બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મોહન ભાગવતની ચિંતા બાદ અમિત શાહ એક્ટિવ, બોલાવી હાઈ લેવલ મીટિંગ, આર્મી ચીફ હાજર

એક્શન / મોહન ભાગવતની ચિંતા બાદ અમિત શાહ એક્ટિવ, બોલાવી હાઈ લેવલ મીટિંગ, આર્મી ચીફ હાજર

Last Updated: 08:20 PM, 17 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મણિપુર હિંસા મામલે એક મોટી બેઠક બોલાવી હતી જેમાં આર્મી ચીફ પણ હાજર રહ્યાં હતા.

સંઘ પ્રમુખ મોહન ભાગવત દ્વારા મણિપુર હિંસા મામલે આડકતરી રીતે ટકોર કરવામાં આવ્યાં બાદ કેન્દ્ર સરકાર એક્ટિવ મોડમાં આવી છે. મણિપુર હિંસા મામલે આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એક હાઈ લેવલ બેઠક બોલાવી હતી. મણિપુરમાં છેલ્લા એક વર્ષ કરતાં પણ વધારે સમયથી બે આદિવાસી સમુદાયો વચ્ચે હિંસા ચાલી રહી જેમાં 200થી વધુના મોત થઈ ચૂક્યાં છે. હજુ પણ મણિપુરની આગ સળગી રહી છે.

બેઠકમાં કોણે હાજરી આપી?

ઉચ્ચ સ્તરીય બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, આઈબી ચીફ તપન ડેકા, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે, લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, મણિપુર સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહ, મણિપુરના મુખ્ય સચિવ વિનીત જોશી, મણિપુરના ડીજીપી રાજીવ સિંહ અને ડીજી આસામ રાઈફલ્સ હાજર રહ્યા હતા.

મણિપુરનું કોકડું હવે ઉકેલાય તેવી શક્યતા

મોહન ભાગવતની ચિંતા બાદ કેન્દ્ર સરકાર એક્ટિવ મોડમાં આવી છે. હવે આ દિશામાં ગંભીર પ્રયાસો થઈ શકે છે.

વધુ વાંચો : BIG NEWS : રાહુલ ગાંધી રાયબરેલીથી સાંસદ, પ્રિયંકા ગાંધી વાયનાડથી લડશે ચૂંટણી

શું બોલ્યાં હતા મોહન ભાગવત

10 જૂનના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે એક વર્ષ પછી પણ મણિપુરમાં શાંતિ સ્થાપિત ન થવા પર ચિંતા વ્યક્ત કરી હતી. નાગપુરમાં સ્વયંસેવકોને સંબોધતા ભાગવતે કહ્યું, “મણિપુર છેલ્લા એક વર્ષથી શાંતિ સ્થાપવાની રાહ જોઈ રહ્યું છે. દસ વર્ષ પહેલા મણિપુરમાં શાંતિ હતી. એવું લાગતું હતું કે ત્યાં ગન કલ્ચર ખતમ થઈ ગયું છે, પરંતુ રાજ્યમાં અચાનક હિંસા વધી ગઈ છે. મણિપુરની સ્થિતિને પ્રાથમિકતા પર ધ્યાનમાં લેવી પડશે. ચૂંટણી રેટરિકથી ઉપર ઊઠવાની અને રાષ્ટ્ર સામેની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.'' આરએસએસના વડાએ કહ્યું કે અશાંતિ કાં તો ઉશ્કેરવામાં આવી હતી અથવા ઉશ્કેરવામાં આવી હતી, પરંતુ મણિપુર સળગી રહ્યું છે અને લોકો તેની ગરમીનો સામનો કરી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Mohan Bhagwat Manipur violence news amit shah high level meeting
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ