બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / તંત્રની બેદરકારી છતી થઈ! રાજકોટની ઘટના બાદ ગુજરાતમાં 25થી વધુ ગેમઝોન કરાયા બંધ

એક્શન / તંત્રની બેદરકારી છતી થઈ! રાજકોટની ઘટના બાદ ગુજરાતમાં 25થી વધુ ગેમઝોન કરાયા બંધ

Last Updated: 07:52 PM, 26 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટની આગ દુર્ઘટના બાદ અલગ-અલગ ઠેકાણે ગેમ ઝોન પર અધિકારીઓની ટીમ ત્રાટકી હતી અને ફાયર સેફ્ટી સહિતના નિયમોનું પાલન થયું છે કે કેમ તેને લઇને તપાસ કરી હતી

દાહોમાં અલગ-અલગ ઠેકાણે અધિકારીઓની ટીમ ત્રાટકી હતી અને નિયમો નેવે મુકી ચાલતા ગેમ ઝોન સામે કાર્યવાહી હાથ ધરી હતી. અહીં છ જેટલા પોકેટ ગેમ ઝોન સીલ કરી દેવાયા હતા

DAHOD

તે જ રીતે ભાવનગરમાં પણ મહાનગર પાલિકાની ટીમ દ્વારા અલગ-અલગ ગેમ ઝોન પર તપાસ હાથ ધરવામાં આવી હતી અને ફાયર સેફટી વગર ચાલતા ગેમ અલગ-અલગ ગેમ ઝોન સામે કાર્યવાહી કરાઇ હતી

BHAV NAGAR

ફાયર સેફ્ટી સહિતના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી માટે નવસારીમાં પણ અધિકારીઓની ટીમ અલગ-અલગ ગેમ ઝોન પર પહોંચી હતી..અહીંના ફન કિડ્ડો નામથી ચાલતા ગેમઝોન પર અધિકારીઓએ પહોંચી નિયમોનું પાલન થાય છે કે કેમ તેની ચકાસણી કરી હતી

NAVSARI

એ જ રીતે સુરેન્દ્ર નગરમાં પણ અધિકારીઓએ ચેકિંગ હાથ ધર્યુ હતું. અને ફાયરસેફ્ટી વગર ચાલતા ગેમ ઝોનને તાત્કાલીક ધોરણે બંધ કરાવ્યા હતા

surendra nagar

ગીર-સોમનાથના વેરાવળ ખાતે પણ અધિકારીઓએ વિવિધ ગેમ ઝોન પર ચેકિંગ હાથ ધર્યુ હતું. અને ફાયર સેફ્ટી વગર ચાલતા ગેમ ઝોન સામે કાર્યવાહી શરૂ કરી હતી.

verval game zone

આમ રાજ્યભરમાં નિયમોને નેવે મુકીને ચાલતા ગેમ ઝોન સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જો કે હાલ તો આ કાર્યવાહી ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી જણાઇ રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Checking Game Zone Fire Sefty
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ