બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં હજુય 3 દિવસ રહેશે અગનવર્ષા, સાથે અપાઇ હીટવેવની ચેતવણી, જાણો તાપમાનમાં ઘટાડો ક્યારે?

આગાહી / ગુજરાતમાં હજુય 3 દિવસ રહેશે અગનવર્ષા, સાથે અપાઇ હીટવેવની ચેતવણી, જાણો તાપમાનમાં ઘટાડો ક્યારે?

Last Updated: 07:07 AM, 26 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે. આજે ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતનાં તમામ જીલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનાં જીલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ આજે ઓરેન્જ એલર્ટ અપાયું છે. હજુ 3 દિવસ ગુજરાતમાં અગન વર્ષા રહેશે.

Heat_Wave_02.width-800

રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં 45 ડિગ્રી તાપમાન રહેશે. કચ્છ, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં હિટવેવની આગાહી ચેતવણી આપવામાં આવી છે. વડોદરા, છોટાઉદેપુરમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. સંઘ પ્રદેશ દીવમાં પણ હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. ચાર દિવસ બાદ ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે. ચાર દિવસ બાદ તાપમાનામાં બે ડિગ્રીનો ઘટાડો થયો હતો.

Summer_01.width-800

ઈમરજન્સી 108 માં ગરમીને લગતા 77 કેસ નોંધાયા

અમદાવાદમાં ગરમીને લઈ રેડ એલર્ટને પગલે ઈમરજન્સી 108 ને ગરમીને લગતા 77 કેસ નોંધાવા પામ્યા હતા. જેમાં તાવ આવવાના 56 કેસ, પેટમાં દુઃખાવાનાં તેમજ ઝાડા ઉલ્ટીનાં 3 તેમજ ચક્કર આવવાનાં 4 કેસ નોંધાયા હતા. જ્યારે ત્રણ દિવસમાં ગરમીને લગતા રોજનાં 40 તી વધુ કેસ નોધાઈ રહ્યા છે. છેલ્લા આઠ દિવસમાં ગરમીને લગતા 276 જેટલા કેસ ઈમરજન્સી 108 ને મળ્યા હતા.

Summer_02.width-800

વધુ વાંચોઃ ભોળાનાથ સ્વયંભુ શિવલિંગ સ્વરૂપે બિરાજ્યા, લોકોની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બીલીમોરાનું સોમનાથ મહાદેવ મંદિર

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોને માર્ગદર્શન આપ્યું

અમદાવાદમાં રેડ એલર્ટને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ શહેરનાં વિવિધ વિસ્તારોમાં લોકોમાં જાગૃતિ આવે તે માટે બપોરનાં સમયે ગરમીમાં શું ધ્યાન રાખવું? તે અંગે લોકોને જાણ કરવામાં આવી હતી. રેડ એલર્ટ દરમ્યાન બપોરનાં સમયે નાના બાળકો વૃદ્ધો તેમજ સગર્ભા મહિલાઓને બહાર ન નીકળવાનું પણ સૂચન કરવામાં આવ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Weather department Heat Forecast Meteorological Department
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ