બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ફુલ ટાવર હોવા છતાં નથી આવતું ઈન્ટરનેટ? મોબાઈલમાં ચેન્જ કરો આ સેટિંગ આવશે જોરદાર સ્પીડ

ટેક ટિપ્સ / ફુલ ટાવર હોવા છતાં નથી આવતું ઈન્ટરનેટ? મોબાઈલમાં ચેન્જ કરો આ સેટિંગ આવશે જોરદાર સ્પીડ

Last Updated: 04:40 PM, 17 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોબાઈલમાં ફુલ ટાવર પકડાતું હોવા છતાં કેટલીક વખત ઈન્ટરનેટ નથી આવતું. જો તમારા ફોનમાં પણ આ સમસ્યા જોવા મળે તો મોબાઈલના સેટિંગમાં કેટલાક ચેન્જ કરી આ મુશ્કેલીમાંથી છુટકારો મેળવી શકો છો.

મોબાઈલ અને ઈન્ટરનેટ દરેક વ્યક્તિની જરૂરિયાત બની ગયું છે. લોકોને ઈન્ટરનેટ વગર એક દિવસ પણ ચાલતું નથી. લોકો You Tube, ઇન્સ્ટા, Facebook, whatsapp જેવી સોશિયલ સાઈટ્સ પર ખૂબ સમય પસાર કરે છે. અનેક લોકો કન્ટેન્ટ ક્રેએટ કરીને પૈસા પણ કમાતા હોય છે. તો કોઈ મન ફ્રેશ કરવા ઇન્ટરનેટનો યુઝ કરતા હોય છે. ઇન્ટરનેટ યુઝર્સને કેટલીક વખત કનેક્શનના પ્રોબ્લેમનો પણ સામનો કરવો પડે છે. જેમાં ફૂલ ટાવર પકડાતું હોવા છતાં ઈન્ટરનેટ એક્સેસ મળતું નથી. આવુ થવા પાછળના અનેક કારણ હોઈ શકે છે. જેને તમે સેટિંગમાં ચેન્જ કરી પણ એક્સેસ મેળવી શકો છો.

network

જો મોબાઈલ પર ઇન્ટરનેટ ના પકડાય તો તમારે સૌથી પહેલા એ બાબત ચેક કરવી કે તમારા નંબર પર ડેટા પેક એક્ટિવ છે કે નહીં. જો ડેટા પેક એક્ટિવ ના હોય તો પણ આવો પ્રોબ્લેમ થઈ શકે છે. ડેટા પેક એક્ટિવ હોય છતાં ઈન્ટરનેટ ના પકડાય તો કેટલાક સેટિંગ કરી ઈન્ટરનેટ એક્સેસ મેળવી શકો છો.

ઇન્ટરનેટ સિગ્નલની સ્ટ્રેંથ ચેક કરો

  • સ્ટ્રેંથ ચેક કરવા ફોન સેટિંગમાં જાઓ
  • About Device/About Phone ઓપ્શનમાં જાઓ
  • Status/SIM Status ઓપ્શન પસંદ કરો
  • ચેક કરો કે જે નંબર પર ઈન્ટરનેટ ચલાવાનું છે તે સ્લોટમાં લાગેલું છે કે નહીં
  • જો સ્લોટમાં ના લાગેલું હોય તો સિમ તે સ્લોટમાં લગાવો
  • સિમ સ્ટેટસમાં સિગ્નલ સ્ટ્રેંથ ચેક કરો
  • સ્ટ્રેંથ 50 dBm થી 70 dBm હોય તો સારું માનવામાં આવે છે
  • સ્ટ્રેંથ 71 dBm થી 90 dBm હોય તો ખૂબ સારું માનવામાં આવે છે
  • ત્યાર બાદ Airplane Mode ચેક કરો
  • જો Airplane મોડ ચાલુ હોય તો બંદ કરી દો

વાંચવા જેવું: કારમાં રહેલી આટલી ચીજોને રેગ્યુલર ચેક કરતા રહો, તમને ક્યારેય રસ્તા વચ્ચે નહીં રાખે

APN સેટિંગ કરો ચેન્જ

  • Sim APNમાં ચેન્જ કરવા સેટિંગમાં જાઓ
  • મોબાઈલ નેટવર્કનો વિકલ્પ પસંદ કરો
  • SIM કાર્ડ પર ટેપ કરો અને Access Point Names પર ક્લિક કરો
  • ઉપર દર્શાવેલા ત્રણ ડોટ્સ પર ટેપ કરો
  • Reset Access Points પર ક્લિક કરો
  • નવા પેજમાં રિસેટ કરવાનું કહેવામાં આવશે
  • નેટવર્ક રિસેટ કરો, ફોન રિસ્ટાર્ટ કરી નેટ ઓન કરો

આ સેટિંગ કર્યા બાદ પણ જો ઈન્ટરનેટ ના આવે તો સિમ કાર્ડ પ્રોવાઇડરનો સંપર્ક કરો અને કાર્ડ સ્વેપ કરાવો.

સંકળાયેલા મુદ્દાઓ

Internet Service SIM Card Setting Mobile Internet
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ