બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / રાજકોટના સમાચાર / Mahamanthan / કમાણીને જીવથી વ્હાલી સમજીને 28 લોકો બાદ પરિવારને જીવતા માર્યા!, જવાબદારો આ પીડાનો જવાબ આપશે?
Last Updated: 09:11 PM, 26 May 2024
જવાબદાર મીડિયાકર્મી તરીકે દુર્ઘટના બને ત્યારે દુર્ઘટના પાછળ શું બેદરકારી રહી ગઈ કે આવી દુર્ઘટના કઈ રીતે ટાળી શકાય તેની છણાવટ કરવી જરૂરી છે. રાજકોટના ગેમ ઝોનમાં બનેલી ઘટનાથી મારા-તમારા જેવા કેટલાય લોકો નિશબ્દ છે. કદાચ અંદર ઘૂઘવતો આક્રોશ હશે તો બોલી શકવાની સ્થિતિ નહીં હોય. જેમણે આ દુર્ઘટનામાં સ્વજન નથી ગુમાવ્યા એવા મારા-તમારા જેવા લોકો પણ જો બોલી શકવાની સ્થિતિમાં નથી તો જેમણે આ દુર્ઘટનામાં સ્વજન ગુમાવ્યા છે તેમની માનસિક સ્થિતિની માત્ર કલ્પના જ કરવી રહી. હવે આપણે જે કરવાનું છે એ એટલું જ છે કે વારંવાર જીવલેણ બેદરકારી દાખવતા ધંધાદારીઓને જીતવા નથી દેવાના. જિંદગી હોમાતી અથવા ડૂબતી રહે અને ધંધાદારીઓ નજીકના ભવિષ્યમાં જામીન મેળવીને બહાર જલસા કરતા રહે એવું હવે રાજ્યના જવાબદાર નાગરિક તરીકે આપણે નથી થવા દેવાનું. અમારા જ કેમેરા સામે હજુ ગઈકાલે જ જે ગોઝારી ઘટનાને 5 વર્ષ થયા તે તક્ષશિલા અગ્નિકાંડમાં મૃત્યુ પામેલી દીકરીના પિતા ભગ્ન હૃદયે એવું કહે છે કે આરોપીઓ અમારી નજર સામે કોર્ટમાંથી હસતાં-હસતાં નિકળી જાય છે. હદ તો એ વાતની છે કે જે તે સમયે વકીલોએ આરોપીનો કેસ ન લડવા નિર્ણય કર્યો હતો એ જ આરોપીને બચાવવા નામાંકિત વકીલો આગળ આવી રહ્યાં છે. હવે એ જવાબ મેળવવો જ પડશે કે રાજકોટનો ગેમ ઝોન ડેથ ઝોન બની ગયો ત્યાં સુધી જવાબદારો કેમ ઉંઘતા રહ્યાં, રાજ્યમાં 2013થી ફાયર પ્રિવેન્શન એક્ટ અસ્તિત્વમાં છે તો એ શું માત્ર કાગળ ઉપરનો વાઘ છે. ગેમઝોનને NOC નહતી અને તે 4 વર્ષથી સતત ચાલતો હતો આ કેટલી હદની બેદરકારી છે. હવે આપણે આગ લાગે ત્યારે કુવો ખોદવાને બદલે આવા જવાબદારોને આકરામાં આકરી સજા થાય તેવી આગ દિલમાં ક્યારે લગાવીશું.
ADVERTISEMENT
ગેમઝોનનો અગ્નિકાંડ
ADVERTISEMENT
રાજકોટ ગેમઝોનમાં થયેલા મૃત્યુ પછી પરિવારોનું આક્રંદ છે. ગેમઝોનમાં લાગેલી આગમાં થયેલી ચિચિયારી કરતા પણ વધુ આકરુ રુદન છે. SIT બની, કાર્યવાહીની વાતો પણ જેમણે સ્વજનો ગુમાવ્યા તેનું શું? પરિવારે પોતાના આધાર ગુમાવ્યા તેનું શું? ધંધાદારીઓને માત્ર કમાણી વ્હાલી છે, લોકોના જીવનું જે થવું હોય એ થાય અને જીવથી વ્હાલી કમાણી હોય એવા લોકો ફરી ફરીને કેમ જીતી જાય છે? લોકો મરતા રહે છે, બે દિવસ ઉહાપોહ થાય છે પછી ઠેરની ઠેર સ્થિતિ કેમ?
IPCની કઈ કલમ અંતર્ગત FIR?
304
308
337
338
114
FIRમાં કોના-કોના નામ?
આ પણ વાંચો: કોંગ્રેસના નેતાઓએ રાજકોટ ઘટના સ્થળની મુલાકાત કરી, શક્તિસિંહ હકીકત અંગે બોલ્યા
ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ શું કહે છે?
રાજ્ય અંતર્ગત આવેલી તમામ અગ્નિશમન સેવાઓ પ્રાદેશિક અધિકારીને આધીન રહેશે. સંકટની સ્થિતિમાં પ્રાદેશિક ફાયર ઓફિસરે કમાન્ડિંગ ઓફિસર તરીકે કાર્ય કરવાનું રહેશે. તેમજ ફેક્ટરી માલિક, ભોગવટો કરનારાઓએ ફાયર સેફ્ટી ઓફિસરની નિમણૂંક કરવાની રહેશે. ફેક્ટરી, કે ખાનગી જમીનમાં જે ફાયર સેફ્ટી ઓફિસર હોય તો લાયકાત ધરાવતો હોવો જોઈએ. નિમણૂંક પામેલા ફાયર સેફ્ટી ઓફિસરે પ્રાદેશિક અધિકારીને નિયમિત રિપોર્ટ મોકલવો પડશે. અગ્નિ શમન અધિકારી રાજીનામું આપે તો તાત્કાલિક બીજી નિમણૂંક કરવાની રહેશે. ફાયર સેફ્ટી ઓફિસરની નિમણૂંક ન થાય તો ફેક્ટરી, કે ખાનગી જગ્યા સીલ થઈ શકે છે. ફાયર સેફ્ટીની તાલિમ માટે તાલિમ કેન્દ્રો સ્થાપવા અને ફેક્ટરી, તંબુ માલિક કે ખાનગી જમીનના માલિકો પાસે ફાયર સેફ્ટીના સાધનો હોવા જોઈશે. ફાયર સેફ્ટીના સાધનો મૂળભૂત કક્ષાના હોવા જરૂરી છે. ફાયર સેફ્ટીના નિર્દેશોનું પાલન ન થાય તો તે જગ્યા બંધ કરી શકાશે. આગ ફાટી નિકળવાની સંભાવના હોય તેવા પદાર્થ સલામત સ્થળે ખસેડવાના રહેશે.આગ લાગવાની સંભાવના હોય તેવા પદાર્થ દૂર ન થાય તો નોટિસ અપાશે. નોટિસ અપાયા પછી પણ કાર્યવાહી ન થાય તો માલ-સામાન જપ્ત કરી શકાશે. હંગામી માળખું ઉભુ કરવાનું હોય ત્યારે ફાયર સેફ્ટીના સાધનો ફરજિયાત રાખવા. હંગામી માળખામાં ફાયર સેફ્ટીનું પાલન થયું છે કે નહીં તેની ચકાસણી કરવી. હંગામી માળખામાં ફાયર સેફ્ટીના નિયમો ન પળાયા હોય તો તેને સીલ કરવું
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT