બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:36 PM, 26 May 2024
વિશ્વમાં ઘણા લોકો બાબા વેંગાની ભવિષ્યવાણી લોકો ખૂબ ધ્યાનથી વાંચે છે. જે લોકો બાબા વેંગામાં વિશ્વાસ કરે છે તેઓ માને છે કે તેમની પાસે એવી શક્તિ હતી કે તે વિશ્વનું ભવિષ્ય જાણી લેતા હતા. તેમની ડઝનબંધ આગાહીઓ 100% સાચી સાબિત થઈ છે. વર્ષ 2024 સમાપ્ત થવામાં લગભગ સાત મહિના બાકી છે. આવી સ્થિતિમાં, 2024 માટે બાબા વેંગાની આગાહીઓ સાથે, ચાલો જાણીએ કે બાબાએ કયામતના દિવસ માટે શું કહ્યું હતું.
ADVERTISEMENT
આ નશ્વર વિશ્વમાં ફક્ત મૃત્યુ જ શાશ્વત છે. અંત એ જ આરંભ છે. જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ જરૂર થશે. સમય વીત્યો, યુગો બદલાઈ ગયા. પૃથ્વીને બચાવવા માટે ભગવાને સ્વયં ઘણી વખત અવતાર લીધો. ક્યારેક ધરતીને બચાવવા તો ક્યારેક માનવતાને બચાવવા માટે 'પ્રભુ'એ કોઈ ને કોઈ લીલાઓ રચી છે. પોતાના અવતારનો હેતુ પૂરો કરીને તેમણે શરીર પણ ત્યાગી દીધું. આવી સ્થિતિમાં આજે આપણે એ ભવિષ્યવાણી વિશે વાત કરીશું જેમ કહેવામાં આવ્યું હતું કે એક દિવસ આ દુનિયા કે જેમાં આપણે બધા જીવી રહ્યા છીએ તેનો પણ અંત આવશે. બાબા વેંગાએ દુનિયાના અંતની આગાહી કરી હતી. તેમણે તેમના મૃત્યુ પહેલા 5079 સુધી આગાહી કરી હતી. તેમની આગાહી મુજબ, 5079 માં દુનિયા ખતમ થઈ થશે.
ADVERTISEMENT
વર્ષ 2024ની આગાહી
બાબાએ વર્ષ 2024માં કોઈ દેશવાસીના હાથે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યાના પ્રયાસની આગાહી કરી હતી. પુતિનને મારી નાખવાની ધમકી આપનાર પ્રિગોઝિન હવે આ દુનિયામાં નથી રહ્યો. બાબા વેંગાએ યૂક્રેનમાં ચેર્નોબિલ દુર્ઘટના, પ્રિન્સેસ ડાયનાનું મૃત્યુ અને અમેરિકામાં 9/11ના હુમલાની પણ સચોટ આગાહી કરી હતી. 2024 માટે તેમણે જે આગાહીઓ કરી હતી, એ બધી સાચી સાબિત થઈ રહી છે. આગળ જે થવાનું છે તે તેનાથી પણ ડરામણું છે. બાબા વેંગાએ કહ્યું હતું કે 2024માં યુરોપમાં ઘણા આતંકવાદી હુમલા થશે.
મોસ્કો, રશિયામાં તાજેતરમાં થયેલ આતંકવાદી હુમલો સૂચવે છે કે તેમણે એકદમ સચોટ આગાહી કરી હતી. કારણ કે રશિયા ગુસ્સામાં બદલો લઈ શકે છે અને તેના યુદ્ધનો વ્યાપ યૂક્રેનથી આગળ વિસ્તારી શકે છે. તેનાથી યુરોપમાં યુદ્ધ ફેલાશે. બાબા વેંગાએ કહ્યું હતું કે સાયબર હુમલા વધશે. સમગ્ર વિશ્વમાં સાયબર હુમલા વધી ગયા છે. આવી સ્થિતિમાં જે પણ દેશ બેદરકાર રહેશે તેને મોટું નુકસાન થઈ શકે છે.
વધુ વાંચો: પાપુઆ ન્યુ ગિનીમાં ભૂસ્ખલનથી ભારે તબાહી, લોકો કાટમાળ નીચે દટાયા, 300થી વધુના મોત
કોણ છે બાબા વેંગા
બાબા વેંગાએ પોતાના મૃત્યુ પહેલા, વિશ્વના ખતમ થવાથી લઈને યુદ્ધ અને આપત્તિ સહિત ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી. બલ્ગેરિયાના અંધ બાબા વેંગાએ માત્ર 12 વર્ષની ઉંમરે પોતાની આંખોની રોશની ગુમાવી દીધી હતી. બાબા વેંગાનું 1996માં 85 વર્ષની વયે અવસાન થયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.