બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / શરીરને દઝાડી મૂકે તેવો તાપ! રાજસ્થાન-પાક બોર્ડર પર 55 ડિગ્રી તાપમાન, છતાં વીર જવાનો ખડેપગે

હિટવેવ / શરીરને દઝાડી મૂકે તેવો તાપ! રાજસ્થાન-પાક બોર્ડર પર 55 ડિગ્રી તાપમાન, છતાં વીર જવાનો ખડેપગે

Last Updated: 06:17 PM, 26 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રણની રેતી પર ચાલતી વખતે ઘણી વખત પગરખાંના સોલ પણ ઓગળવા લાગે છે

ભારત-પાકિસ્તાનમાં જેસલમર સાથેની પશ્ચિમી આંતરરાષ્ટ્રીય સરહદ આ દિવસોમાં ભારે ગરમી પડી રહી છે. ગરમીની સાથે જાણે આકાશમાંથી આગના ગોળા વરસી રહ્યા હોય તેવું લાગી રહ્યુ છે. સરહદનું તાપમાન 55 ડિગ્રીથી ઓળંગી ગયું છે અને આ પ્રચંડ ગરમીમાં બીએસએફ જવાન અને મહિલા જવાન દેશની સુરક્ષા માટે દિવસ અને રાત ફરજ કરી દેશની રક્ષા કરી રહ્યા છે.

રાજસ્થાન આ દિવસોમાં તીવ્ર ગરમી છે. આખા રાજ્યમાં અગન જવાળા વરસી રહી છે અને ગરમ લૂની ચપેટમાં લોકો આવી રહ્યા છે. ભારત અને પાકિસ્તાનની પશ્ચિમ સરહદ પર બાળી નાખતી ગરમી પડી રહી છે. રણ પ્રદેશ ગ્નીની નદી બની હોય તેવો માહોલ છે. સરહદ પરનું તાપમાન 55 ડિગ્રી સેલ્સિયસને ઓળંગી ગયું છે અને બીએસએફ પુરુષ અને સ્ત્રી સૈનિકો આ સરહદ પર દેશને સુરક્ષિત રાખવા માટે ફરજ પર છે.

bsf

હવામાન વિભાગનું કહેવું છે કે સિંધ, બલુચિસ્તાન અને થર રણ જેવા વિસ્તારોમાંથી આવતા, આખા પ્રદેશમાં ગરમ ​​અને શુષ્ક પશ્ચિમી પવન ફૂંકાતા હોય છે. આ પવન એવા વિસ્તારોમાંથી પસાર થાય છે જ્યાં તાપમાન 50 ડિગ્રી સુધી પહોંચે છે. આને કારણે આખા રાજસ્થાનમાં ભીષણગરમી પડી રહી છે.

ભારત-પાકિસ્તાન સરહદ પર આકાશમાંથી આગ વરસી રહી છે

રાજસ્થાનની ભારત-પાકિસ્તાન સરહદ પર ગરમીનો પ્રકોપ યથાવત છે. 1 અઠવાડિયાથી ભારત અને પાકિસ્તાનની પશ્ચિમ સરહદ પરના તાપમાનને માપવાનું ઉપકરણ 54 થી 56 ડિગ્રી તાપમાન બાવી રહ્યુ છે. સ્થિતિ એ છે કે જ્યારે તે 56 ડિગ્રી સુધી પહોંચે છે, ત્યારે આ તાપમાન માપેલું ઉપકરણ પણ જામ થઇ જાય છે. અને તાપમાનને બદલે સ્ક્રીન કાળી થઈ જાય છે. અહેવાલ મુજબ છેલ્લા 100 વર્ષોમાં આવી ગરમી ક્યારેય આવી નથી. સરહદ પર બીએસએફ કેમ્પની અંદરનું તાપમાન પણ 53 થી 54 ડિગ્રી છે.

ભારત-પાકિસ્તાન સરહદ પર તારંબી નજીક મુરર પોસ્ટ પર આગના ગોળા વરસી રહ્યા હોય તેવી ભયાનક ગરમી છે. 10 મિનિટ અરી રોકાયા હોય તો જાણે એવુ લાગે કે શરીર પીગળી રહ્યુ છે. પરંતુ આવી તીવ્ર ગરમી પછી પણ સૈનિકો દેશની સુરક્ષામાં રોકાયેલા છે. એવું નથી કે તમે ગરમી, માથા પરની ટોપી અને ચહેરા પર ફટકા, પાણીની બોટલ હાથમાં, આંખો પર ગોગલ્સ લગાવો એટલે સુરજના કહેરથી રાહત મળશે.. આ સૈનિકો કહે છે કે રેતી એવી રીતે ભઠ્ઠી બની જાય છે કે રેતી પર ચાલતી વખતે ઘણી વખત પગરખાંના સોલ પણ ઓગળવા લાગે છે.

રાજસ્થાનની ભારત-પાકિસ્તાન સરહદ પર શીયાળામાં તાપમાન શુન્ય ડિગ્રી સુધી પહોચે છે.પરંતુ ઉનાળામાં 50 ડિગ્રીથી ઉપર પહોંચે છે. આવી ભયંકર ગરમીમાં દેશના જવાનો ઉટ પર બેસીને પેટ્રોલિગ કરે છે. આ ઉનાળામાં પહેલીવાર એવુ છે જ્યારે દિવસનો પારો છેલ્લા એક અઠવાડિયાથી 50 ડિગ્રીથી ઉપર હતો.

bsf9.jpg

પ્રચંડ ગરમીમાં મહિલા સૈનિકો ફરજ પર

પ્રચંડ ગરમીમાં બીએસએફ મહિલા જવાન પણ દેશ પ્રત્યેની તેમની ફરજ ચલાવી રહ્યા છે. બીએસએફની સ્ત્રી જવાને કહ્યું કે સરહદ પોસ્ટ્સ પરનું તાપમાન 50 થી 52 ડિગ્રીથી ઉપર ચાલે છે, તેઓ બુલંદ હૌસલા સાથે ફરજ બજાવી રહ્યા છે. આ આગ ઝરતી ગરમીમાં સૈનિકોને બીષણ ગરમી અને લૂ થી બચવાની સૂચના આપવામાં આવી છે. આ સિવાય તેઓને હંમેશાં લીંબુ અને ડુંગળી સાથે રાખવાનું કહેવામાં આવ્યું છે.

અન્ય મહિલા જવાને કહ્યું કે સરહદ પરનું તાપમાન 52 થી 53 ડિગ્રી ગરમી પર પહોંચી ગયું છે જેથી આંખો ખોલવામાં મુશ્કેલી પડે છે. ગરમીથી બચાવવા માટે માથા અને આંખો માટે ખાસ પ્રકારના ગોગલ્સ પહેરવામાં આવે છે. મહિલા સૈનિકો કહે છે કે ગરમીને કારણે ફોલ્લા પણ પગમાં પડે છે. સૈનિકો પણ હીટ સ્ટ્રોકનો શિકાર બને છે, પરંતુ તેમ છતાં તે બધા દેશને બચાવવા માટે જોશ સાથે સીમા પર રક્ષા કરે છે.

વધુ વાંચોઃ ઓડિશામાં BJP ઉમેદવારની EVM તોડવાના આરોપમાં ધરપકડ, મતદાન પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવાનો પણ આરોપ

રાજસ્થાનમાં મોટાભાગના જિલ્લામાં તાપમાન 45ને પાર

રાજસ્થાનના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોચ્યો છે. જેસલમેરમાં મહત્તમ તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસ, બાડમેરમાં 48 ડિગ્રી, જાલોરમાં 47 ડિગ્રી, જોધપુરમાં 48 ડિગ્રી, ગંગાનગરમાં 47 ડિગ્રી, કોટામાં 46 ડિગ્રી, ચિત્તોડગઢમાં 45 ડિગ્રી, બીકાનેરમાં 47 ડિગ્રી, ભીલવાડામાં 45 ડિગ્રી, ફતેહપુરમાં 45 ડિગ્રી, અને જયપુરમાં 47 ડિગ્રી આસપાસ તાપમાનનો પારો પહોચ્યો છે.

(Photo: x/BSF_Rajasthan)

સંકળાયેલા મુદ્દાઓ

BSF Jawan Rajasthan Rajasthan heat ભીષણ ગરમી રાજસ્થાન
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ