બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / આયર્લેન્ડ સામેની જીત સાથે પાકિસ્તાને કરી ટીમ ઈન્ડિયાની બરાબરી, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો આ રેકોર્ડ
Last Updated: 08:27 AM, 17 June 2024
T20 વર્લ્ડ કપ 2024ની 36મી મેચમાં રવિવારે પાકિસ્તાન ક્રિકેટ ટીમનો આયરલેન્ડનો સામનો થયો હતો અને આ મેચમાં પાકિસ્તાને આયર્લેન્ડને 3 વિકેટે હરાવ્યું હતું. તેની સામે આયર્લેન્ડને ટુર્નામેન્ટમાં એક પણ મેચ જીતવાની તક મળી નથી. શાહીન શાહ આફ્રિદીને તેની શાનદાર બોલિંગ અને બેટિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
Pakistan hold their nerve in Florida 🙌
— T20 World Cup (@T20WorldCup) June 16, 2024
Skipper Babar Azam's steely knock helps them clinch a thriller against Ireland 👏#T20WorldCup | #PAKvIRE | 📝: https://t.co/LlWP57Iklv pic.twitter.com/TeIlzpOBRZ
T20 વર્લ્ડ કપ 2024ની મેચ અમેરિકા સામેની હારથી શરૂ કરનાર પાકિસ્તાનનો અંત આયર્લેન્ડ સામેની જીત સાથે થયો. આયર્લેન્ડે 106 રન બનાવ્યા હતા અને તેની સામે પાકિસ્તાને 3 વિકેટે આયર્લેન્ડને હરાવ્યું હતું.
ADVERTISEMENT
જાણીતું છે કે પાકિસ્તાન અને આયર્લેન્ડ પહેલેથી જ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતા, એટલા માટે આ જીત હારથી T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં કોઈ ફરક નહીં પડે. જો કે આ મેચ જીતીને પાકિસ્તાની ટીમે ભારતીય ટીમના એક ખાસ રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
પાકિસ્તાની ટીમ T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ મેચ જીતવાના મામલે બીજા સ્થાને પહોંચી ગઈ છે અને પાકિસ્તાની ટીમે આયર્લેન્ડ સામેની મેચ જીતીને આ સિદ્ધિ મેળવી છે. સાથે જ પાકિસ્તાની ટીમે ભારતીય ટીમની બરાબરી કરી લીધી છે. આંકડાની વાત કરીએ તો T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત અને પાકિસ્તાન બંને ટીમોએ 30-30 મેચ જીતી છે. સાથે જ શ્રીલંકાની ટીમ 31 મેચ જીતીને નંબર 1 પર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.