બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:06 PM, 26 May 2024
Rajasthan Today Weather Update : આપણાં પાડોશી રાજ્ય રાજસ્થાનમાં આ વખતે ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. પશ્ચિમ રાજસ્થાનના ફલોદીમાં તાપમાન 50 ડિગ્રીએ પહોંચી ગયું હતું. જેના કારણે શરીરમાં બળતરા થવા લાગી. રાજસ્થાનના ફલોદીમાં જ નહીં પરંતુ તેની નજીકના બાડમેર અને જેસલમેરમાં પણ તાપમાન 48 ડિગ્રીને પાર કરી ગયું હતું. શનિવારે આકરી ગરમીમાં વધુ આઠ લોકોએ જીવ ગુમાવ્યા છે. આખી મરુધરા તપેલીની જેમ બળી રહી છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે. બે-ત્રણ દિવસ સુધી આ જીવલેણ ગરમીથી રાહત નહીં મળે,તેથી લોકોએ સાવચેત રહેવું જોઈએ અને જરૂરી સાવચેતી રાખવી જોઈએ.
ADVERTISEMENT
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ફલોદીમાં શનિવારે તાપમાન 50 ડિગ્રીએ પહોંચી ગયું હતું જેણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા, તે સામાન્ય કરતાં 6.9 ડિગ્રી વધારે હતું. આ સાથે જ આજુબાજુના જેસલમેર, જોધપુર અને બાડમેર ઉપરાંત બિકાનેર, ગંગાનગર, ચુરુ અને કોટામાં ભારે ગરમીને કારણે લોકો અને પશુ-પક્ષીઓ નબળા પડી ગયા હતા. આકરી ગરમીમાં હીટસ્ટ્રોકના કારણે વધુ આઠ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ પહેલા શુક્રવારે પણ 8 લોકોના મોત થયા હતા. ગુરુવારે ગરમીના કારણે 12 લોકોના મોત થયા હતા. એ અલગ વાત છે કે હજુ સુધી તેમનું મોત ગરમીના કારણે થયું હોવાનું સરકારે માન્યું નથી. શનિવાર સુધી સરકારે સ્વીકાર્યું છે કે હીટ સ્ટ્રોકના કારણે માત્ર 6 લોકોના મોત થયા છે.
Phalodi in Rajasthan recorded a Maximum Temperature of 49.0°C on 24th May 2024#heatwave #heatwavealert #weatherupdate #rajasthanheatwave #phalodiheatwave@moesgoi@DDNewslive@ndmaindia@airnewsalerts pic.twitter.com/xzMK5bjcQD
— India Meteorological Department (@Indiametdept) May 25, 2024
ADVERTISEMENT
તાપમાનમાં હજી થશે વધારો ?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લગભગ સમગ્ર રાજસ્થાન ભારે ગરમીની લપેટમાં છે. જોધપુર, બિકાનેર, કોટા, જયપુર, અજમેર અને ઉદયપુર ડિવિઝનમાં મોટાભાગના સ્થળોએ તીવ્ર ગરમી નોંધાઈ છે. સૌથી વધુ લઘુત્તમ તાપમાન પણ બાડમેરમાં 33.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આ પણ સામાન્ય કરતાં 6.1 ડિગ્રી વધારે છે. આગામી બે-ત્રણ દિવસમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. રાત્રે પણ ગરમ પવનો ફૂંકાય તેવી શક્યતાઓ છે.
રાજસ્થાનના રસ્તાઓ પર અઘોષિત કર્ફ્યુ
રાજસ્થાનમાં કાળઝાળ ગરમીના કારણે સમગ્ર રાજ્યમાં સવારે 11 વાગ્યા પછી રસ્તાઓ પર અઘોષિત કર્ફ્યુની સ્થિતિ છે. સમગ્ર રાજ્યમાં ગરમી અને વીજળીના અભાવે હાહાકાર મચી ગયો છે. મોટી સંખ્યામાં હીટ સ્ટ્રોકના કેસો હોસ્પિટલોમાં આવી રહ્યા છે. હીટ વેવને જોતા રાજ્ય સરકાર ફુલ એલર્ટ મોડ પર છે. વીજળી, પાણી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે.
વધુ વાંચો : 'રેમલ' વાવાઝોડું આજે રાત્રે પશ્ચિમ બંગાળમાં ટકરાય તેવી શક્યતા, IMDનું રેડ એલર્ટ જાહેર
જાણો રાજસ્થાનના મુખ્ય શહેરોનું તાપમાન
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.