બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / રાજકોટ / દેશમાં કાળ બન્યો શનિવાર, રાજકોટ અને દિલ્હીમાં અગ્નિકાંડ સહિતની દુર્ઘટનામાં 56થી વધુ લોકોના મોત
Last Updated: 02:16 PM, 26 May 2024
Saturday Accident In India : શનિવારની રાત દેશના જુદા જુદા વિસ્તારો માટે કાળ સમાન બની હતી. વાત જાણે એમ છે કે, શનિવાર બપોરથી રાત સુધી આગની અનેક ઘટનાઓમાં અત્યાર સુધીમાં અનેક બાળકો સહિત 56થી વધુ લોકોના મોત થયા છે. જેમાં દિલ્હીની હોસ્પિટલમાં આગ, ગુજરાતના રાજકોટમાં ગેમ ઝોનમાં આગ અને ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં એક દુ:ખદ માર્ગ અકસ્માતનો સમાવેશ થાય છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોમાંથી ઘણાની હાલત નાજુક હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા છે. આ અકસ્માતોમાં અનેક લોકોની બેદરકારી સામે આવી છે. એક તરફ લોકો ગરમીથી પરેશાન હતા તો બીજી તરફ આગના બનાવોથી લોકો ત્રસ્ત બન્યા હતા.
ADVERTISEMENT
રાજકોટમાં 30થી વધુ લોકોના મોત
ADVERTISEMENT
રાજકોટ ગેમિંગ ઝોનમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 12 બાળકો સહિત 34 લોકોના મોત થયા છે. જોકે મૃત્યુઆંક વધી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ફાયર સેફ્ટી માટે કોઈપણ પ્રકારની એનઓસી લીધા વગર ગેમ ઝોન ચાલી રહ્યો હતો. આ ગેમિંગ ઝોનમાં અંદાજે 1000 થી 1500 લિટર પેટ્રોલ અને 1500 થી 2000 લિટર ડીઝલ રાખવામાં આવ્યું હોવાનું પણ બહાર આવ્યું છે.
#WATCH | Delhi: Morning visuals from a newborn Baby Care Hospital in Vivek Vihar where a massive fire broke out last night claiming the lives of 6 newborn babies.
— ANI (@ANI) May 26, 2024
One newborn baby is on the ventilator and 5 others are admitted to a hospital. pic.twitter.com/cLvIUWIx9e
દિલ્હી બેબી કેર હોસ્પિટલમાં આગથી 7 બાળકોના મોત
આ તરફ દેશની રાજધાની દિલ્હીના વિવેક વિહારમાં બેબી કેર હોસ્પિટલમાં શનિવારે રાત્રે આગ ફાટી નીકળી હતી. આ કરૂણ અકસ્માતમાં 7 બાળકો દાઝી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર મોડી રાત્રે 12 બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા જેમાંથી 7 બાળકોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
દિલ્હીમાં મકાનમાં આગ લગતા 3 લોકોના મોત
આ સાથે દિલ્હીના કૃષ્ણા નગર સ્થિત એક રહેણાંક મકાનમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માતમાં 10 લોકો ઘાયલ થયા છે. દિલ્હી ફાયર સર્વિસ યુનિટે 7 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. અકસ્માતમાં 10 સ્કુટી અને બાઇક બળીને રાખ થઇ ગયા હતા. ફાયર ડાયરેક્ટર અતુલ ગર્ગે જણાવ્યું કે આ દુર્ઘટના રાત્રે 2.30 વાગ્યે થઈ હતી, જેની માહિતી કંટ્રોલ રૂમને આપવામાં આવી હતી.
UP: 11 people dead, 10 injured after truck turns turtle on bus in Shahjahanpur
— ANI Digital (@ani_digital) May 26, 2024
Read @ANI Story | https://t.co/XNRquAobvH#UttarPradesh #ShahJahanpur #accident pic.twitter.com/XYTvVKF8j0
વધુ વાંચો : રાજસ્થાનમાં રેકોર્ડ બ્રેક ગરમી, ફલૌદીમાં પારો 50 ડીગ્રી પહોંચ્યો, 28 લોકોના મોત
ઉત્તરપ્રદેશ માર્ગ અકસ્માતમાં 11 લોકોના મોત
આ તરફ ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં શનિવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે, જ્યારે 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. માર્ગ અકસ્માતનો ભોગ બનેલા આ તમામ લોકો સીતાપુર જિલ્લાના રહેવાસી હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ લોકો પૂર્ણગિરી માતાના દર્શન કરવા માટે ઉત્તરાખંડ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં આ દુર્ઘટના ઘટી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.