાર્યનું નિવેદન
પવાગઢમાં મૂર્તી ખંડિત થવા મામલે જૈન મહારાજ કુલ ચંદ્રવીજય આચાર્ય ભગવતનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, પાવગઢમાં હજુ આપણી FIR નોંધાઇ નથી તેમજ જૈન સમાજ અહિંસક છે નપુસંક નથી. સત્તા એક્શન લેવા બંધાયેલી છે. ઉચ્ચકક્ષા સુધી રજુઆત અને વાત પહોંચડીશું. વધુમાં કહ્યું કે, એક દિવસ નહીં અઠવાડિયા સુધી બેસીસુ. આપણે લઘુમતીમાં છીએ તેના રક્ષણ માટે સત્તા બંધાયેલી છે
ADVERTISEMENT
વાંચવા જેવું: આવતી કાલે સામાન્ય સભામાં થશે નવા હોદ્દેદારોની જાહેરાત, CMના નિવાસસ્થાને નામોને અપાયો આખરી ઓપ
પદ્મબોધી મહારાજનું નિવેદન
સમગ્ર આ ઘટનાક્રમને લઈ પદ્મબોધી મહારાજએ જણાવ્યું કે, આપણે નોટ બેન્ક છીએ વોટ બેન્ક નથી. એટલે આપણે દર વખતે આજીજી કરવી પડે છે. આવતીકાલે આપણને વોટ બેન્ક વધારવી પડશે. આ આંદોલન આપણને પૂછે છે અને ચાર નોકરો પાળવા કરતા એક સંતાન વધુ ઉછેરો. અહીંથી કંઈક નક્કી કરવાનું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો