બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મધરાતે ચક્રવાત રેમલ 130ની ઝડપે કોલકાતાના દરિયાકાંઠે ત્રાટકશે, PM મોદીએ સ્થિતિની કરી સમીક્ષા

Cyclone Remal / મધરાતે ચક્રવાત રેમલ 130ની ઝડપે કોલકાતાના દરિયાકાંઠે ત્રાટકશે, PM મોદીએ સ્થિતિની કરી સમીક્ષા

Last Updated: 07:40 PM, 26 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લેન્ડફોલ સમયે પવનની ગતિ કલાક દીઠ 120-130 કિ.મી. હશે. દક્ષિણ બંગાળમાં એનડીઆરએફની 14 ટીમો તૈનાત કરવામાં આવી છે.

બંગાળ પર 'રેમલ' વાવાઝોડાને ખતરો મંડરાઇ રહ્યો છે. આ ચક્રવાત આજે મધરાતે કોલકાતાના દરિયાકાંઠે લેન્ડફોલ કરશે. જેને લઇને ભારે તબાહી થઇ શકે છે. બંગાળના જોખમ પર પીએમ મોદીએ તાત્કાલિક બેઠક યોજી છે.

130ની ઝડપે ફુકાસે પવન

એનડીઆરએફના પૂર્વીય ક્ષેત્રના કમાન્ડર ગુરમિન્દરસિંહે કહ્યું હતું કે આજે મધ્યરાત્રિએ ચક્રવાત રિમલ લેન્ડફોલ થવાની સંભાવના છે. આઇએમડી અનુસાર લેન્ડફોલ સમયે પવનની ગતિ કલાક દીઠ 120-130 કિ.મી. હશે. દક્ષિણ બંગાળમાં એનડીઆરએફની 14 ટીમો તૈનાત કરવામાં આવી છે.

pm-bethak

ચક્રવાત વાવાઝોડા 'રેમલ' નો ભય ઝડપથી વધી રહ્યો છે. ઇન્ડિયા મીટિઓરોલોજિકલ ડિપાર્ટમેન્ટ (આઇએમડી) ના જણાવ્યા અનુસાર સાયકલોન રિમલ આજે રાત્રે મધ્યરાત્રિએ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ટકરાશે. હાલમાં, કોલકાતા શહેરના કેટલાક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. બંગાળના રાજ્યપાલે લોકોને ચક્રવાત વિશે જાગ્રત રહેવાની સલાહ આપી છે. રાજ્યપાલ ડો.સીવી આનંદ બોસએ કહ્યુ કે પરિસ્થીતી પર સતત નજર રાખી રહ્યા છીએ. અને ચક્રવાતનો સામનો કરવા રાજ્ય અને કેન્દ્ર સાથે સતત સંપર્કમાં છીએ. આ વચ્ચે દિલ્હીમાં પીએમ મોદીએ પણ આ ચક્રવાતથી બચાવ કામગીરીને લઇને તૈયારીઓ પર સમીક્ષા બેઠક યોજી હતી.

એનડીઆરએફના પૂર્વીય ક્ષેત્રના કમાન્ડર ગુરમિન્દરસિંહે કહ્યું કે આજની રાતની મધ્યરાત્રિએ ચક્રવાત રિમલ લેન્ડફોલ થવાની સંભાવના છે. આઇએમડી અનુસાર લેન્ડફોલ સમયે હવાઈ ગતિ કલાક દીઠ 120-130 કિ.મી. હશે. દક્ષિણ બંગાળમાં એનડીઆરએફની 14 ટીમો તૈનાત કરવામાં આવી છે, તેઓએ જણાવ્યું હતું કે ચક્રવાત તોફાનને કારણે ભારે વરસાદ થઈ શકે છે.

Remal Cyclone

આ સિવાય 26-27 મે માટે કોલકાતા, હાવડા, નાદિયા અને પૂર્વ મેડિનીપુર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયુ છે. જ્યાં 80 થી 90 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે. ઉત્તર ઓડિશાના બાલાસોર, ભદ્રક અને કેન્દ્રપાદા દરિયાકાંઠાના જિલ્લાઓને 26-27 મેના રોજ ભારે વરસાદ પડશે, જ્યારે 27 મેના રોજ, મયબહંજને પણ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

વધુ વાંચોઃ 'રેમલ' ચક્રવાતનો સામનો કરવા ભારતીય નૌસેના તૈયાર, બંગાળમાં રેડ એલર્ટ

આઇએમડીએ પશ્ચિમ બંગાળના દક્ષિણ અને ઉત્તર 24 પરગણા જિલ્લાઓમાં પૂર અને વીજળી અને સંદેશાવ્યવહાર લાઇનો, કાચા રસ્તાઓ, પાક અને બગીચાઓને ભારે નુકસાનની ચેતવણી આપી છે.

સંકળાયેલા મુદ્દાઓ

કલકતા Cyclone Remal પીએમ મોદી બેઠક
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ