બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / અંતે T20 વર્લ્ડકપમાં સુપર 8નું ચિત્ર સ્પષ્ટ, જાણો ટીમ ઇન્ડિયાની ક્યારે કોની સામે ટક્કર, જુઓ શેડ્યૂલ
Last Updated: 11:12 AM, 17 June 2024
T20 વર્લ્ડ કપ 2024 ચાલી રહ્યો છે અને સુપર-8 રાઉન્ડ 19 જૂનથી શરૂ થઈ રહ્યો છે. આ વર્લ્ડ કપ 20 ટીમો રમવા આવી હતી, જેને પાંચ-પાંચના ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવી હતી અને દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમ સુપર-8માં જવાની હતી.
ADVERTISEMENT
Team India's Matches in Super 8 in this T20 World Cup 2024: 🇮🇳
— Tanuj Singh (@ImTanujSingh) June 17, 2024
- 20th June vs Afghanistan.
- 22nd June vs Bangladesh.
- 24th June vs Australia. pic.twitter.com/zttmk86fEr
સુપર-8 રાઉન્ડ 19 જૂનથી શરૂ
ADVERTISEMENT
ગઇકાલે સ્કોટલેન્ડ સામે ઓસ્ટ્રેલિયાએ જીતીને સુપર 8માં પ્રવેશ કર્યો હતો. તેમજ બાંગ્લાદેશ સુપર-8માં પહોંચનારી 8મી અને છેલ્લી ટીમ બની ગઈ છે. બાંગ્લાદેશે નેપાળને 21 રને હરાવીને સુપર 8માં પ્રવેશ કર્યો છે. સુપર 8માં પ્રથમ મેચ 19 જૂને અમેરિકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાવાની છે. આ પછી 20 જૂને ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો એકબીજા સામે ટકરાશે. આ પછી ભારતીય ટીમ 20 જૂને અફઘાનિસ્તાન સાથે રમશે.
ભારતીય ટીમ સુપર 8માં પોતાની પ્રથમ મેચ 20 જૂને અફઘાનિસ્તાન સાથે રમશે. આ પછી ભારતીય ટીમ તેની બીજી મેચ 22 જૂને રમશે, જ્યાં ભારતીય ટીમ બાંગ્લાદેશ સાથે ટકરાશે. ભારતીય ટીમ સુપર-8માં તેની છેલ્લી મેચ 24 જૂને સેન્ટ લુસિયામાં રમશે, જ્યાં તે ઓસ્ટ્રેલીયા સામે ટકરાશે. સુપર 8માં ભારતની તમામ મેચો ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે.
Men in Blue are ready for the Super 8 challenge! 🤩
— Sportskeeda (@Sportskeeda) June 17, 2024
Check out Team India's schedule for the second round of the T20 World Cup 2024 🏆🇮🇳#India #Super8 #RohitSharma #Sportskeeda pic.twitter.com/RNFG3LngMd
ગ્રુપ-1- ભારત, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ
ગ્રુપ-2- ઈંગ્લેન્ડ, અમેરિકા, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ
ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ આઈસીસીએ ગ્રુપથી લઈને વેન્યુ અને તારીખો સુધી બધુ ફિક્સ કરી દીધું હતું. એવામાં ટીમોને પ્રથમ રાઉન્ડમાં ટોપ કરવાનો કોઈ ફાયદો નહીં થાય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.