બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / અનસૂયા સેનગુપ્તાએ રચ્યો ઈતિહાસ, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીતનારી પહેલી ભારતીય

મનોરંજન / અનસૂયા સેનગુપ્તાએ રચ્યો ઈતિહાસ, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીતનારી પહેલી ભારતીય

Last Updated: 02:48 PM, 25 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનસૂયા સેનગુપ્તાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઈતિહાસ રચી દીધો છે. અભિનેત્રી અનસૂયાને તેની ફિલ્મ 'ધ શેમલેસ' માટે અન સર્ટન રિગાર્ડ કેટેગરીમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે, જેના પછી તે આ એવોર્ડ મેળવનારી પ્રથમ ભારતીય અભિનેત્રી બની ગઈ છે.

આ વખતે પણ ભારતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં ધૂમ મચાવી દીધી છે. વિશ્વભરના મનોરંજન ઉદ્યોગના સ્ટાર્સ આ ઇવેન્ટમાં ભાગ લેવા પહોંચ્યા, તો કેટલાકે સ્ટાર્સે ઇતિહાસ રચી દીધો છે. આ વખતે કાન્સ 2024માં ભારતીય સેલિબ્રિટીઓએ ઘણી લાઇમલાઇટ મેળવી છે. પહેલીવાર ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કોઈ સ્ટારે આ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. પ્રદીપ પાંડે ચિન્ટુએ રેડ કાર્પેટ પર ચાલીને ઈતિહાસ રચી દીધો તો બીજી તરફ આ ઈવેન્ટમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીતનારી અનસૂયા સેનગુપ્તાએ પણ ઈતિહાસ રચી દીધો છે, જે બાદ હવે તે ભારતીય અભિનેત્રી બની ગઈ છે કે જેને અન સર્ટન રિગાર્ડ કેટેગરીમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે.

anasuya-sengupta-2

અનસૂયા સેનગુપ્તાને મળ્યો શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ

બલ્ગેરિયન દિગ્દર્શક કોન્સ્ટેન્ટિન બોજાનોવની ફિલ્મ 'ધ શેમલેસ'ની મુખ્ય અભિનેત્રી અનસૂયા સેનગુપ્તાએ 2024 કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં અન સર્ટન રિગાર્ડ કેટેગરીમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીતીને ઈતિહાસ રચી દીધો છે. કોલકાતાની રહેવાસી અનસૂયા સેનગુપ્તા આ કેટેગરીમાં એવોર્ડ જીતનાર પહેલી ભારતીય અભિનેત્રી છે અને તે ભારત માટે ગર્વની વાત છે. જણાવી દઈએ કે આ ઈવેન્ટ 25 મે, શનિવારે ખતમ થશે.

જાણો 'ધ શેમલેસ' ફિલ્મ વિશે

'ધ શેમલેસ' ફિલ્મનું પ્રીમિયર 17 મેના રોજ કાન્સમાં થયું હતું. આ ફિલ્મ એક શોષણકારી અને અવ્યવસ્થિત દુનિયાની વાર્તા દર્શાવવામાં આવી છે, જેમાં બે મહિલાઓની પીડા અને વેદના બતાવવામાં આવી છે. બંને મહિલાઓ સમાજનાં બંધનને તોડવા માંગે છે. અનસૂયા સેનગુપ્તાએ આ ફિલ્મમાં રેણુકાનું પાત્ર ભજવ્યું છે જે એક પોલીસકર્મીની ચાકુ મારીને હત્યા કરીને દિલ્હીથી ભાગી જાય છે. આ ફિલ્મ હિન્દીમાં જોઈ શકો છો.

વધુ વાંચો: 'રૂપિયા માટે કરવા પડતા ગંદા રોલ', એક્ટ્રેસ નીના ગુપ્તાએ બોલિવુડને લઇને કર્યો ચોંકાવનારો ખુલાસો

કોણ છે અનસૂયા સેનગુપ્તા

જણાવી દઈએ કે અનસૂયાએ નેટફ્લિક્સ શો 'મસાબા મસાબા'નો સેટ ડિઝાઇન કર્યો હતો. તેણે પ્રોડક્શન ડિઝાઇનર અને હવે અભિનેત્રી તરીકે પોતાની ઓળખ બનાવી છે. 'ધ શેમલેસ' નેટફ્લિક્સ પર જોઈ શકાય છે. યુકે સ્થિત ભારતીય ફિલ્મ નિર્માતા માનસી મહેશ્વરીની એનિમેટેડ ફિલ્મ 'બન્નીહૂડ', કરણ કંધારીની 'સિસ્ટર મિડનાઈટ', મૈસમ અલીની પ્રથમ ફિલ્મ 'ઈન રિટ્રીટ', પલોમી બાસુ અને સીજે ક્લાર્કની 'માયા - ધ બર્થ ઓફ સુપરહીરો'એ પણ કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં ઘણી વાહવાહી મેળવી.

સંકળાયેલા મુદ્દાઓ

Cannes Film Festival Anasuya Sengupta Entertainment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ