બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'દરેક સેલિબ્રિટીનું એક રેટ કાર્ડ હોય છે..!' જાહ્નવી કપૂરે કહ્યું, 'જો તમારી કિંમત વધારે છે તો પાપારાઝી..'

મનોરંજન / 'દરેક સેલિબ્રિટીનું એક રેટ કાર્ડ હોય છે..!' જાહ્નવી કપૂરે કહ્યું, 'જો તમારી કિંમત વધારે છે તો પાપારાઝી..'

Last Updated: 02:20 PM, 26 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાહ્નવીને પૂછવામાં આવ્યું કે એરપોર્ટ લુક, જિમ લુકની તસવીરો ક્લિક કરવા માટે સેલિબ્રિટીઝ ખુદ પાપારાઝી કહે છે? અભિનેત્રીએ કહ્યું કે પાપારાઝી અમારી કારને ફોલો કરે છે કારણ કે તેમને દરેક ફોટો માટે પૈસા મળે છે.

બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહી ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. જાહ્નવી આ દિવસોમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે અને અલગ-અલગ ઈન્ટરવ્યુમાં ભાગ લઈ રહી છે. આવા જ એક ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે પાપારાઝી કેવી રીતે કામ કરે છે અને ખુલાસો કર્યો કે એમની પાસે દરેક સેલિબ્રિટીનું રેટ કાર્ડ હોય છે.

Janvi

જાહ્નવી ફિલ્મના પ્રમોશન માટે પાપારાઝીને બોલાવે છે

એક વાતચીતમાં જાહ્નવીને પૂછવામાં આવ્યું કે એરપોર્ટ લુક, જિમ લુકની તસવીરો ક્લિક કરવા માટે સેલિબ્રિટીઝ ખુદ પાપારાઝી કહે છે? તેના પર અભિનેત્રીએ કહ્યું કે હા, આવું થાય છે, પરંતુ તે વ્યક્તિ અને કલાકારો પર નિર્ભર કરે છે. મારી ફિલ્મનું પ્રમોશન ચાલી રહ્યું છે તેથી એમને મારા ફોટોગ્રાફ્સ લેવા એરપોર્ટ પર બોલાવવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે ફિલ્મનું પ્રમોશન નથી થઈ રહ્યું અને હું શૂટિંગ માટે નથી જતી. હું ક્યાંક ગાયબ થઈ જવા માંગુ છું, તે સમયે અમે એમને નથી બોલાવતા.

khushi-kapoor_0

આગળ જાહ્નવીએ કહ્યું કે, 'પાપારાઝી અમારી કારને ફોલો કરે છે કારણ કે તેમને દરેક ફોટો માટે પૈસા મળે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીની દરેક સેલિબ્રિટી પાસે રેશન કાર્ડ કહો કે રેટ કાર્ડ હોય છે. દરેક સેલિબ્રિટીના ફોટોનો રેટ નક્કી છે. જો તમારી કિંમત વધારે છે તો પાપારાઝી પોતે આવે છે. તમારી કારને ફોલો કરે છે પરંતુ જો તમારી કિંમત એટલી ઊંચી ન હોય તો સેલેબ્સ પોતે જ તેમને બોલાવે છે અને ક્યારેક તેઓ આકસ્મિક રીતે આવી જાય છે.'

વધુ વાંચો: 'રૂપિયા માટે કરવા પડતા ગંદા રોલ', એક્ટ્રેસ નીના ગુપ્તાએ બોલિવુડને લઇને કર્યો ચોંકાવનારો ખુલાસો

જ્હાન્વી કપૂરે એ પણ જણાવ્યું કે તેણીએ પાપારાઝીને તેના જિમની બહાર આવવાનું બંધ કરવાની વિનંતી કરી હતી અને તેઓ આ વાત પર સંમત થયા હતા. અભિનેત્રીએ કહ્યું કે હું નહોતી ઈચ્છતી કે તે મને દરરોજ જીમની બહાર ચુસ્ત કપડામાં જુએ. પછી આ ફોટો વાયરલ થાય તો લોકો કહે અમે જાણીજોઇને એમને બોલાવીએ છીએ.'

સંકળાયેલા મુદ્દાઓ

Mr and Mrs Mahi Promotion Janhvi Kapoor Janhvi Kapoor news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ