બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / ફેશન અને સૌંદર્ય / પ્રેગ્નેન્સીને લઈ ટ્રોલ થયા બાદ દીપિકા પાદુકોણે શેર કરી પોસ્ટ, બતાવી બેબી બમ્પની ઝલક
Last Updated: 08:47 PM, 24 May 2024
દીપિકા પાદુકોણે તેના પ્રેગ્નન્સી ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે. દીપિકા પાદુકોણ પતિ રણવીરસિંહ સાથે પોતાના પહેલા બાળકની માતા બનવા જઈ રહી છે. તેણે પોતાના નવા ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ફેન્સ સાથે શેર કરી છે. તસવીરોમાં અભિનેત્રીને પીળા રંગના સુંદર આઉટફિટમાં જોઈ શકાય છે. તેના ચહેરા પર ચમક સ્પષ્ટ દેખાય છે. આ તસવીરોને ચાહકોનો પ્રેમ મળી રહ્યો છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
તસવીરોમાં પણ અભિનેત્રી તેના બેબી બમ્પને છુપાવતી જોવા મળે છે. ફોટોશૂટની તસવીરો સિવાય એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં એક્ટ્રેસનું બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, જે તે જ ફોટોશૂટનું છે, જેની તસવીરો દીપિકાએ શેર કરી છે.
ADVERTISEMENT
29 ફેબ્રુઆરીએ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરતી વખતે દીપિકા પાદુકોણે ચાહકોને જણાવ્યું હતું કે ડિલિવરી ડેટ સપ્ટેમ્બરમાં હશે. આ પછી ફેન્સ અને સેલેબ્સે તેને અભિનંદન પાઠવ્યા હતા.
આ પછી અભિનેત્રીને ઘણા પ્રસંગોએ સ્પોટ કરવામાં આવી હતી. જ્યાં તેનો બેબી બમ્પ દેખાતો ન હતો. હાલમાં જ જ્યારે તે પતિ રણવીર સિંહ સાથે મુંબઈમાં વોટ કરવા માટે જોવા મળી હતી, ત્યારે તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. આ પછી જ્યારે ચાહકો ખુશ હતા, ત્યારે કેટલાક લોકોએ તેને નકલી બેબી બમ્પ કહીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું.
વધુ વાંચોઃ UAE સરકાર તરફથી રજનીકાંતને મળ્યું ગોલ્ડન વિઝાનું બહુમાન, વીડિયો શેર કરીને માન્યો આભાર, જાણો ખાસિયત
દીપિકાએ આ ફોટામાં પોતાના લુકને ખૂબ જ સિમ્પલ રાખ્યો છે. તેણે મેસી બન બનાવ્યો છે અને ન્યૂડ શેડની લિપસ્ટિક લગાવી છે. પોતાના અભિનય અને સુંદરતા બંનેથી ચાહકોને દિવાના બનાવનાર દીપિકા પાદુકોણ લોકપ્રિય છે. પોતાની એક્ટિંગ, ડાન્સ અને સ્ટાઇલ માટે જાણીતી આ એક્ટ્રેસ તેના હોટ અને સેક્સી ફિગર માટે પણ ફેમસ છે. દીપિકા હંમેશા પોતાની ફિટનેસનું ધ્યાન રાખે છે. બોલિવૂડમાં આવતા પહેલા દીપિકા નેશનલ લેવલની બેડમિન્ટન પ્લેયર હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મનોરંજન / ‘ખોટું નથી બોલતી…’, Rj Mahvash એ ચહલ સાથે ડેટિંગની ચર્ચા વચ્ચે કરી જોરદાર પોસ્ટ
Ajit Jadeja
મનોરંજન / 'હું તને કામ આપીશ, પણ તારે મારી સાથે સૂવું પડશે,' કાસ્ટિંગ કાઉચને લઈને અભિનેત્રીએ કર્યો મોટો ખુલાસો
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.