બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / પાપુઆ ન્યુ ગિનીમાં ભૂસ્ખલનથી ભારે તબાહી, લોકો કાટમાળ નીચે દટાયા, 300થી વધુના મોત

ઓ બાપ રે! / પાપુઆ ન્યુ ગિનીમાં ભૂસ્ખલનથી ભારે તબાહી, લોકો કાટમાળ નીચે દટાયા, 300થી વધુના મોત

Last Updated: 08:13 AM, 26 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુક્રવારે ઉત્તરી પાપુઆ ન્યુ ગિનીમાં થયેલા ભૂસ્ખલનમાં મૃતકોની સંખ્યા 300ને પાર પહોંચી ગઈ છે અને હજુ આ આંકડો વધવાની સંભાવના છે.

ઉત્તરી પાપુઆ ન્યુ ગિનીમાં ભયાનક ભૂસ્ખલનમાં મૃત્યુઆંક હવે 300ને પાર કરી ગયો છે. શુક્રવારે થયેલા ભૂસ્ખલનમાં 1182 ઘર દબાઈ ગયા. ઓસ્ટ્રેલિયાના વિદેશ અને વેપાર વિભાગે શનિવારે જણાવ્યું કે મુલિતાકા વિસ્તારમાં છથી વધારે ગામો પ્રભાવિત થયા છે. અહેવાલો અનુસાર, મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે.

શુક્રવારે સ્થાનિક સમય અનુસાર લગભગ 3 વાગે એક મોટા ભૂસ્ખલનને પાપુઆ ન્યુ ગિનીની રાજધાની પોર્ટ મોરેસ્બીથી 600 કમી ઉત્તર પશ્ચિમમાં સ્થિત એંગા પ્રાંતના કાઓકલામ ગામમાં તબાહી મચાવી દીધી, જેમાં પહેલા લગભગ 100 લોકોના મારવાના અહેવાલો આવ્યા હતા, પરંતુ હવે આ આંકડો વધીને 300 પર પહોંચી ગયો છે.

મૃતકોની સંખ્યા વધવાની આશંકા

પાપુઆ ન્યુ ગિનીની રાજધાની પોર્ટ મોરેસ્બીમાં ઓસ્ટ્રેલિયન હાઈ કમિશન, નુકસાન અને મૃત્યુનું મૂલ્યાંકન કરવા અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશને કહ્યું છે કે મૃત્યુઆંક વધવાની સંભાવના છે.

પીએમ જેમ્સ મારાપે કહી આ વાત

ભૂસ્ખલનથી હાઈવે બંધ થઈ ગયો છે, અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચવા માટે હેલિકોપ્ટરની મદદ લેવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. વડા પ્રધાન જેમ્સ મારાપે જણાવ્યું હતું કે આપત્તિ અધિકારીઓ, સંરક્ષણ દળ અને વર્ક્સ અને હાઇવે વિભાગ રાહત અને બચાવની કામગીરીમાં મદદ કરી રહ્યા છે.

કાટમાળ નીચે દટાયેલા મૃતદેહોને બહાર કાઢવામાં લાગ્યા લોકો

સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોમાં લોકો કાટમાળ નીચે દટાયેલા મૃતદેહોને બહાર કાઢતા જોવા મળે છે. ચારે બાજુ મોટા પથ્થરો અને તૂટેલા ઝાડ પડેલા દેખાઈ રહે છે. જેના કારણે મકાનોને પણ નુકસાન થયું છે. ટ્રાફિકને પણ અસર થઈ છે. મીડિયામાં બહાર આવી રહેલી માહિતી અનુસાર, ટાપુ રાષ્ટ્રમાં ભૂસ્ખલનને કારણે પોરગેરા સોનાની ખાણમાં કામ પ્રભાવિત થયું છે. બેરિક ગોલ્ડ દ્વારા બેરિક ન્યૂ ગિની લિમિટેડ વતી તેનું સંચાલન કરવામાં આવે છે. જો કે બેરિક ગોલ્ડે આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

વધુ વાંચો: કાળઝાળ ગરમીથી અસરગ્રસ્ત રાજ્યોની સંખ્યા વધી , હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ આગ ઓકતું આકાશ

જણાવી દઈએ કે પાપુઆ ન્યુ ગિનીની વસ્તી લગભગ 1 કરોડ છે. તે ઓસ્ટ્રેલિયા પછી સૌથી વધુ વસ્તી ધરાવતો દક્ષિણ પેસિફિક દેશ છે. ઓસ્ટ્રેલિયાની વસ્તી 2 કરોડ 70 લાખ છે. આ વિસ્તારમાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Papua New Guinea Landslide In Papua New Guinea
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ