બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / લંડનમાં નહીં ભારતની આ જગ્યા પર થશે અનંત-રાધિકાના લગ્ન, ટાઈમ ટેબલ આવ્યું સામે

અનંત રાધિકા વેડિંગ / લંડનમાં નહીં ભારતની આ જગ્યા પર થશે અનંત-રાધિકાના લગ્ન, ટાઈમ ટેબલ આવ્યું સામે

Last Updated: 11:23 PM, 25 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વર્ષના સૌથી મોટા લગ્ન એટલે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન લંડનમાં નહીં પરંતુ માત્ર મુંબઈમાં જ થવાના છે. અગાઉ એવી અટકળો હતી કે બંને લંડનના સ્ટોક પાર્ક એસ્ટેટમાં લગ્ન કરશે. હવે તેની ઘણી લેટેસ્ટ વિગતો સામે આવી છે.

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી લગ્ન કરવા જઈ રહ્યા છે. ગુજરાતના જામનગરમાં ત્રણ દિવસ સુધી ચાલેલા ગ્રાન્ડ પ્રિક્સ વેડિંગ ફંક્શન બાદ હવે અંબાણી પરિવારમાં લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અત્યાર સુધી એવી અટકળો હતી કે આ કપલના લગ્ન લંડનમાં મુકેશ અંબાણીની પ્રોપર્ટી સ્ટોક પાર્ક એસ્ટેટમાં થશે. પરંતુ નવી વિગત મુજબ બંને લગ્નના 7 ફેરા મુંબઈમાં જ લેશે. તેમના લગ્ન સાથે જોડાયેલી ઘણી નવી માહિતી પણ સામે આવી છે.

anant-ambani--final.jpg

લગ્નની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી

પરિવારના સૌથી નાના પુત્રના લગ્નને યાદગાર બનાવવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જામનગરમાં ભવ્ય પ્રિ વેડિંગ ફંક્શન બાદ તમામની નજર અનંત અને રાધિકાના લગ્ન પર છે. લગ્ન સ્થળને લઈને ઘણા સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનું ફંક્શન મુંબઈમાં 10 થી 12 જુલાઈ વચ્ચે યોજાશે. હિંદુ રીતિ-રિવાજ મુજબ યોજાનાર આ લગ્નનો શુભ સમય અનંત અને રાધિકાની કુંડળીના મેળના આધારે નક્કી કરવામાં આવશે. આ ત્રણ દિવસની અંદર બંનેની પીઠી, મહેંદી સેરેમની અને સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવશે. આ પછી લગ્ન અને રિસેપ્શન પણ મુંબઈમાં જ થશે. આ લગ્ન સમારોહ 'Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટર' અને અંબાણી પરિવારના ઘર 'Antilia' ખાતે યોજાશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પારિવારિક ધાર્મિક વિધિઓ ઘરે જ થશે અને રિસેપ્શન કન્વેન્શન સેન્ટરમાં યોજાશે.

વધુ વાંચો : સોના-ચાંદીમાં મોટી ઉથલપાથલ, ભાવમાં ધરખમ ઘટાડો, લેવાનું વિચારતા હોય તો જાણો લેટેસ્ટ રેટ

બીજી પ્રી-વેડિંગ સેરેમની

હવે આ બંનેની બીજી પ્રી-વેડિંગ સેરેમની ક્રુઝ શિપ પર ઉજવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ ક્રૂ શિપ 28મી મેની સાંજે અથવા 29મી મેની સવારે ઈટાલીથી રવાના થશે. 3 દિવસમાં દરિયામાં લગભગ 4400 કિમીની મુસાફરી કર્યા બાદ તે દક્ષિણ ફ્રાન્સ થઈને સ્વિટ્ઝર્લેન્ડ પહોંચશે. આ વખતે ક્રુઝ શિપમાં 300 VIP અને સ્ટાફ સહિત કુલ 800 લોકો મુસાફરી કરશે. આ વખતે ફરી એકવાર શાહરૂખ, સલમાન, આમિર, આલિયા અને રણબીર કપૂર જેવી સેલિબ્રિટીઓ પ્રી-વેડિંગમાં ભાગ લે તેવી શક્યતા છે. આ કાર્યક્રમમાં વિશ્વની અનેક પ્રખ્યાત હસ્તીઓ પણ ભાગ લેશે. માર્ચમાં મુકેશ અંબાણીએ ગુજરાતના જામનગરમાં અનંત-રાધિકાના લગ્નના પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કર્યું હતું. માર્ક ઝકરબર્ગથી લઈને બિલ ગેટ્સે તેમાં ભાગ લીધો હતો. કેનેડા, સ્વીડન અને કતારના ઘણા રાજકારણીઓ, ભૂટાનના રાજા અને રાણી અને ઇવાન્કા ટ્રમ્પે પણ હાજરી આપી હતી. જ્યારે રિહાન્નાથી માંડીને દિલજીત દોસાંઝ, શાહરૂખ ખાન, આમિર ખાન અને સલમાન ખાન સુધીના પરફોર્મન્સ આપવામાં આવ્યા હતા. જ્યારે રિલાયન્સ ગ્રૂપે આ જ પ્રસંગે ‘વનતારા’ પણ લોન્ચ કર્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

wedding RadhikaMerchant AnantAmbani
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ