બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:59 PM, 26 May 2024
સોમવારનો દિવસ મહાદેવની પૂજાનો દિવસ છે. આજના દિવસે કરવામાં આવેલા અમુક ઉપાય શિવજીને પ્રસન્ન કરે છે અને ભક્તો પર કૃપા વરસાવે છે. કહેવાય છે કે જે ભક્તો પર મહાદેવની કૃપા વરસે છે. તેમના જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા નથી આવતી. સાથે જ તે લોકો માલામાલ થઈ જાય છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર ભોલેનાથ પોતાના ભક્તોથી જલ્દી પ્રસન્ન થાય છે.
ADVERTISEMENT
શિવલિંગ પર કેટલીક વસ્તુઓ અર્પણ કરવાનું ખાસ મહત્વ
એવી માન્યતા છે કે સોમવારના દિવસે શિવલિંગ પર અમુક ખાસ વસ્તુઓ અર્પિત કરવાથી ભોલેનાથને પ્રસન્ન કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે. તો આજો જાણીએ સોમવારના દિવસે શું કરવું જોઈએ અને શું નહીં.
ADVERTISEMENT
સોમવારના દિવસે કરો આ ઉપાય
સોમવારના દિવસે શિવ મંદિર જાઓ અને શિવલિંગ પર બિલિપત્ર, અક્ષત, ચંદન, ધતૂરા અને આકડાના ફૂલ અર્પિત કરો. તેનાથી ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને ભક્તોની બધી મનોકામના પૂર્ણ કરે છે.
જો તમે કુંડળીમાં અશુભ ગ્રહો જેમ તે રાહુ-કેતુના પ્રભાવોને ઓછો કરવા માંગો છો તો આ દિવસે જળમાં કાળા તલ મિક્સ કરીને ભોલેનાથને અર્પિત કરો.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોની રાશિમાં શનિ, રાહુ-કેતુનો પ્રભાવ હોય છે. તેમને કાળા તલનો દિવો કરવાથી લાભ થાય છે.
સોમવારના દિવસે ઘીનો દીવો કરવાથી આખુ વર્ષ પૈસાની કમી નહીં થાય. ઘીના દિવા ભગવાન ભોલેનાથના સામે કરવાથી તે ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે.
સોમવારના દિવસે સ્નાન કરી શિવ મંદિર કે ઘરના મંદિરમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ 108 વખત કરો.
સોમવારના દિવસે શિવાલયમાં શિવલિંગ પર બિલિ પત્ર, અક્ષત, ચંદન, ધતુરા અને આંકડાના ફૂલ અર્પિત કરો. તેનાથી પણ ભગવાન શિવ પ્રસન્ન થઈને ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.