બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / તા. 25થી 27 ગુજરાતના આ વિસ્તારો માટે હવામાન વિભાગનું એલર્ટ, તો રાહત ક્યારે, જુઓ મેપ Photos
Last Updated: 11:21 AM, 25 May 2024
રાજ્યમાં અંગ દઝાડતી ગરમીને લઈ અનેક લોકોનાં સ્વાસ્થ્ય પર અસર થવા પામી છે. ત્યારે ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં તા. 25 થી લઈ તા. 27 મે નાં રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ખેડા, ભાવનગર, જૂનાગઢ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, પંચમહાલ, મહિસાગર સહિતનાં વિસ્તારોમાં ગરમીને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
તેમજ તા. 28 અને 29 મે થી સમગ્ર રાજ્યમાં લોકો ગરમીથી રાહત લેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનાં જીલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ આજે ઓરેન્જ એલર્ટ અપાયું છે. હજુ 3 દિવસ ગુજરાતમાં અગન વર્ષા રહેશે.
રાજ્યક્ના મોટાભાગનાં શહેરોમાં 45 ડિગ્રી તાપમાન રહેશે. કચ્છ, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં હિટવેવની આગાહી ચેતવણી આપવામાં આવી છે. વડોદરા, છોટાઉદેપુરમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. સંઘ પ્રદેશ દીવમાં પણ હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. ચાર દિવસ બાદ ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે. ચાર દિવસ બાદ તાપમાનામાં બે ડિગ્રીનો ઘટાડો થયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સાબાશ / રાજકોટના યુવકે વિશ્વની ફલક પર વગાડ્યો ડંકો, કામ જ એવુ કર્યું કે WHO, NASA ગદગદ થયું
Dinesh Chaudhary
અમદાવાદ / VIDEO : અસામાજિક તત્વો વિફર્યા, જાહેરમાં છરી અને લાકડીઓ ઉડી, પોલીસનો ડર ગાયબ!
Dinesh Chaudhary
ગુજરાત / આકાશમાંથી અગનવર્ષા! આજે ભીષણ ગરમીની આગાહી, આ જિલ્લાઓમાં 44 ડિગ્રી પહોંચશે તાપમાન
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.