બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / વીડિયોઝ / Cricket / વિરાટ શોર્ટ્સ પહેરીને બીચ પર પહોંચ્યો, ટીમ ઈન્ડિયાના સાથી ખેલાડીઓ સાથે રમ્યો વોલીબોલ, સામે આવ્યો મજેદાર વીડિયો
Last Updated: 07:18 PM, 17 June 2024
ટીમ ઈન્ડિયા ટી-20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. ભારતે હવે સુપર-8માં પોતાની પ્રથમ મેચ 20 જૂને અફઘાનિસ્તાન સામે રમવાની છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝમાં શાનદાર ચિલઆઉટ કર્યું હતું. રોહિત શર્મા અને ટીમનો સોમવારે BCCIના ઓફિશિયલ એક્સ હેન્ડલ પર ટીમ ઈન્ડિયાની મસ્તી સાથે જોડાયેલો એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. તમામ ભારતીય ખેલાડીઓ માત્ર શોર્ટ્સ પહેરેલા જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
📍 Barbados
— BCCI (@BCCI) June 17, 2024
Unwinding at the beach 🌊, the #TeamIndia way! #T20WorldCup pic.twitter.com/4GGHh0tAqg
ટીમ ઈન્ડિયાએ 22 જૂને અફઘાનિસ્તાન સામે પ્રથમ સુપર-8 મેચ બાદ 22 જૂને બાંગ્લાદેશ સામે મેદાનમાં ઉતરવાનું છે. સુપર-8માં ભારતની ત્રીજી અને છેલ્લી મેચ 24 જૂને ઓસ્ટ્રેલિયા સામે થશે. સુપર-8માં ચાર-ચાર ટીમોના બે ગ્રુપ બનાવવામાં આવ્યા છે. જે ટીમ ત્રણમાંથી ઓછામાં ઓછી બે મેચ જીતશે તે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન બનાવશે. દરેક ગ્રુપમાંથી બે ટીમ આગળના રાઉન્ડમાં જશે.
ADVERTISEMENT
રોહિત શર્મા સુપર-8 પહેલા પોતાના પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કરવાનું પસંદ નહીં કરે. હાલમાં રિષભ પંત શાનદાર ફોર્મમાં છે. જો કે વિરાટ કોહલીનું ફોર્મ ચિંતાનો વિષય છે. તે લીગ તબક્કાની એક પણ મેચમાં બેટથી યોગદાન આપી શક્યો ન હતો. બેટિંગ કોચ વિક્રમ રાઠોડનું કહેવું છે કે વિરાટ નેટમાં ફુલ ફોર્મમાં દેખાય છે.
વધુ વાંચોઃ અંતે T20 વર્લ્ડકપમાં સુપર 8નું ચિત્ર સ્પષ્ટ, જાણો ટીમ ઇન્ડિયાની ક્યારે કોની સામે ટક્કર, જુઓ શેડ્યૂલ
તેના બેટમાંથી રનનો અભાવ અત્યારે ચિંતાનો વિષય નથી. અત્યાર સુધી ભારત કોઈ પણ મેચમાં મોટો સ્કોર કરી શક્યું નથી. હવે ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓએ વેસ્ટ ઈન્ડિઝની પીચોને ધ્યાનમાં રાખીને પ્રથમ બેટિંગ દરમિયાન મોટો લક્ષ્યાંક નક્કી કરવાની યોજના બનાવવી પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.