બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / તો શું ફરીથી કેનેડામાં ભારતીયો આવ્યા ખાલિસ્તાન સમર્થકોના નિશાને? સામે આવ્યો ચિંતાજનક રિપોર્ટ

રિપોર્ટ / તો શું ફરીથી કેનેડામાં ભારતીયો આવ્યા ખાલિસ્તાન સમર્થકોના નિશાને? સામે આવ્યો ચિંતાજનક રિપોર્ટ

Last Updated: 09:36 AM, 24 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India-Canada Row Latest News : CIHSના અહેવાલમાં સામે આવ્યું છે કે, ખાલિસ્તાન સમર્થકો ભારતીયો માટે ખતરો બની ગયા છે અને કેનેડા ભારતીય મૂળના લોકો માટે સૌથી ખતરનાક દેશ તરીકે ઉભરી રહ્યું છે

India-Canada Row : ભારત-કેનેડા વિવાદ વચ્ચે તાજેતરમાં થિંક ટેન્ક સેન્ટર ફોર ઈન્ટીગ્રેટેડ એન્ડ હોલિસ્ટિક સ્ટડીઝ (CIHS)નો એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, ખાલિસ્તાન સમર્થકો ભારતીયો માટે ખતરો બની ગયા છે અને કેનેડા ભારતીય મૂળના લોકો માટે સૌથી ખતરનાક દેશ તરીકે ઉભરી રહ્યું છે. એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. કેનેડામાં ઉગ્રવાદીઓના નિશાને હિન્દુ અને ભારતીય સમુદાયના લોકો છે આમાં ખાલિસ્તાન સમર્થકો પણ સામેલ છે. અહેવાલ મુજબ છેલ્લા કેટલાક મહિનામાં જસ્ટિન ટ્રુડોના દેશમાં ભારતીયો અને હિન્દુઓ વિરુદ્ધ નફરતભર્યા ભાષણ અને હિંસાની ઘટનાઓ વધી છે.

નવી દિલ્હીની થિંક ટેન્ક સેન્ટર ફોર ઈન્ટીગ્રેટેડ એન્ડ હોલિસ્ટિક સ્ટડીઝ (CIHS)ના અહેવાલ મુજબ ખાલિસ્તાની ઉગ્રવાદીઓ કેનેડામાં મુક્તપણે ફરે છે, મંદિરો અને રાજદ્વારીઓ અને અન્ય ભારતીય પ્રતીકોને નિશાન બનાવે છે. જેના કારણે હિંદુ લઘુમતીઓને ડરાવવામાં આવે છે અને તેમની વચ્ચે ભયનું વાતાવરણ ઉભુ કરવાની ધમકી આપવામાં આવે છે. રિપોર્ટમાં આવી કાર્યવાહી અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

અહીં ક્લિક કરી જાણો શું છે આ રિપોર્ટમાં ?

https://cihs.org.in/2024/05/15/canada-unsafe-for-indians-hindus/

જાણો શું છે આ અહેવાલમાં ?

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કેનેડાના PM જસ્ટિન ટ્રુડો જેવા નેતા ખુલ્લેઆમ ભારત વિરોધી લોકો સાથે સંબંધો રાખવાથી માત્ર બંને દેશોના સંબંધો માટે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે પણ ખતરો છે. CIHSએ કેનેડામાં ભારતીયો માટે બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે સીધા જસ્ટિન ટ્રુડોને જવાબદાર ઠેરવ્યા છે. રિપોર્ટમાં સ્વીકારવામાં આવ્યું છે કે, ટ્રુડોના વલણથી શંકા પેદા થઈ છે. કેનેડાની ટ્રુડો સરકારે ખાલિસ્તાન તરફી તત્વોની રેલીઓને મંજૂરી આપી હતી. એટલું જ નહીં દોષિત આતંકવાદીઓના ભારતમાં વખાણ થાય છે.

વધુ વાંચો : MDH-અવરેસ્ટ મસાલાને FSSAIની ક્લીનચીટ, ભેળસેળના દાવાને નકાર્યો

ભારતીય ગુનેગારોને આપવામાં આવે છે કેનેડાના વિઝા ?

આ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓને કેનેડામાં વિઝા મળી રહ્યા છે. કેનેડાના ઈમિગ્રેશન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક વર્ષોમાં કેનેડા પહોંચનારા ભારતીયોની સંખ્યામાં ટોચ પર છે. ભારત પછી સૌથી વધુ શીખ સમુદાય કેનેડામાં રહે છે.

સંકળાયેલા મુદ્દાઓ

CIHS India-Canada Row Canada CIHS Report
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ