બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / BIG NEWS : રાહુલ ગાંધી રાયબરેલીથી સાંસદ, પ્રિયંકા ગાંધી વાયનાડથી લડશે ચૂંટણી

રાજનીતિમાં મોટું / BIG NEWS : રાહુલ ગાંધી રાયબરેલીથી સાંસદ, પ્રિયંકા ગાંધી વાયનાડથી લડશે ચૂંટણી

Last Updated: 07:43 PM, 17 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ યુપીની રાયબરેલી બેઠક જાળવીને કેરળની વાયનાડ બેઠક છોડવાનો નિર્ણય લીધો છે.

રાયબરેલી કે વાયનાડ? કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફેંસલો કરી લીધો છે. રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક છોડીને યુપીની રાયબરેલીથી સાંસદ બની રહેવાનો નિર્ણય કર્યો છે. તાજેતરની લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડ એમ બન્ને બેઠકો પરથી ચૂંટાયાં છે પરંતુ હવે તેમણે એક બેઠક ખાલી કરી આપી છે. રાહુલની બેઠક નક્કી કરવા માટે કોંગ્રેસ પ્રમુખ ખરગેના ઘેર મોટી બેઠક મળી હતી જેમાં આ નિર્ણય લેવાયો હતો. રાહુલ ગાંધી હવે વાયનાડ બેઠક પરથી રાજીનામું આપશે.

પ્રિયંકા ગાંધી વાયનાડથી લડશે ચૂંટણી

રાહુલે છોડેલી બેઠક પર હવે પેટા ચૂંટણી થશે. વાયનાડ પર હવે પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે.

શું બોલ્યાં ખરગે

કોંગ્રેસ પ્રેસિડન્ટ ખરગેએ એવું કહ્યું કે રાહુલ ગાંધી રાયબરેલથી સાંસદ બની રહેશે તેમણે કહ્યું કે પ્રિયંકા ગાંધી વાયનાડથી પેટાચૂંટણી લડશે. ખરગેએ મીડિયા સાથેની વાતચીતમાં પ્રિયંકા ગાંધીના સ્લોગન 'લડકી હું, લડ સકતી હું'નો પણ ઉલ્લેખ કર્યો હતો.

પરિવારની પરંપરાગત બેઠક જાળવી રાખી

રાહુલ ગાંધીએ ગાંધી પરિવારની પરંપરાગત અને કોંગ્રેસની ગઢ ગણાતી રાયબરેલી બેઠક જાળવી રાખીને જનતાને એક મોટો મેસેજ આપ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Rahul Gandhi wayanad Rahul Gandhi Raebareli Rahul Gandhi Raebareli seat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ