બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટ / ગુનેગારોને આ આક્રંદ દેખાય છે? પોલીસ તપાસ ક્યાં પહોંચી, ધંધાની લહાયમાં કેમ ભૂલાયા નિયમો?
Last Updated: 07:16 PM, 26 May 2024
રાજકોટ અગ્નીકાંડમાં ઘટના બની છે. પરંતુ અહીં સવાલ એ થતો હશે કે, આ 34 લોકોના મોત પાછળ જવાબદાર કોણ છે. ક્યા પાપીઓના કારણે આજે આ ઘટના બની છે..? આ એક સવાલ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના લોકોના મનમાં ઉઠી રહ્યો છે. કારણ કે, અગ્નીકાંડની આ ઘટનામાં 28થી વધુ માસૂમોએ જિંદગી ગુમાવી છે. આ માસૂમના જીવ ગયા તે પાછળ જવાબદાર લોકોના નામ છે
ADVERTISEMENT
6 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધાઈ
ADVERTISEMENT
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેમાં આખરે 6 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે. ધવલ ભરતભાઇ ઠક્કર, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા તેમજ કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ કનૈયાલાલ હિરન, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિતભાઇ રાઠોડ સામે ફરિયાદ નોંધાઈ છે.
વાંચવા જેવું: રાજકોટ ગેમઝોન બની ગયું ડેથઝોન ! 5 મૃતદેહોના DNA થયા મેચ, પરિવારને સોંપાશે મૃતદેહો
રાજકોટ અગ્નિકાંડમાં નોંધાઈ ફરિયાદ
અત્રે જણાવીએ કે, તમામ આરોપીઓ સામે હત્યા, ગુનાહિત કાવતરું સહિત બેદરકારીની કલમો અંતર્ગત ગુનો નોંધાયો છે. આરોપીઓ ફાયર સેફ્ટીના પૂરતા સાધનો અને NOC વિના ગેમઝોન ચલાવી રહ્યા હતા જેનો પણ ઘટસ્ફોટ થયો છે. માનવ જીવનને જોખમમાં નાખી ગેમઝોન ચલાવી રહ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
જોકે આ કેસમાં સૌથી મોટો ઘટસ્ફોટ ફાયર એનોસીને લઈને થયો છે. TRP ગેમઝોન પાસે ફાયર NOC નહોતી અને આ વાતનો સ્વીકાર ખુદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કર્યો છે. જેને લઈને પણ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
ઘટના કેમ ઘટી તે અંગે કોઇ ખ્યાલ ન હોવાનો યુવરાજસિંહનું નિવેદન
અગ્નિકાંડ બાદ ગેમિંગ ઝોનનાં માલિક યુવરાજસિંહે પોલીસ સામે હાથ અધ્ધર કર્યા છે. યુવરાજસિંહે આ સમગ્ર મામલે નિવેદન આપ્યું હતું કે, અગ્નિકાંડની ઘટના ક્રમ કેમ ઘટી તે અંગે કોઈ ખ્યાલ ન હોવાનો યુવરાજસિંહે નિવેદન આપ્યું હતું કે, હું પોતે પાણીની લાઈન લઈ આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હું મીડલ ક્લાસ માણસ છું. મુખ્ય માલિક રાહુલ રાઠોડ છે. ગોંડલનો રાહુલ રાઠોડ માલિક અને રાજસ્થાનનો પ્રકાશ જૈન પાર્ટનર હોવાનો ખુલાસો થયો છે. રાહુલ રાઠોડ અને પ્રકાશ ઘટના બાદ પોલીસ પકડથી દૂર હતા. તેમજ ગેમિંગ ઝોનનાં મેનેજર પજ્ઞેશ પાઠકે ફાયર વિભાગને કોલ કર્યો હતો. તેમજ પોલીસે મેનેજર પજ્ઞેશ પાઠકની પૂછપરછ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.