બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા ? રાજકોટની દૂર્ઘટના ગાંધીનગરમાં પડઘા, 19 ગેમેઝોનને કરાયા બંધ

LIVE અપડેટ્સ / ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા ? રાજકોટની દૂર્ઘટના ગાંધીનગરમાં પડઘા, 19 ગેમેઝોનને કરાયા બંધ

Last Updated: 10:10 PM, 26 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot Game Zone Fire Live Update: રાજકોટના TRP ગેમઝોનમાં ફાટી નીકળેલી આગ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજકોટ જેવા શહેરમાં લાંબા સમયથી ધમધમતા આ ગેમઝોન પાસે ફાયર NOC જ ન હોવાનો ઘટસ્ફોટ થયો છે

રાજકોટમાં અગ્નીકાંડની ઘટના બની છે. જે કમનસીબ દુર્ઘટના 34 લોકોની જિંદગી ભરખી ગઈ છે. અહીં સવાલ એ થતો હશે કે, આ 33 લોકોના મોત પાછળ જવાબદાર કોણ છે. ક્યા પાપીઓના કારણે આ ઘટના બની છે..? ભોગ બનાનાર પરિવારમાં પણ માતમનો માહોલ છવાયો છે. પરિવારની એક જ માંગ છે કે, પોતાની દીકરી-સંતાન કે પરિજન પરત આવે. પરંતુ તેમને કોણ સમજાવે કે, તેમને આગ ભરખી ગઈ છે અને હવે તે પાછા ક્યારેય પરત નહીં ફરે

TRP ગેમઝોન અગ્નિકાંડમાં તપાસનો ધમધમાટ

કોંગ્રેસે કેન્ડલ માર્ચ યોજીને શ્રદ્ધાંજલિ પાઠવી

May 26, 2024 22:08

રાજકોટના ગેમઝોન અગ્નિકાંડના મૃતકોને પ્રદેશ કોંગ્રેસ સમિતિએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. શહેરના બહુમાળી ચોક ખાતે નેતાઓએ કેન્ડલ માર્ચ કાઢી હતી. પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ હાજર રહ્યાં હતાં. કેન્ડલ માર્ચ યોજીને શ્રદ્ધાંજલિ પાઠવી.

GUJARAT

જૂનાગઢમાં ગેમઝોન સિલ કરાયું

May 26, 2024 20:55

જૂનાગઢમાં રોયલ ગેમઝોન સિલ કરાયું છે. કમિશનરના આદેશથી બધા ગેમઝોનમાં સિલ કરવા સવારથી કામગીરી શરૂ કરાઈ હતી. જેમાં સૂરજ મલ્ટીપ્લેક્સના રોયલ ગેમ ઝોનને સિલ કરાયું છે. ફાયરની સેફ્ટી ન હોવાના કારણે સિલ કરાયું છે.

GAME ZONE

રાજકોટની દૂર્ઘટનાના ગાંધીનગરમાં પડઘા

May 26, 2024 20:13

રાજકોટના ગેમઝોનમાં અગ્નિકાંડ બાદ ગાંધીનગરમાં પડઘા પડ્યાં છે. મહાપાલિકાએ 19 ગેમેઝોનને બંધ કર્યા છે. 19માંથી 4 ગેમઝોન અગાઉ બંધ કરાયા હતા. ફાઇવ ઇલેવન ગો કોર્ટ બંધ કરાયું છે. ગયા વર્ષે મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રી સહિતના નેતાઓની હાજરીમાં ઉદ્ઘાટન થયું હતું. ચિલોડા અને કુડાસણમાં એક ગેમઝોન બંધ કરાવાયા છે.

શક્તિસિંહ ગોહિલ રાજકોટ પહોંચા

May 26, 2024 18:43

ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટનાને પગલે શક્તિસિંહ ગોહિલ રાજકોટ સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા છે, રાજકોટમાં સ્થાનિક નેતાઓ સાથે બેઠક કરશે, ત્યારબાદ ઘટના સ્થળની મુલાકાત લેશે

5 મૃતદહોના DNA મેચ થયા

May 26, 2024 17:29

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં 5 મૃતદહોના DNA મેચ થયા છે. પ્રદીપસિંહ ચૌહાણના સ્વજનોના DNA મેચ થયા છે. રાજભા ચૌહાણ, વિરેન્દ્રસિંહ જાડેજા, ધર્મરાજસિંહ જાડેજાના DNA મેચ થયા તેમજ ગુડ્ડુબા જાડેજા, ઓમદેવસિંહ ગોહિલના પણ DNA મેચ થયા છે.

રાજભા પ્રદીપસિંહ ચોહાણ(ઉ.વ.15)

વીરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.42)

ધર્મરાજસિંહ જાડેજા (ઉ.વ.14)

ગુડડુબા હિતેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.10)

ઓમદેવસિંહ ગોહિલ (ઉ.વ.31)

શું અધિકારીઓની મીઠી નજર હતી?

May 26, 2024 16:26

રાજકોટના TRP ગેમઝોનને લઇને મોટો ખુલાસા થઈ રહ્યાં છે. TRP ગેમઝોન પર અનેક અધિકારીઓની મીઠી નજર હોવાનો ખુલાસો થયો છે. પૂર્વ કલેક્ટર,પોલીસ કમિશનર,તત્કાલિન કલેક્ટર અરૂણ મહેશ બાબુ,મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ મુલાકાત લીધી હતી. વર્ષ 2022માં ગેમઝોનની મુલાકાત લઇ શુભેચ્છા આપી હતી. તત્કાલીન SP બલરામ મીણા અને DCP પ્રવીણ મીણાએ પણ હાજરી આપી હતી. અધિકારીઓના મુલાકાતની તસવીર સામે આવી છે. જે તસવીર બાદ લોકોમાં અનેક પ્રકારની ચર્ચા શરૂ થઈ છે

Capture

TRP ગેમઝોનમાં બિયરના ટીન મળ્યા

May 26, 2024 16:02

રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ઘટના સ્થળે NDRFની ટીમ પહોંચી છે. કાટમાળમાંથી માનવ અવશેષો મળી આવ્યા છે. કેટલાક લોકોના ફોટોગ્રાફ પણ મળી આવ્યા છે. કાટમાળમાં સ્ટ્રક્ચરની પણ તપાસ કરવામાં આવી છે. TRP ગેમઝોનમાં બિયરના ટીન મળ્યા છે. પોલીસે ઓફિસમાંથી બિયરના ટીન કબજે કર્યા છે

biyar

NOC જ ન હોવાનો ઘટસ્ફોટ

May 26, 2024 16:02

રાજકોટના TRP ગેમઝોનમાં ફાટી નીકળેલી આગ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજકોટ જેવા શહેરમાં લાંબા સમયથી ધમધમતા આ ગેમઝોન પાસે ફાયર NOC જ ન હોવાનો ઘટસ્ફોટ થયો છે.

લાઇવ ટીવી

logo લાઇવ ટીવી
વધુ જુઓ log

સૌથી વધુ વંચાયેલું

અન્ય લાઇવ અપડેટ

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ