બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / 'કોંગ્રેસની સરકાર હતી ત્યારે પ્લોટ હરાજીથી...', શક્તિસિંહ ગોહિલના આક્ષેપ પર જુઓ શું બોલ્યા ઋષિકેશ પટેલ

પ્રતિક્રિયા / 'કોંગ્રેસની સરકાર હતી ત્યારે પ્લોટ હરાજીથી...' શક્તિસિંહ ગોહિલના આક્ષેપ પર જુઓ શું બોલ્યા ઋષિકેશ પટેલ

Last Updated: 01:13 PM, 17 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શક્તિ સિંહ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોનો રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદ યોજી જવાબ આપ્યો તેમણે કહ્યું કે સત્તા વિહોણી કોંગ્રેસ હવે રઘવાઇ થઇ ગઇ છે

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કરેલા ઔદ્યોગિક ઝોનમાં કથિત ભ્રષ્ટાચારના આક્ષેપોનો રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે વળતો જવાબ આપ્યો છે..જેમાં કોંગ્રેસના શાસનથીજ ઉદ્યોગગૃહોને જમીન ફાળવવાની નીતિ ચાલી આવતી હોવાનું કહેવાયું છે.

શક્તિસિંહે શું આક્ષેપ કર્યા હતા ?

શક્તિ સિંહે આક્ષેપ કર્યો હતો કે દહેજ અને સાયખા ઔધોગિક ઝોનમાં 12.20 અબજનો ભ્રષ્ટાચાર થયો હતો. આ ભ્રષ્ટાચાર આચરવા માટે અનેક યોજનાઓ લાવવામાં આવી હતી. GIDC વિકસિત બને તે માટે પ્લોટ ફાળવવાની જાહેરાત કરાઇ,પહેલા અરજીઓ મંગાવી બાદમાં બેઠા ભાવે જમીન ન ફાળવી અરજીઓ રદ કરાઈ. ભ્રષ્ટાચારનું ષડયંત્ર રચાયા બાદ નવો પરિપત્ર જાહેર કરાયો હોવાનું પણ તેમણે જણાવ્યુ હતું. સમગ્ર કૌભાંડમાં 3.50 અબજનું સરકારી તિજોરીને નુકસાન થયું હોવાનો શક્તિસિંહે આક્ષેપ કર્યો હતો. શક્તિસિંહે માંગ કરી હતી કે સેચ્યુરેટેડ-અનસેચ્યુરેટેડ ઝોનનુ કાવતરું કરનાર સામે FIR કરવામાં આવે

સત્તા વિહોણી કોંગ્રેસ રઘવાઇ થઇ છે

જેનો જવાબ આપતા ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદ યોજી જણાવ્યુ હતું કે છેલ્લા 29 વર્ષથી ભાજપની ભરોસાની સરકાર ગુજરાતમાં છે,અને હજૂ પણ તેના પર લોકોનો ભરોસો અકબંધ છે. સત્તા વિહોણી કોંગ્રેસ ભૂતકાળમાં આક્ષેપો સાબિત કરી શકી નથી અને હવે રઘવાઈ થઈ છે. તેમણે કહ્યુ કે તથ્યોના ઉંડાણમાં ગયા વગરજ ખોટા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. સાથે જ તેમણે કોંગ્રેસ પર વિકાસના માર્ગમાં રોડા નાંખવાનો આક્ષેપ કર્યો.

આ પણ વાંચોઃ સિક્કિમ ભૂસ્ખલન દુર્ઘટનાને લઇને રાજ્ય સરકાર સતત સંપર્કમાં, ગુજરાતના 30થી વધુ પ્રવાસીઓ સહી સલામત

કોંગ્રેસની સરકાર હતી ત્યારથી ચાલી આવે છે ઉદ્યોગગૃહોને જમીન આપવાની નીતિઃ ઋષિકેશ પટેલ

તેમણે કહ્યું કે વર્ષ 1962માં કોંગ્રેસની સરકાર હતી ત્યારથી ઉદ્યોગગૃહોને જમીન આપવાની નીતિ ચાલી આવે છે.. તેમણે કહ્યું કે કોંગ્રેસના સમયમાં ક્યારેય હરાજી થઇ નથી. સાથે જ કહ્યું કે જીઆઇડીસી એ નોન પ્રોફિટ સંસ્થા છે.

PROMOTIONAL 12

સંકળાયેલા મુદ્દાઓ

Congress Shaktisinh Gohel BJP Governmen
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ