બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / 'ગુજરાતમાં અમારી અપેક્ષા મુજબ પરિણામ...', EVM તથા ચૂંટણી રિઝલ્ટ પર શું બોલ્યા કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક
Last Updated: 02:14 PM, 17 June 2024
કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની હાજરીમાં કોંગ્રેસની સમિક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું. ચૂંટણીના પરિણામોને લઈને મુકુલ વાસનિકે કહ્યું પરિણામ અમારી અપેક્ષા મુજબ નથી આવ્યા
ADVERTISEMENT
અમે પોલિટિકલ અફેર્સ કમિટી સાથે પરિણામોની ચર્ચા કરીશુંઃ મુકુલ વાસનિક
લોકસભા ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસ દ્વારા સમિક્ષા કરાઈ...કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની હાજરીમાં કોંગ્રેસની સમિક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું...ચૂંટણીના પરિણામોને લઈને મુકુલ વાસનિકે કહ્યું કે, અમે પોલિટિકલ અફેર્સ કમિટી સાથે પરિણામોની ચર્ચા કરીશું...ગુજરાતના પરિણામ અમારી અપેક્ષા મુજબ નથી આવ્યા...
ADVERTISEMENT
પાર્ટીના જિલ્લા પ્રમુખો સાથે બેઠક યોજાશે
તેમણે કહ્યું કે આગામી સમયમાં જિલ્લા પ્રમુખો સાથે પણ બેઠક કરીશું...સાથે જ તેમણે કહ્યું કે,ગુજરાતની ભૂમિ કોંગ્રેસ વિચારધારાની રહી છે...અમે લોકોનો વિશ્વાસ સંપાદિત કરવામાં નિષ્ફળ રહ્યાં છીએ...અમે ચૂંટણીપંચ સામે EVMને લઈને વાંધાઓ રજૂ કર્યા હતા...જે પ્રશ્નો આવી રહ્યાં છે તે અંગે સ્પષ્ટતા થવી જોઇએ.
કોંગ્રેસે 26માંથી માત્ર 1 બેઠક જીતી છે
મહત્વપૂર્ણ છે કે આ વખતે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે 8 થી 10 બેઠકો જીતવાનો દાવો કર્યો હતો પરંતુ માત્ર બનાસકાંઠાની એક બેઠક સિવાય કોંગ્રેસ એકપણ બેઠક જીતી શકી નથી. ભાજપે ગુજરાતની 26માંથી 25 બેઠકો પર કબ્જો કર્યો છે.. જો કે કોંગ્રેસ માટે રાહતની વાત એ રહી છે કે ભાજપ આ વખતે ગુજરાતમાં ક્લિન સ્વિપ કરવામાં નિષ્ફળ રહ્યું છે.
આ પણ વાંચોઃ 'કોંગ્રેસની સરકાર હતી ત્યારે પ્લોટ હરાજીથી...' શક્તિસિંહ ગોહિલના આક્ષેપ પર જુઓ શું બોલ્યા ઋષિકેશ પટેલ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.