બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / ઓડિશામાં BJP ઉમેદવારની EVM તોડવાના આરોપમાં ધરપકડ, મતદાન પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવાનો પણ આરોપ

લોકસભા ચૂંટણી 2024 / ઓડિશામાં BJP ઉમેદવારની EVM તોડવાના આરોપમાં ધરપકડ, મતદાન પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવાનો પણ આરોપ

Last Updated: 03:17 PM, 26 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : ધારાસભ્ય તેમની પત્ની સાથે બૂથ પર મતદાન કરવા ગયા પરંતુ EVM ખરાબ થવાના કારણે તેમને વોટ આપવા માટે થોડો સમય રાહ જોવી પડી અને પછી......

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી વચ્ચે ઓડિશાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ઓડિશાના ખુરદામાં એક BJP ઉમેદવારની EVM માં તોડફોડ કરવા માટે ધરપકડ કરવામાં આવી છે, હકીકતમાં EVMમાં ખામીને કારણે તેમને મતદાન કરવા માટે લાંબા સમય સુધી લાઇનમાં રાહ જોવી પડી હતી. ચિલ્કાના BJP ધારાસભ્ય પ્રશાંત જગદેવને આ વખતે ખુર્દા વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ઓડિશામાં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ રહી છે. આ ઘટના શનિવારે બેગુનિયા વિધાનસભા ક્ષેત્રના બોલાગાડ બ્લોકના કૌનરીપટનાના બૂથ 114 પર બની હતી.

ચિલ્કાના BJP ધારાસભ્ય પ્રશાંત જગદેવ તેમની પત્ની સાથે બૂથ પર ગયા હતા પરંતુ EVM ખરાબ થવાના કારણે તેમને વોટ આપવા માટે થોડો સમય રાહ જોવી પડી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેમની અને પ્રિસાઇડિંગ ઓફિસર વચ્ચે દલીલ થઈ હતી. દરમિયાન તેણે ટેબલ પરથી EVM ખેંચ્યું અને તે પડી ગયું અને તૂટી ગયું. પોલીસ અધિક્ષક અવિનાશ કુમારે જણાવ્યું કે, પ્રિસાઇડિંગ ઓફિસરની ફરિયાદના આધારે ધારાસભ્યની ધરપકડ કરવામાં આવી છે.

SPએ કહ્યું કે, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ સિવાય જગદેવ વિરુદ્ધ આઈપીસીની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કોર્ટે પ્રશાંત જગદેવને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો અને હાલમાં તે ખુર્દા જેલમાં બંધ છે. અવિનાશ કુમારે કહ્યું કે, પ્રિસાઇડિંગ ઓફિસરે તેમની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, ધારાસભ્યએ બૂથ પર ખલેલ પહોંચાડી હતી. મતદાન પ્રક્રિયામાં વિક્ષેપ પાડ્યો હતો અને મતદાન કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કરી હતી. તેમણે કહ્યું કે, અમે જિલ્લા ચૂંટણી અધિકારીને ઘટનાના સીસીટીવી ફૂટેજ ચેક કરવા વિનંતી કરી છે.

વધુ વાંચો : દેશમાં કાળ બન્યો શનિવાર, રાજકોટ અને દિલ્હીમાં અગ્નિકાંડ સહિતની દુર્ઘટનામાં 56થી વધુ લોકોના મોત

આ તરફ ભાજપના એક નેતાએ દાવો કર્યો હતો કે, પ્રશાંત જગદેવ પરના આરોપો રાજકીય રીતે પ્રેરિત છે. તેમણે આરોપ લગાવ્યો કે, પ્રિસાઇડિંગ ઓફિસરે ઘણા મતદારો સાથે ગેરવર્તણૂક કરી અને ધારાસભ્ય સાથે પણ આવું જ કર્યું. બીજી તરફ રાજ્યની સત્તારૂઢ BJDએ પણ મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)ને ફરિયાદ દાખલ કરીને પ્રશાંત જગદેવ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. BJDના પ્રવક્તા સસ્મિત પાત્રાએ આરોપ લગાવ્યો કે, તેઓએ બૂથમાં મતદાન કર્મચારીઓ પર હુમલો કર્યો અને પછી ભુવનેશ્વરના સાંસદ અપરાજિતા સારંગીની કારમાં છુપાઈને સ્થળ પરથી ભાગી ગયા. તમને જણાવી દઈએ કે,શનિવારે રાજ્યની 6 લોકસભા સીટો અને 42 વિધાનસભા સીટો માટે એક સાથે મતદાન થયું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Lok Sabha Election Odisa Lok Sabha Election 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ